Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat First Impact: ભરૂચમાં ફુડ એન્ડ ડ્રગ્સના દરોડા, પાણીપુરીનો સામાન જોઈ અધિકારીઓ ચોંક્યા

Gujarat First Impact: ભરૂચ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાં જ ઘણી ખાણીપીણીની લારી ઉપર ગંદકીના સામ્રાજ્ય જોવા મળતા હોય છે, પરંતુ ખરેખર પાણીપુરીના સ્વાદ પ્રેમીઓની પાણીપુરી કેવી જગ્યાએ તૈયાર થાય છે તે કેટલી સ્વચ્છતા છે?  આ બાબતે ગુજરાત ફર્સ્ટ (Gujarat First...
gujarat first impact  ભરૂચમાં ફુડ એન્ડ ડ્રગ્સના દરોડા  પાણીપુરીનો સામાન જોઈ અધિકારીઓ ચોંક્યા

Gujarat First Impact: ભરૂચ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાં જ ઘણી ખાણીપીણીની લારી ઉપર ગંદકીના સામ્રાજ્ય જોવા મળતા હોય છે, પરંતુ ખરેખર પાણીપુરીના સ્વાદ પ્રેમીઓની પાણીપુરી કેવી જગ્યાએ તૈયાર થાય છે તે કેટલી સ્વચ્છતા છે?  આ બાબતે ગુજરાત ફર્સ્ટ (Gujarat First ) દ્વારા સ્ટોરી કરવામાં આવી હતી. Gujarat First દ્વારા કરવામાં આવેલી સ્ટોરીના સવાલો વચ્ચે ભરૂચના ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા રતન તળાવ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અહીં અધિકારીઓને પણ ચોકાવનારા દ્રશ્ય જોવા મળ્યા હતા. જેથી બટાકાના માવા પાણી તેલનો નાશ કરી દીધો હતો.

Advertisement

ભરૂચમાં ખાણીપીણીની લારીઓ ઉપર માખી મચ્છરોના ઉપદ્રવ વચ્ચે વાનગીઓ તૈયાર થતી હોય છે. જેના કારણે રોગચાળો ફાટી નીકળતો હોય છે. ભરૂચમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ બીમારીના દર્દીઓ મળી આવતા ભરૂચના ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પણ વિવિધ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચના રતન તળાવ વિસ્તારમાં અત્યંત ગંદકીના સામ્રાજ્ય વચ્ચે પાણીપુરીના બટાકાના માવાથી માંડી અત્યંત ગંદુ તેલ વાપરતું હતું. બટાકા અને ચણાને પ્લાસ્ટિકની કોથળીમાં જ બાફવામાં આવતા હોવાના પણ ચોકાવનારા દ્રશ્યો જોઈને અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. તમામ બટાકાનો માવો ચણા પાણી તેલ સહીતની સામગ્રીઓનો સ્થળ ઉપર જ નિકાલ કરાયો હતો

પાણીપુરી વાળાઓ પોતાના ઘરોમાં જ્યાં પાણીપુરી તૈયાર કરે છે, ત્યાં સ્વચ્છતાના પણ ધજાગરા ઉડ્યા હતા. અત્યંત ગંદકીના સામ્રાજ્ય અને લોખંડના પતરા ઉપર ટપકતી ગંદકીના દ્રશ્યો જોઈ અધિકારીઓએ સ્થળ ઉપર કાર્યવાહી કરી હતી. પાણીના તથા તેલના સેમ્પલો લેવા સાથે કાર્યવાહી પણ કરી છે, પરંતુ ભરૂચમાં પાણીપુરી કેટલી સ્વચ્છતા હતી બનાવવામાં આવે છે તે પણ પાણીપુરીના સ્વાદ પ્રેમીઓએ જાણવું જરૂરી છે.

Advertisement

રતન તળાવ વિસ્તારમાં જ્યાં પાણીપુરી તૈયાર થાય છે ત્યાં પણ જે લોકો પરપ્રાંતિયો રહે છે. તેમના ભાડા કરાર કરાયા છે કે કેમ? પાણીપુરીમાં પાણીનો કયો ઉપયોગ કરે છે? જેવા અનેક પ્રશ્નો પણ પોલીસ માટે તપાસનો વિષય બની ગયો છે. પરપ્રાંતિયોએ અધિકારીઓ સામે દાદાગીરીના પગલે અધિકારીઓએ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.

પાણીપુરીવાળાઓ પાસે ફ્રુડ એન્ડ ડ્રગ્સના લાઇસન્સ જ નથી

ભરૂચ જિલ્લામાં ઘણી ખાણીપીણીની લારીઓ અને રેસ્ટોરન્ટો ચાલે છે અને ગંદકીના સામ્રાજ્ય વચ્ચે વાનગીઓ તૈયાર કરતા હોય છે, પરંતુ ઘણા પાણીપુરીવાળાઓથી માંડી અન્ય લારીવાળાઓ પાસે ફ્રુડ એન્ડ ડ્રગ વિભાગના લાયસન્સો પણ મેળવ્યા નથી. સૌથી વધારે પાણીપુરી વાળા ગંદકીના સામ્રાજ્ય વચ્ચે પાણીપુરી તૈયાર કરતા હોય છે. જેને લઇ ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોવાના ક્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી અશોક રાઠવા એ કહ્યું હતું.

Advertisement

ક્રૂડ એન્ડ ડ્રગ્સનું લાયસન્સ તો ઠીક ભાડા કરાર પણ નથી

ભરૂચના ઘણા સ્લમ વિસ્તારોમાં પાણીપુરીવાળા પરપ્રાંતીઓને મકાનો ભાડેથી આપી દેવામાં આવે છે. અત્યંત ગંદકીના સામ્રાજ્ય વચ્ચે પાણીપુરી તૈયાર થતી હોય છે. જોકે ભાડા કરાવી ના રહેતા પાણીપુરીવાળાઓ સામે કાર્યવાહી કરવાની જવાબદારી પોલીસની છે. રતન તળાવ નજીક પાણીપુરીવાળા થી પોલીસ મથક માત્ર 100 મીટરની હદમાં જ છે. જેમની પાસે ભાડા કરાર જ ન હોય તો તે ફ્રૂટ એન્ડ ડ્રગ્સના લાયસન્સ પણ કેવી રીતે મેળવી શકે? તેવા સવાલો પણ ઊભા થઈ છે

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો: રાજકીય હુંસાતુંસીમાં ફસાય છે ખોડલધામ: જયેશ રાદડિયા અને નરેશ પટેલ સામસામે

આ પણ વાંચો: Ahmedabad શહેરમાં અકસ્માતોની ભરમાર! ફરી એક નિર્દોષ યુવતીને કાળ ભરખી ગયો

આ પણ વાંચો: kutch: નવ વર્ષની બાળકી પર આચર્યું હતું દુષ્કર્મ, પાંચ વર્ષ બાદ કોર્ટે ફટકારી 10 વર્ષની સજા

Tags :
Advertisement

.