Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભારત-પાકિસ્તાન મેચ પહેલા અમદાવાદ પોલીસનું ગ્રાન્ડ રિહર્સલ

અહેવાલ - પ્રદિપ કચીયા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનની મેચને લઈને અમદાવાદ પોલીસ અને કેન્દ્રની એજન્સીઓ એલર્ટ મોડમાં છે. ત્યારે આજે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને સાથે એજન્સીઓ પણ બંદોબસ્તમાં...
ભારત પાકિસ્તાન મેચ પહેલા અમદાવાદ પોલીસનું ગ્રાન્ડ રિહર્સલ

અહેવાલ - પ્રદિપ કચીયા

Advertisement

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાનની મેચને લઈને અમદાવાદ પોલીસ અને કેન્દ્રની એજન્સીઓ એલર્ટ મોડમાં છે. ત્યારે આજે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને સાથે એજન્સીઓ પણ બંદોબસ્તમાં જોડાશે તે અંગે રિહર્સલ પણ કર્યું હતું.

Advertisement

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આગામી 14 ઓક્ટોબરના રોજ ભારત- પાકિસ્તાન વચ્ચેની હાઈ વૉલ્ટેજ મેચ રમાવવાની છે. મેચ જોવા માટે એક લાખથી વધુ પ્રેક્ષકો સ્ટેડિયમમાં પહોંચવાના છે. હાઈ વોલ્ટેજ મેચના પગલે અમદાવાદ શહેર પોલીસ સહિત સુરક્ષા એજન્સીઓ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાખવામાં આવ્યો છે. આજે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સ્ટેડિયમ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ખાસ કરીને એન્ટી ડ્રોન સિસ્ટમથી સ્ટેડિયમની આસપાસ બાજ નજર રાખવામાં આવશે. સ્ટેડિયમની 3 કિલોમીટર વિસ્તારની રેન્જમાં જો કોઈ ડ્રોન ઉડતું હશે તો તેને તોડી પાડવામાં આવશે.

Advertisement

એન્ટી ડ્રોન સિસ્ટમ, ડોગ સ્ક્વોડ સહિતની મદદથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મેચના દિવસે લોખંડી બંદોબસ્ત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રહેશે. મેચના દિવસે શહેર ક્રાઈમ બ્રાન્ચ ઉપરાંત લોકલ પોલીસ, NSG સહિત સુરક્ષા એજન્સીઓ પણ બંદોબસ્તમાં રહેશે. પોલીસ બંદોબસ્ત ઉપરાંત સાયબર ક્રાઇમ દ્વારા પણ સોશિયલ મીડિયા ઉપર નજર રાખવામાં આવશે સોશિયલ મીડિયા મારફતે જો કોઈપણ ભાંગફોડીયા પ્રવૃત્તિ અથવા કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતું હશે તો તેઓની સામે ચોક્કસથી કાર્યવાહી કરવામાં આવશે. સાયબર ક્રાઇમની ટીમ દ્વારા મેચના દિવસે પણ સમગ્ર સોશિયલ મીડિયા ઉપર વોચ ગોઠવી અને કોઈ ખોટી માહિતી કે આપવાના ફેલાવે તેનું ધ્યાન રાખવામાં આવશે.

કોઈપણ વ્યક્તિ પાસે ટિકિટ હોય તો તેઓએ ટિકિટ અસલી છે કે નકલી તેની પહેલા ખરાઈ કરી લેવાની રહેશે. જો કોઈની પાસે નકલી ટિકિટ હોય તો તેઓએ પોલીસનો સંપર્ક કરવાનો રહેશે. પોલીસનો સંપર્ક કરતા તેઓ જેને નકલી ટિકિટ આપી છે તે આરોપીઓ સુધી પહોંચી શકશે. નકલી ટિકિટ હશે તેઓને સ્ટેડિયમમાં પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં જેથી જેની પણ પાસે ટિકિટ હોય તેઓએ આ મામલે પહેલા ખરાઈ કરી લેવાની રહેશે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.