રાજ્યમાં 24 કલાકમાં કેટલો વરસાદ પડ્યો? હવામાન વિભાગે જાહેર કર્યા આંકડા
રાજ્યમાં 24 કલાકમાં 128 તાલુકામાં વરસાદ
જેતપુર પાવીમાં સૌથી વધુ 8 ઈંચ વરસાદ પડ્યો
બોડેલીમાં 8, જાંબુઘોડા તાલુકામાં 6 ઈંચ વરસાદ
તિલકવાડા અને સંખડા તાલુકામાં 4-4 ઈંચ વરસાદ
સિનોરામાં સાડા 3 ઈંચ, ડભોઈમાં 2 ઈંચ વરસાદ
કપરાડા, બોરસદ, નસવાડીમાં 2-2 ઈંચ વરસાદ
રાજ્યના 9 તાલુકામાં 1થી 2 ઈંચ સુધીનો વરસાદ
ગુજરાત જિલ્લામાં આજે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદની સંભાવના છે. અમદાવાદ-ગાંધીનગરમાં પણ હળવા વરસાદની શક્યતા છે. જો કે હવામાન વિભાગની આગાહી મુજબ આજથી વરસાદનું જોર ઘટશે. IMD દ્વારા આજે જાહેર કરાયેલી આગાહી મુજબ શનિવાર અને રવિવારે ગુજરાતના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ દરમિયાન રાજ્યમાં 128 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. છોટા ઉદેપુરના પાવી જેતપુરમાં સૌથી વધુ સવા આઠ ઈંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગે છેલ્લા 24 કલાકના વરસાદના આંકડાઓ જાહેર કર્યા
ગુજરાતમાં અતિભારે વરસાદ આગાહી
રાજ્યની વાત કરીએ તો આજે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદનું અનુમાન જોવા મળી રહ્યું છે. આજે નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચમાં વરસાદ રહેશે. તો સાથે છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, વડોદરા, ખેડા, નડિયાદ, આણંદ સામાન્ય વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ જોવા મળી છે.
જુલાઈ પછી ઓગસ્ટ મહિનામાં તા. 1 થી 15 તારીખ સુધીમાં વધુ એક સિસ્ટમ આવવાનું અનુમાન છે. તેના કારણે પણ ઓગસ્ટમાં વરસાદ થવાની સંભાવના છે. ઓગસ્ટ સુધી ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો-NAVSARI : 24 કલાકમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો, કાવેરી અને અંબિકા નદીમાં ઘોડાપુર
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.