Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GONDAL : ગોંડલ બન્યું ભક્તિમય, મોરારીબાપુની રામકથાનો આજે બીજો દિવસ

GONDAL : ગોંડલ ( GONDAL ) હાલ ભક્તિમય બન્યું છે. મોટી સંખ્યામાં રામ ભક્તો રામકથા સાંભળવા માટે ગોંડલ ( GONDAL ) પહોંચ્યા છે. અને આ રામકથાનો આજે બીજો દિવસ છે. નોંધનીય છે કે, ગોંડલનાં ( GONDAL ) ભગવતપરામાં આવેલી 500...
gondal   ગોંડલ બન્યું ભક્તિમય  મોરારીબાપુની રામકથાનો આજે બીજો દિવસ
GONDAL : ગોંડલ ( GONDAL ) હાલ ભક્તિમય બન્યું છે. મોટી સંખ્યામાં રામ ભક્તો રામકથા સાંભળવા માટે ગોંડલ ( GONDAL ) પહોંચ્યા છે. અને આ રામકથાનો આજે બીજો દિવસ છે. નોંધનીય છે કે, ગોંડલનાં ( GONDAL ) ભગવતપરામાં આવેલી 500 વર્ષ પૌરાણિક જગ્યા લોહલંગધામ દ્વારા મહંત મહામંડલેશ્વર 1008 પુ.સીતારામ બાપુની અધ્યક્ષતામાં રામકથાનુ આયોજન કરાયું છે. જે માટે વિરપુર જલારામ મંદિરની જગ્યાનાં ગાદીપતિ રઘુરામબાપાનાં લઘુબંધુ ભરતભાઈની મધ્યસ્થી દ્વારા મુખ્ય મનોરથી યુગાન્ડાનાં ચેતનભાઈ સાંગાણીનાં સહયોગ દ્વારા રામકથાનું ભવ્ય આયોજન કરવામા આવ્યું છે.

સંપૂર્ણ મેનેજમેન્ટની ટીમ ખડેપગે રહે છે

વીરપુર જલારામ મંદિરના ગાદીપતિ રઘુરામ બાપાના લઘુબંધુ ભરતભાઇના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ મુખ્ય કાર્યકર્તા અશોકભાઈ પીપળીયા, રાજુભાઇ ગણાત્રા, ભુષણભાઈ, પરેશભાઈ અને સુભાષભાઈ સહિતની ટીમ સંપૂર્ણ મુખ્ય મેનેજમેન્ટ કરી રહી છે.

અલગ અલગ કાર્યાલયો ઉભા કરવામાં આવ્યા છે

Advertisement

રામકથા સ્થળે આયોજનના ભાગ રૂપે અલગ અલગ વિભાગો રાખવામા આવ્યા છે. જેમાં કાર્યાલય, ઇમરજન્સી હોસ્પિટલ, ફાયર વિભાગ, એમ્બ્યુલન્સ વિભાગ, પાણીના પરબો, પાર્કિંગ વિભાગ,ઉતારા વિભાગ,સ્વચ્છતા વિભાગ, પૂછપરછ વિભાગ,સેવા વિભાગ, ધાર્મિક સાહિત્ય વિભાગ તૈયાર કરવામાં આવ્યા છે.

ભક્તજનોને કોઈ ઇમરજન્સી સારવારની જરૂર પડે તો હોસ્પિટલની સુવિધા ઉપલબ્ધ

હિટવેવની અસરને લઈને કથા સ્થળ પર ભવ્ય AC ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. સાથે પાંચ જેટલા અલગ અલગ ભોજન શાળાના ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. કોઈ પણ ભક્તજનોને કોઈ ઇમરજન્સી સારવારની ફરજ પડે તો કથા સ્થળ પર મેડીકલ ઇમરજન્સી હોસ્પિટલની સુવિધા ઉભી કરવામાં આવી છે. જેમાં મેડીકેર હોસ્પિટલ અને નગરપાલિકા એમ્બ્યુલન્સ, સંસ્થાની એમ્બ્યુલન્સ સહિતની સુવિધાઓ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

પાણીના પરબ પર હિન્દૂ મુસ્લિમ એકતાનું પ્રતીક જોવા મળ્યું

Advertisement

કથા સાંભળવા આવતા શ્રોતાઓ માટે ભારે ગરમીના કારણે અલગ અલગ પાણીના પરબોની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં શુદ્ધ પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અહીં કથા સ્થળના ગ્રાઉન્ડમાં હિન્દૂ મુસ્લિમની એકતા પણ જોવા મળે છે.તો નાના બાળકોથી લઈને વૃધ્ધો સુધીના સેવાભાવી લોકો સેવા કરી રહ્યા છે.

શિક્ષકોની ટીમ પણ સેવામાં ખડેપગે છે

કાર્યાલયમાં ગોંડલના શિક્ષકો જેમાં અશોકભાઈ શેખડા, જ્યપાલસિંહ જાડેજા, ભાવેશભાઈ ભૂત, જીજ્ઞેશભાઈ રૈયાણી, કુલદીપસિંહ જાડેજા, મોહિતભાઈ રાજાણી, રાજુભાઇ ગોંડલિયા, ધ્રુવ ગોધવિયા, અશોકભાઈ નિમાવત, સચિનભાઈ ઝાલા અને રતીભાઈ ખૂંટ સહિતના શિક્ષકોની ટીમ આ રામકથામાં પોતાની અલગ અલગ સેવા આપે છે.

ઉતારાથી કથા સ્થળ સુધી વાહનોની વ્યવસ્થા રાખવામાં આવી છે

બહાર ગામથી કોઈ ભક્તજનો આવ્યા હોય તો તેની રહેવાની વ્યવસ્થા કરવામાં આવે છે. સાથે જે જગ્યા પર રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે તે ઉતારાથી કથા સ્થળ સુધી આવતી 26 તારીખ એટલે કે કથાના છેલ્લા દિવસ સુધી વાહનો તેડવા મુકવામાં માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જે લોકોને રહેવું હોય તે લોકોને કાર્યાલય પર આઈ ડી પ્રુફ આપવાનું રહે છે. કથામાં પધારેલા તમામ ભકજનો માટે સવારે નાસ્તો, બપોરે અને સાંજે ભોજનની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે.

અલગ અલગ સંસ્થા સ્કૂલો અને હોસ્ટેલમાં ઉતારા આપવામાં આવ્યા છે

બહારથી આવેલા ભક્તો માટે અલગ અલગ ઉતારા આપવામાં આવ્યા છે. બિલિયાળા મુલદાસબાપુ આશ્રમ, રાજપૂત સમાજ ની વાડી, સાધુ સમાજ વાડી, શ્યામ વાડી, નવાગામ ભાટિયા વાડી, કચ્છી ભાટિયા વાડી, લોહાણા મહાજન વાડી, ધોળકીયા સ્કૂલ, જય સરદાર સ્કૂલ, ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ઉતારા આપવામાં આવ્યા છે. જેમાં આવવા જવા માટે સ્કૂલ બસ જેવી કે તન્ના સ્કૂલ, ગંગોત્રી સ્કૂલ અને એશિયાટિક કોલેજની બસો સેવામાં આવે છે.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી 
Tags :
Advertisement

.