Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IND vs PAK : નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ક્રાઈમ બ્રાન્ચ રાખશે બાજ નજર

અમદાવાદમાં આવતીકાલે 14 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે ભારત અને પાકિસ્તાની મેચ રમાવાની છે. જે દરમિયાન મોટેરા સ્ટેડિયમની આસપાસના વિસ્તારોમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે હવે બીજી તરફ આસપાસના વિસ્તારોમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરી...
ind vs pak   નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ક્રાઈમ બ્રાન્ચ રાખશે બાજ નજર

અમદાવાદમાં આવતીકાલે 14 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે ભારત અને પાકિસ્તાની મેચ રમાવાની છે. જે દરમિયાન મોટેરા સ્ટેડિયમની આસપાસના વિસ્તારોમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે હવે બીજી તરફ આસપાસના વિસ્તારોમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. અને મેચના દિવસ દરમિયાન શહેરમાં No Fly Zone જાહેર કરવામાં આવ્યું છે.

Advertisement

ટીથર ડ્રોનથી બાજ નજર પણ રાખશે

Advertisement

હવે મેચના દિવસે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સ્ટેડિયમ ખાતે બાજ નજર પણ રાખશે. સ્ટેડિયમ ખાતે VVIP ગેટ નજીક ટીથર ડ્રોન ઉડાડવામાં આવશે. જે ડ્રોન 120 મીટરની ઊંચાઈ ઉડીને 4 કિલોમીટર સુધીના વિસ્તારમાં કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે નજર રાખશે. અને સાથે સાથે આ ડ્રોન દ્વારા આસપાસની સોસાયટીઓના ધાબા ઉપર રહેલા લોકો ઉપર પણ નજર રાખશે અને સાથે સીધો કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવશે. અગાઉ પણ આ ટીથર ડ્રોનનો સફળ પ્રયોગ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રથયાત્રા દરમિયાન કર્યો હતો. જેનું નિરીક્ષણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કર્યું હતું. જેમાં રથયાત્રાના સમગ્ર રૂટ પર બાજ નજર રાખવામાં આવી હતી.

Advertisement

મેચ બનશે રોમાંચક

ઉલ્લેખનીય છે કે, ક્રિકેટ ચાહકો વિશ્વ કપની આ શાનદાર મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે, જેના માટે બંને ટીમો પહોંચી ગઈ છે. જણાવી દઈએ કે ભારત અને પાકિસ્તાન બંને ટીમોએ વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ બે મેચ જીતીને પોતાના અભિયાનની સારી શરૂઆત કરી છે. આવી સ્થિતિમાં બંને ટીમો વચ્ચેની આ મેચ ઘણી રોમાંચક બની રહે તેવી શક્યતા છે.

આ પણ વાંચો - ભારત-પાકિસ્તાન મેચ પહેલા અમદાવાદ પોલીસનું ગ્રાન્ડ રિહર્સલ

આ પણ વાંચો - World Cup 2023 : સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયન ખેલાડી શરમજનક હરકત કરતો રહ્યો, કોઇએ ન રોક્યો…! જુઓ Video

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.