Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gamezone Fire : સરકારી સહાય મેળવવા રચ્યું તરકટ...વાંચો અહેવાલ

Gamezone Fire : રાજકોટની કાળજુ કંપી જાય તેવા હ્રદયદ્વાવક  Gamezone Fire ની ઘટનામાં 27 લોકોના મોત થયા છે. આ ગોઝારી ઘટનામાં પણ  લાભ લેવાનું કેટલાક નપાવટો ચુક્યા નથી. રાજકોટ પોલીસે એવા શખ્સને પકડ્યો છે જેણે પોતાના પરિવારજનો ઘરમાં જ હોવા...
gamezone fire   સરકારી સહાય મેળવવા રચ્યું તરકટ   વાંચો અહેવાલ
Advertisement

Gamezone Fire : રાજકોટની કાળજુ કંપી જાય તેવા હ્રદયદ્વાવક  Gamezone Fire ની ઘટનામાં 27 લોકોના મોત થયા છે. આ ગોઝારી ઘટનામાં પણ  લાભ લેવાનું કેટલાક નપાવટો ચુક્યા નથી. રાજકોટ પોલીસે એવા શખ્સને પકડ્યો છે જેણે પોતાના પરિવારજનો ઘરમાં જ હોવા છતાં ગેમઝોન દુર્ઘટનામાં મિસિંગ હોવાનું પોલીસને જણાવી પોલીસને ગુમરાહ કરી હતી. પોલીસે આ શખ્સને પકડી લીધો છે અને તેની સામે ગુનો નોંધ્યો છે. સરકારી સહાય લેવા માટે આ પ્રકારનું તરકટ રચ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

પોલીસને ખોટી માહિતી આપી

સરકારે આજે સત્તાવાર જાહેર કર્યું છે કે રાજકોટ દુર્ઘટનામાં 27 મૃતકોનું ડીએનએ મેચ થયું છે. બીજી તરફ ટીઆરપી ગેમઝોન દુર્ઘટનામાં પોતાના સગા ગુમ હોવાનું રાજકોટના હિતેશ ઉર્ફે વિજય પંડ્યા નામના શખ્સે પોલીસને જણાવ્યું હતું, જેથી પોલીસે તે દિશામાં તપાસ શરુ કરી હતી.

Advertisement

ભાણેજ પ્રિયાંશ જાની તેમજ જુના પાડોશી મનોજ સાવલિયાના બે સંતાનો ગુમ હોવાનું જણાવ્યું

હિતેશે પોલીસને જણાવ્યું કે પોતાનો ભાણેજ પ્રિયાંશ જાની તેમજ જુના પાડોશી મનોજ સાવલિયાના બે સંતાનો ગેમ ઝોન ગયા હતા જેથી પોલીસે ત્રણેયની શોધખોળ શરુ કર્યું હતું. તપાસમાં જણાયું હતું કે હિતેશે આપેલી માહિતી ખોટી હતી કારણ કે હિતેશે જેમના નામ ગુમ હોવાનું લખાવ્યું હતું તે ત્રણેય તો તેના ઘરમાં જ હતા.

Advertisement

ખોટી રીતે સરકારી સહાય મેળવવા માટે તરકટ રચ્યું

પોલીસને ગુમરાહ કરતાં પોલીસે હિતેશની પોલીસે ધરપકડ કરી હતી અને તેની સામે ફરિયાદ નોંધી હતી. પોલીસને તેણે જણાવ્યું કે બીજા લોકો તેમના સગા મિસિંગ હોવાનું લખાવતા હતા જેથી મે પણ મિસિંગ લખાવ્યું હતું. જ્યારે તેના પરિવારજનો તો ઘરમાં જ હતા જેનો દાવો કર્યો હતો કે તે ગુમ છે. તેણે ગેમઝોનમાં ગયા બાદ પરત ન ફર્યા હોય તે પ્રકારની ખોટી માહિતી આપી હતી. ખોટી રીતે સરકારી સહાય મેળવવા માટે તરકટ રચ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.

હિતેશ ઉર્ફે વિજય પંડ્યા રસોઈ કામ કરી ગુજરાન ચલાવતો

આખરે પ્રદ્યુમન નગર પોલીસ મથક ખાતે ફરજ બજાવનારા હેડ કોન્સ્ટેબલ ધર્મેશ ડાંગરે પોલીસે હિતેશ પંડ્યા સામે ગુનો નોંધ્યો હતો. હિતેશ સામે આઇપીસી 211 મુજબ પોલીસ દ્વારા એનસી ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ત્યારબાદ તેને જામીન પર મુક્ત કરાયો હતો. પોલીસે કહ્યું કે આરોપી હિતેશ ઉર્ફે વિજય પંડ્યા રસોઈ કામ કરી ગુજરાન ચલાવતો હતો.

આ પણ વાંચો---- Rajkot TRP Gamezone : દૂર્ઘટનાના 27 મૃતકની DNAના આધારે ઓળખ કરાઇ

Tags :
Advertisement

.

×