Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સુરતમાં વરસાદનું જોર ઘટતાં બંધ માર્ગ ખુલ્લા કરાયાં, હજુ પાંચ દિવસની હળવાથી મધ્યમ વરસાદની આગાહી

આજ થી મેઘરાજાનું જોર નરમ પડશે હળવાથી મધ્યમ વરસાદની આગાહી ને પગલે તંત્ર એ પણ રાહતનો શ્વાસ લીધો છે. આ સપ્તાહ દક્ષિણ ગુજરાતમાં વરસાદની ગતિ ધીમી પડશે તેવી હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સતત પાંચ દિવસથી મન...
સુરતમાં વરસાદનું જોર ઘટતાં બંધ માર્ગ ખુલ્લા કરાયાં  હજુ પાંચ દિવસની હળવાથી મધ્યમ વરસાદની આગાહી

આજ થી મેઘરાજાનું જોર નરમ પડશે હળવાથી મધ્યમ વરસાદની આગાહી ને પગલે તંત્ર એ પણ રાહતનો શ્વાસ લીધો છે. આ સપ્તાહ દક્ષિણ ગુજરાતમાં વરસાદની ગતિ ધીમી પડશે તેવી હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Advertisement

સતત પાંચ દિવસથી મન મૂકીને મેઘ મહેર જોવા મળી રહી છે. મેઘરાજા ગરજીને વરસી રહ્યા હોવાથી દક્ષિણ ગુજરાતના અંદાજિત 150 જેટલાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યાં હતા. ખાસ કરીને ત્રણ દિવસથી વલસાડ, સુરત અને તાપીના મોટા ભાગ ના રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા હતા,પરંતુ આજ થી વરસાદ ધીમો પડતા પાણી ઓ ઓસરતાં તમામ રોડ રસ્તાઓ હવે વાહન ચાલકો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે.આ રસ્તા ઓ ઉપર થી પાણી તો ઓસરી ગયા છે પરંતુ. રસ્તાઓની હાલત ખૂબજ દયનીય થઈ ગઈ હોય તેમ કીચડ અને કાદવ ભરી છે.વાહન વ્યવહાર ને કોઈ તકલીફ ના પડે ટ્રાફિક ન્યુસન્સ ના થાય તે માટે તંત્ર દ્વારા બંધ રોડ રસ્તાઓ ફરી ચાલુ કરી દેવામાં આવ્યા છે.

Advertisement

વરસાદ ના આંકડા પર નજર કરીએ તો વલસાડમાં 3.84 સુરતમાં 1.36 ઈંચ વરસાદ રવિવારે નોંધાયો હતો. સતત પાંચ દિવસ બાદ સૂરજ દાદા એ દર્શન આપતા તંત્ર સહિત લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. દક્ષિણ ગુજરાતમાં બે દિવસ થી ધીરે ધીરે મેઘરાજાનું જોર નરમ હોવાના આંકડા નોંધાયા હતા,વીતેલા પાંચ દિવસથી અવિરત વરસી રહેલા વરસાદે વિરામ લેતા હવે ખરાબ રોડ રસ્તા નો સરવે કરી કામગીરી કરાશે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે.આ તમામ વચ્ચે શનિવાર અને રવિવારે સૌથી વધુ 3.84 ઈંચ વરસાદ વલસાડના કપરાડામાં નોંધાયો હતો.જેને ઠેર ઠેર હાલાકી અને વિનસ વેર્યો હતો, જ્યારે સુરતના બારડોલીમાં 1.36 ઈંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના તમામ રસ્તાઓ પરથી પાણી ઓસરી જતાં વાહન વ્યવહાર રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવ્યા છે. ગઈ કાલે એટલે કે રવિવારે વહેલી સવારે શહેર શહીદ કેટલા ગ્રામ્ય વિસ્તારોમાં ધીમો વરસાદ જેવા મળ્યો હતો. જો કે દિવસ દરમિયાન ફરી વરસાદે વિરામ લેતાં રવિવારની રજાના દિવસે લોકો પરિવાર સાથે ફરવા નીકળી પડ્યાં હતા.

Advertisement

જો વાત કરીએ ગ્રામ્ય વિસ્તારોની તાલુકાઓની તો વલસાડ જિલ્લાના ધરમપુર 2.28 ,કપરાડામાં 3.84 ઇંચ, ઇંચ, પારડી 2 ઇંચ, ઉંમરગામ 1.36 ઈંચ, વાપી 2.20 ઈંચ અને વલસાડમાં 0.૭2 ઈંચ વરસાદ નોંધાયો હતો.બીજી બાજુ નવસારીના ગણદેવીમાં 1.56 ઇંચ, ચીખલીમાં 1.48 ઇંચ, વાંસદા 1.24 ઇંચ, ખેરગામ 1.52 ઈંચ વરસાદ નોંધાયો હતો. સુરત જિલ્લાની વાત કરીએ તો સુરત જિલ્લામાં રવિવારે દિવસ દરમિયાન સવારે કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા જેવા મળ્યા હતા

જ્યારે બારડોલીમાં 1.36 ઇંચ, કામરેજ 8 ઇંચ, મહત્વ 9 મિ.મી. જ્યારે સુરત શહેરમાં વરસાદી ઝાપટાં નોંધાયા હતા.આ સાથે જ તાપી અને ડાંગ જિલ્લામાં પણ માત્ર વરસાદી ઝાપટાં પડ્યાં હતા. આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સપ્તાહે દક્ષિણ ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ પડી તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે.

વરસાદે વિરામ લેતાં સુરતનું મહતમ તાપમાન 4.5 ડિગ્રી વધી ગયું

બીજી બાજુ રવિવારે વરસાદે વિરામ લેતા ગરમીનો પારો ફરી એક વાર વધી જતાં મહતમ 4.5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસ વધી નોંધાયું હતું ,જ્યારે મહતમ તાપમાન 2૭.5 ડિગ્રીથી 32.0 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી પરથી 26.4 ડિગ્રીએ પહોંચી ગયું હતું. આ સાથએ જ હવામાં ભેજનું પ્રમાણ ૭૭ ટકા અને પવનની ઝડપ પ્રતિકલાક 6 કિલોમીટરની રહી હતી.દિવસનો પારો વધતાં જ ગરમી અનુભવાઈ હતી.

અહેવાલ : રાબિયા સાલેહ, સુરત

આ પણ વાંચો : લોથલમાં બનશે વિશ્વનું સૌથી મોટું મેરીટાઇમ મ્યુઝિયમ કોમ્પ્લેક્સ, કેન્દ્રીય મંત્રી સાથે CM એ કરી સમીક્ષા

Tags :
Advertisement

.