Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

હાઈકોર્ટનો 'તત્કાલ આત્મસમપર્ણ'નો આદેશ થયો અને તિસ્તા અને તેમના પતિએ મોબાઈલ ફોન બંધ કરી દીધાં ?

ગુજરાત હાઈકોર્ટે તિસ્તા સેતલવાડ (Teesta Setalvad) ની જામીન અરજી ફગાવી તેમને તત્કાલ 'આત્મસમર્પણ' કરવાનો શનિવારે આદેશ આપ્યો છે. ગુજરાતમાં વર્ષ 2002માં થયેલા ગોધરાકાંડ બાદના રમખાણોમાં કથિત નકલી પૂરાવા ઊભા કરી સરકારને બદનામ કરવાના આરોપના મામલામાં હાઈકોર્ટે જામીન અરજી ફગાવી છે....
હાઈકોર્ટનો  તત્કાલ આત્મસમપર્ણ નો આદેશ થયો અને તિસ્તા અને તેમના પતિએ મોબાઈલ ફોન બંધ કરી દીધાં
Advertisement

ગુજરાત હાઈકોર્ટે તિસ્તા સેતલવાડ (Teesta Setalvad) ની જામીન અરજી ફગાવી તેમને તત્કાલ 'આત્મસમર્પણ' કરવાનો શનિવારે આદેશ આપ્યો છે. ગુજરાતમાં વર્ષ 2002માં થયેલા ગોધરાકાંડ બાદના રમખાણોમાં કથિત નકલી પૂરાવા ઊભા કરી સરકારને બદનામ કરવાના આરોપના મામલામાં હાઈકોર્ટે જામીન અરજી ફગાવી છે. તિસ્તા સેતલવાડ અને તેમના પતિ જાવેદ આનંદ (Javed Anand) ના મોબાઈલ ફોન અદાલતના આદેશ બાદ બંધ આવી રહ્યાં છે. હાઈકોર્ટના હુકમની જાણ કરવા સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ (SIT) ના તપાસ અધિકારી એસીપી બી. સી. સોલંકી (ACP B C Solanki) એ તિસ્તા અને તેમના પતિનો સંપર્ક કર્યો હતો અને મોબાઈલ ફોન પર મેસેજ કર્યો હતો. તિસ્તા અને જાવેદ આનંદના ફોન ઉપરાંત તેમના NGO ના મોબાઈલ ફોન પર સંપર્ક કરવાનો અધિકારીઓએ પ્રયાસ કર્યો હતો, પરંતુ તે પણ બંધ આવી રહ્યો છે.

હુકમની જાણ કરવા SIT પ્રયત્નશીલ

Advertisement

સુપ્રીમ કોર્ટે તારીખ 2 સપ્ટેમ્બર-2022માં વચગાળાના શરતી જામીન આપ્યા હતા ત્યારથી તિસ્તા સેતલવાડ બહાર હતા. ગુજરાત હાઈકોર્ટ (Gujarat Highcourt) માં કરાયેલી તિસ્તાની જામીન અરજીને જસ્ટીસ નિર્ઝર દેસાઈ (Justice Nirzar Desai) એ ફગાવી દઈ તત્કાલ આત્મસમપર્ણ કરવા આદેશ કર્યો હતો. આદેશ થતાંની સાથે જ SIT ના તપાસ અધિકારી સોલંકીએ તિસ્તાને જાણ કરવા પ્રયાસ શરૂ કરી દીધા હતાં. તિસ્તા સેતલવાડનો મોબાઈલ ફોન બંધ આવતો હોવાથી અધિકારીએ તિસ્તાના પતિ જાવેદ આનંદના મોબાઈલ ફોન પર સંપર્ક કરતા ફોન નો રિપ્લાય આવતો હોવાથી મેસેજ કરીને હાઈકોર્ટના હુકમની જાણ કરાઈ હતી. થોડી મિનિટો બાદ જાવેદ આનંદનો ફોન સ્વીચ ઑફ થઈ જતા તિસ્તાના NGO ના મોબાઈલ ફોન પર સંપર્ક કરતા તે પણ બંધ આવતો હતો. અદાલતના હુકમની જાણ કરવા SIT ઉપરાંત ATS અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે તિસ્તા સેતલવાડ સુધી પહોંચવા પ્રયત્નશીલ બની ગઈ છે.

Advertisement

શું છે સમગ્ર મામલો ?

