Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતમાં CCTV થી બચવા અને પોતાની ઓળખ છુપાવવા ચોરોએ અનોખા અંદાજમાં આપ્યો ચોરીને અંજામ

અહેવાલ - રાબિયા સાલેહ સુરતમાં અનોખી રીતે ચોરીને અંજામ આપવામાં આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી, પોતાની ઓળખ છુપાવવા અને CCTV થી બચવા માટે ચોરોએ અનોખા સ્ટાઇલમાં ચોરીને અંજામ આપ્યો. વગર વરસાદે ચોરોએ રેઇનકોટ, ગ્લોવઝ અને ફેસ પર માસ્ક પહેરી...
સુરતમાં cctv થી બચવા અને પોતાની ઓળખ છુપાવવા ચોરોએ અનોખા અંદાજમાં આપ્યો ચોરીને અંજામ

અહેવાલ - રાબિયા સાલેહ

Advertisement

સુરતમાં અનોખી રીતે ચોરીને અંજામ આપવામાં આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી, પોતાની ઓળખ છુપાવવા અને CCTV થી બચવા માટે ચોરોએ અનોખા સ્ટાઇલમાં ચોરીને અંજામ આપ્યો. વગર વરસાદે ચોરોએ રેઇનકોટ, ગ્લોવઝ અને ફેસ પર માસ્ક પહેરી ચોરી કરી CCTV થી પોતાનો બચાવ કર્યો જેને લઇ પોલીસ પણ દોડતી થઈ ગઈ છે.

ઉમરા પોલીસની નાઈટ પેટ્રોલિંગની પોલ ખુલી પડી ગઈ છે, તો બીજી બાજુ પોલીસ સૂત્રોનું માનીએ તો CCTV કેમેરાથી બચવા ચોરોએ સ્માર્ટનેસ વાપરી હોવાનું પોલીસમાં ચર્ચા રહ્યું છે અને કોરોનાના કેસ વગર ફેસ માસ્ક અને વરસાદ વગર રેઇનકોટ અને સાથે જ ફિંગર પ્રિન્ટ્સ નહીં છોડવા માટે હેન્ડ ગ્લોવઝનો ઉપયોગ કરી જ્વેલર્સના ઘરે ચોરી કરવામાં આવી છે. વાત છે, સુરતના પોસ્ટ વિસ્તાર એવા પીપલોદની જ્યાં ચોરોને હવે ઉમરા પોલીસ નો ભય નથી રહ્યો. પીપલોદમાં રહેતા જ્વેલરના બંધ ફ્લેટમાંથી વેશ બદલી રૂ. 2.44 લાખની ચોરીને અંદાજ આપવામાં આવ્યો છે. સ્માર્ટ ચોરોએ પોતાની ઓળખ નહીં થાય તે માટે રેઇનકોટ, ગ્લોવઝ અને માસ્ક પહેરીને ચોરી કરી સાથે જ CCTV માં પોતાની ઓળખ કેદ નહી થાય તેવા પુરા પ્રયત્ન કર્યા છે.

Advertisement

સુરત શહેરમાં ક્રાઈમ રેટમાં સતત વધારો થઈ રહ્યો છે. ચોરી લૂંટની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. તેમાં વધુ એક ચોરીની ઘટના અનોખી રીતે અંજામ આપવામાં આવતા ચોરીના પેટનથી પોલીસ દોડતી થઈ છે. પીપલોદના કારગીલ ચોક નજીક અલખનંદા એપાર્ટમેન્ટ આવેલું જ્યાં શહેરના એક નામચીન જ્વેલર રહે છે. જેના બંધ ફ્લેટના દરવાજાનો નકુચો અને લોક તોડી તસ્કરો 155 ગ્રામ વજનના દાગીના અને રોકડ મળી કુલ રૂ. 2.44 લાખની મત્તા ચોરી એક પણ નિશાન છોર્યા વગર ભાગી ગયા હતા. ચોરીની ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ દોડી આવી હતી. સ્થળ પર CCTV ની તપાસ શરૂ કરાતા પોલીસ ચોકી ઉઠી હતી, કારણ કે આ ચોર ટોળકીએ CCTV થી બચવા માટે રેઇનકોટ, ગ્લોવસ અને મોંઢા પર માસ્ક પહેરીને આવ્ય હોવાનું જાણવા મળ્યું હતું.

સુરતના સિટીલાઇટ રોડ સ્થિત મેઘના પાર્કની બાજુમાં આવેલા ધ્રૃવ શોપીંગ સેન્ટરમાં અલંકાર જ્વેલર્સ નામે દુકાન ધરાવતા દીપક કાંતીલાલ પાટડીયા ના ઘરે ચોરી થઈ છે, દીપક ભાઈ પીપલોદ સ્થિત કારગીલ ચોક નજીક અલખનંદા એપાર્ટમેન્ટના ચોથા માળે રહે છે. ત્રણ દિવસ અગાઉ દીપકભાઇની તબિયત લથડતાં તેઓ બે પુત્ર દિપેશ અને જીગ્નેશના ઘરે રહેવા ગયા હતા. પીપલોદના લેકવ્યુ ગાર્ડન નજીક સુરમ્ય એપાર્ટમેન્ટમાં તેમના પુત્ર રહે છે, આ તમામ ઘટનાની ઉપર વોચ રાખી બેઠેલા ચોરોએ દીપકભાઇના બંધ ફ્લેટને નિશાન બનાવ્યો હતો. ઉમરા પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ અનુસાર ચોર ટોળકી એ ગ્રીલનો નકુચો અને દરવાજાનું લોક તોડી અંદર પ્રવેશી બેડરૂમના કબાટની તિજોરીમાંથી સોનાના 155 ગ્રામ વજનના દાગીના કિંમત રૂ. 2.32 લાખ અને રોકડા રૂ. 12 હજાર મળી કુલ રૂ. 2.45 લાખની મત્તા ચોરીને ભાગી ગયા હતા.

Advertisement

સમગ્ર ઘટના બીજા દીવસે જાણવા મળતા પોલીસ ને જાણ કરાઇ હતી,વધુમાં એ પણ જાણવા મળ્યું હતું કે બિલ્ડીંગ નો વોચમેન પોતાના રૂટિન કામ પ્રમાણે બીજા દિવસે કચરો લેવા માટે ચોથા માળે ગયા હતા, ત્યારે તેમની નજર ગ્રીલ અને દરવાજા પર પડી હતી જ્યાં દરવાજાનું લોક તુટેલું જોઇ તે તુરંત જ ચોરી થઈ હોવાનું જાણી જતા જ્વેલર્સ ના પુત્રો ને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા,ચોરી ઘટના અંગે કંટ્રોલ રૂમને જાણ કરતા તુરંત જ ઉમરા પોલીસ દોડી ગઇ હતી. જ્યાં ચોરી ને સ્માર્ટનેસ થી ચોરો એ અંજામ આપતા ઉમરા પોલીસની કામગીરી વધી છે. આ ઘટના એ પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉઠાવ્યા છે ચોરોએ જાણે પોલીસને ચેલેન્જ આપવા માટે રેઇનકોટ ઉપરાંત હાથમાં ગ્લોવસ તથા મોંઢા પાર માસ્ક પહેરીને પોતાની ઓળખ છુપાવી પોલીસ ની કામગીરીમાં વધારો કર્યો છે.

આ પણ વાંચો - Surat : એમેઝોન નદીમાં દેખાતી માછલી મીંઢોળા નદીમાંથી મળી આવી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.