Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Harani Kand: ઘોર બેદરકારી! સેવઉસળવાળો બોટનો અનુભવી કઈ રીતે હોઈ શકે?

Harani Kand: મોરબી હોનારતના ઘા તો હજી રૂજ્યા નથી ત્યાં વડોદરામાં ગુરૂવારે મોટી દૂર્ઘટના ઘટી છે. પરિવારના લોકો હજી પણ હૈયાફાટ રૂદન કરી રહ્યા છે. વડોદરામાં બોટ પલટી જતા 12 બાળકો સહિત બે શિક્ષકોના કરૂણ મોત થયા છે. વડોદરા શહેરમાં...
harani kand  ઘોર બેદરકારી  સેવઉસળવાળો બોટનો અનુભવી કઈ રીતે હોઈ શકે

Harani Kand: મોરબી હોનારતના ઘા તો હજી રૂજ્યા નથી ત્યાં વડોદરામાં ગુરૂવારે મોટી દૂર્ઘટના ઘટી છે. પરિવારના લોકો હજી પણ હૈયાફાટ રૂદન કરી રહ્યા છે. વડોદરામાં બોટ પલટી જતા 12 બાળકો સહિત બે શિક્ષકોના કરૂણ મોત થયા છે. વડોદરા શહેરમાં આવેલી ન્યૂ સન રાઈઝ શાળાના 12 નાના ભૂલકાઓ અને 2 શિક્ષકો શિક્ષકોના કરૂણ મોતથી શહેરમાં શોકનું મોજું ફરી વળ્યું છે. વડોદરાની ન્યૂ સન રાઈઝ સ્કૂલના 82 વિદ્યાર્થી હરણી તળાવના પ્રવાસે ગયા હતા. જેમાંથી 23 વિદ્યાર્થી અને ચાર શિક્ષક બોટિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક હરણી તળાવમાં બોટે પલટી મારી જતા વિદ્યાર્થીઓ તળાવમાં ડૂબી ગયા હતા.

Advertisement

રદ થયેલો કોન્ટ્રાક્ટ ફરી કેમ અપાયો?

અત્યારે સવાલો થઈ રહ્યા છે કે, આવી દૂર્ઘટના પાછળ જબાવદાર કોણ છે? કોણ હતું આનો કોન્ટ્રાક્ટર? કઈ રીતે થઈ આવી બેદરકારી? મળતી વિગતો પ્રમાણે જ્યારે આ કોન્ટ્રાક્ટ આપવામા આવ્યો હતો ત્યારથી જ બેદરકારી થઈ હતી. 2016માં આ કોન્ટ્રાક્ટ અપાયો તેનાથી વિએમસીને નુકશાન જતુ હતું. આખરે એક ફરસાણવાળાને વિએમસીએ કોન્ટ્રાક્ટ કેવી રીતે આપી દીધો. મુળ કોન્ટ્રાક્ટર કોટીયાને માત્ર ફરસાણનો અનુભવ હત છતાં પણ તેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.

Advertisement

કોન્ટ્રાક્ટની હેરાફેરીએ બાળકોનો જીવ લીધો!

મળતી વિગતો પ્રમાણે વિપક્ષના વિરોધ બાદ કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો હતો. જોકે બાદમા શહેર પ્રમુખ સાથે સાઠ ગાઠ કરીને પરાગ શાહને ટેકનિકલ વ્યક્તિ બતાવી કોટીયા અને પરાગ શાહએ JV(જોઈન્ટ વેન્ચર ) કરી કોન્ટ્રાક્ટ મેળવી લીધો હતો. ઉલ્લેખનીય છે કે, મુળ કોન્ટ્રાક્ટર પરેશ શાહ હજી પણ ફરાર છે. સવાલ એ થાય છે કે, બોટ ચલાવવા માટે કોઈ અનુભવીની જગ્યાએ ફરસાણવાળાને કેમ રાખવામાં આવ્યો?

આ પણ વાંચો: Harni Motnath lake: હરણી બોટ દુર્ઘટના મામલે 18 સામે ગુનો દાખલ, આ રહ્યું લિસ્ટ

આખરે આના પાછળની જવાબદારી કોની?

નોંધનીય છે કે, આ હરણી તળાવ (Harani Kand)માં હોડી ચલાવવાનો કોન્ટ્રાક્ટ કોટિયા કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ લિમિટેડના પરેશ શાહ પાસે હતો. એટલું જ નહીં પરંતુ આ બોટ ચલાવનાર વ્યક્ત સેવઉસળની લારીવાળો હોવાની વિગતો સામે આવી છે. આખરે બાળકોની જીવ સાથે આવી રમત શા માટે રમવામાં આવી?

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.