ગોધરકાંડ બાદ ફાટી નીકળેલા તોફાનોને લઈને તિસ્તા સેતલવાડે વર્ષ 2002થી 2022 સુધી સરકાર વિરુદ્ધ સતત આરોપ લગાવી બદનામ કરવાના પ્રયાસ કર્યા હતા. આ માટે તેમને રાજકીય ફાયદો પણ મેળવ્યો છે. રમખાણોમાં સરકારની ભૂમિકાને ખરાબ રીતે રજૂ કરી હતી. તિસ્તાએ સરકાર સામે ખોટા આરોપ લગાવવા માટે આર્થિક લાભ લીધા હોવાના પૂરાવા તપાસમાં મળ્યા હતા. તિસ્તા સેતલવાડની સાથેના કાવતરામાં પૂર્વ IPS આર.બી. શ્રીકુમાર (R B Sreekumar IPS) અને પૂર્વ IPS સંજીવ ભટ્ટ (Sanjiv Bhatt IPS) ની ભૂમિકા પણ સામે આવી હતી. 25 જૂન 2022ના રોજ તિસ્તા સેતલવાડની મુંબઈ ખાતેના નિવાસસ્થાનેથી ગુજરાત એટીએસ (Gujarat ATS) એ ધરપકડ કરી હતી. તારીખ 2 સપ્ટેમ્બર 2022ના રોજ સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડને વચગાળાના શરતી જામીન આપ્યા હતા અને તેમને ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન મેળવવા આદેશ આપ્યો હતો. જામીન અરજીને હાઈકોર્ટે ફગાવી દઈ તત્કાલ આત્મસમપર્ણ કરવા આદેશ કર્યો હતો. Highcourt Justice નિર્ઝર દેસાઈના નિર્ણય બાદ વરિષ્ઠ વકીલ મિહિર ઠાકોરે (Advocate Mihir Thakore) કોર્ટના નિર્ણયના અમલ પર 30 દિવસની મુદ્દત સુધી રોક લગાવવા વિનંતી કરી હતી. જોકે, આ વિનંતી સ્વીકારાઈ નહોતી.

શું કરી શકે છે તિસ્તા સેતલવાડ

ગુજરાત હાઈકોર્ટના હુકમ બાદ તિસ્તા દેશમાં જ્યાં પણ હોય તે સ્થળથી નજીકમાં આવેલા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ શકે છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા તે સમયે જે જેલમાંથી મુક્ત થયા હતાં તે જેલ ખાતે પણ હાજર થઈ શકે છે. એક શક્યતા અનુસાર તિસ્તા સેતલવાડ ફરીથી સુપ્રીમ કોર્ટ (Supreme Court) ના દ્ધાર ખખડાવવાનો પણ પ્રયાસ કરી શકે છે.

આ પણ વાંચો : વાયરલ વિડીયોમાં સરખેજ પોલીસને 4 મહિના બાદ મર્સિડીઝ કાર દેખાઈ, વધુ તપાસ પાછળ પોલીસનો શું ઈરાદો ?

Tags :
Advertisement

Related News

featured-img
જામનગર

Jamnagar: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બે દિવસ જામનગરની મુલાકાતે, એરપોર્ટ પર કરાયું ઉષ્માભેર સ્વાગત

featured-img
રાષ્ટ્રીય

UPA સરકાર સમયે રૂપિયો નબળો પડે તો આબરૂ જતી હતી, હવે મોદી સરકાર ગર્વ લે છે! પ્રિયંકા ગાંધી

featured-img
એક્સક્લુઝીવ

ગાયનું નકલી ઘી બજારમાં ઠાલવી મહિને કરોડો કમાતા ગુનેગારોને SMC એ પકડ્યા

featured-img
રાષ્ટ્રીય

ચિતાની આગમાં સળગાવી 36 હજાર કરોડનું ડ્રગ્સ, આ રાજ્યની પોલીસે કરી કમાલ

featured-img
અમદાવાદ

Gujarat: રાજ્યમાં વધુ એક HMPV વાયરસનો કેસ નોંધાયો, પોઝિટવ કેસનો આંકડો વધ્યો

featured-img
રાષ્ટ્રીય

100 વિદ્યાર્થીનીઓના શર્ટ કઢાવી નાખ્યા, માત્ર બ્લેઝર પહેરાવીને ઘરે મોકલાઇ

Trending News

.

×