Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

IDAR : પાંજરાપોળ દ્વારા ૧૪૦ એકર જમીન પર ગણોતિયા પાસેની જમીનો ખૂલ્લી કરાવવાની હિલચાલ

IDAR : IDAR માં આવેલી પાંજરાપોળમાં છેલ્લા ગણા વર્ષોથી અબોલા પશુઓનો નિભાવ કરાઈ રહયો છે ત્યારે દાતાઓ દ્વારા અબોલા પશુઓ માટે ઘાસચારો અવાર નવાર મોકલવામાં આવે છે. પરંતુ રોજબરોજ પાંજરાપોળમાં અબોલા પશુઓની સંભાળ કરવા તથા તેમના માટે ઘાસચારો અપુરતો હોવાને...
idar   પાંજરાપોળ દ્વારા ૧૪૦ એકર જમીન પર ગણોતિયા પાસેની જમીનો ખૂલ્લી કરાવવાની હિલચાલ

IDAR : IDAR માં આવેલી પાંજરાપોળમાં છેલ્લા ગણા વર્ષોથી અબોલા પશુઓનો નિભાવ કરાઈ રહયો છે ત્યારે દાતાઓ દ્વારા અબોલા પશુઓ માટે ઘાસચારો અવાર નવાર મોકલવામાં આવે છે. પરંતુ રોજબરોજ પાંજરાપોળમાં અબોલા પશુઓની સંભાળ કરવા તથા તેમના માટે ઘાસચારો અપુરતો હોવાને કારણે સંચાલકો દ્વારા છેલ્લા કેટલાક સમયથી ગણોતિયાઓ પાસેની અંદાજે ૧૪૦ એકર જમીનમાં તેમનો ઉલ્લેખ છે ત્યારે તે જમીન ખુલ્લી કરાવવા માટેની હિલચાલ શરૂ થઈ છે.

Advertisement

પાંજરાપોળ પાસે અંદાજે ૮૦૦ એકર જમીન 

આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ IDAR માં આવેલી પાંજરાપોળ પાસે વર્ષોથી અંદાજે ૮૮૮ એકર જમીન છે. તે પૈકી ૧૪૦ એકર જમીન પર ગણોતિયાઓનો ઉલ્લેખ છે. પરંતુ તેમની પાસે કોઈ ચોક્કસ આધાર પુરાવા ન હોવાથી તેઓ માલિકી હક્ક ભોગવી શકતા નથી. દરમ્યાન પાંજરાપોળના સંચાલકોએ ગણોતિયાઓ પાસેની અંદાજે ૧૪૦ એકર જમીન પરનો કબ્જો ખુલ્લો કરાવવાની તજવીજ હાથ ધરાતાં ગણોતિયાઓમાં દોડધામ મચી ગઈ છે.

વર્ષો અગાઉ ઈડરના રાજા રજવાડાઓએ જમીન દાનમાં આપી હતી

ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠા જિલ્લામાં અબોલા પશુઓની નિભાવ કરતી ઈડર પાંજરાપોળ વર્ષો અગાઉ ઈડરના રાજા રજવાડાઓએ જમીન દાનમાં આપી હતી અને હાલમાં આ વિશાળ પાંજરાપોળમાં અનેક અબોલા પશુઓને રાખવામાં આવે છે. પાંજરાપોળના નિભાવ માટે દાતાઓની દાનની સરવાણીથી સંસ્થા ચાલી રહી છે વર્ષો જૂની પાંજરાપોળમાં ગાય, બળદ, વાછરડા, ભેંસ, પાડા, ઘેટાં, બકરા સહીત અંદાજે ૩૨૪૮ અબોલ જીવોનો નિભાવ કરાઈ રહયો છે. ત્યારે પાંજરાપોળની ૮૮૮ એકર જમીનમાંથી અંદાજે ૧૪૦ એકર જમીન પર બિન અધિકૃત કબજો જમાવી ગણોતિયા તરીકે છેલ્લા કેટલાય વર્ષોથી વાવેતર કરાઈ રહયુ છે. હકિકતમાં આ જમીન રાજા રજવાડાઓએ ઈડર પાંજરાપોળ સંસ્થાને અબોલ જીવો માટે આપેલી છે ત્યારે રાજ્ય સરકારની સુચનાના આધારે ગાયોના ચરણ માટે આપેલી પાંજરાપોળની જમીનો ખૂલ્લી કરાવવી.

Advertisement

જે અંતગર્ત પાંજરાપોળ સંસ્થા દ્વારા ૧૪૦ એકર જમીન પર ગણોતિયા તરીકે ઉલ્લેખ કરવામાં આવેલ લોકોને તેમની પાસે આ જમીનના કોઈ ચોક્કસ આધાર પુરાવા અને ગણોતિયા હયાત હોય તેવા રજૂ કરવા તાકીદ કરાઈ હોવા છતાં આ ગણોતિયાઓ હજુ સુધી ચોકકસ આધાર પુરાવા રજૂ ન કરી શકતા પાંજરાપોળ કમિટી દ્વારા સંસ્થાની જમીન પર બિનઅધિકૃત જમીન પરના કેટલાક દબાણો દુર કરવા માટે તાજેતરમાં જેસીબીનો ઉપયોગ કરાઈ રહયો છે આગામી દિવસોમાં ઈડર પાંજરાપોળ સંસ્થાની ૧૪૦ એકર જમીન પર અબોલ જીવોના લીલા ઘાસચારામાં વધારો થઈ શકશે.

પાંજરાપોળના ટ્રસ્ટી શું કહે છે ?

ઈડર પાંજરાપોળ સંસ્થાના ટ્રસ્ટી પી.સી.પટેલે જણાવાયું હતુ કે, બાર વર્ષથી અમો પાંજરાપોળનો વહીવટ કરીએ છીએ અને વર્ષો અગાઉ રાજા મહારાજાઓ દ્વારા પાંજરાપોળ સંસ્થાને જમીનદાનમાં અપાઈ હતી. બાર વર્ષથી ૧૪૦ એકર જમીન પર નાના-મોટા ગણોતિયા પાસે તેનો કબજો હતો જેથી સરકારની વારંવાર ટકોરથી ટ્રસ્ટી મંડળે ગાયોના ચરણ માટે આપેલી જમીન પર કોઈનો કબજો હોય તો તેવી જમીનો ખૂલ્લી કરાવી પરત લઈ લેવી એટલે ચાર દિવસથી સ્થળ તપાસ કરી ગણોતિયાઓનો સંપર્ક કરાયો હતો પરંતુ તેમના દ્વારા કોઈ આધાર પુરાવા રજુ ન કરતાં કબ્જો પરત લેવા માટેની કાર્યવાહી શરૂ કરાઈ છે. જમીનના મૂળ માલિક છે ઈડર પાંજરાપોળ છે તેમ જણાવ્યું હતું.

Advertisement

અહેવાલ  - યશ ઉપાધ્યાય 

આ પણ વાંચો : VADODARA : વટવૃક્ષ ધરાશાયી થતા વાહનોનો ખુરદો બોલી ગયો

Tags :
Advertisement

.