Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ, જુઓ આજના કાર્યક્રમની રૂપરેખા

સવારે 9.45 કલાકે સૂર્ય ઘર વીજળી યોજનાના લાભાર્થી સાથે સંવાદ કરશે PMAYના 26 લાખ લાભાર્થીના ગૃહ પ્રવેશ ઉજવણીમાં જોડાશે PMAY-Gના 20 હજાર લાભાર્થીને મંજૂરીપત્રોનું વિતરણ કરશે PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવેલા...
pm  મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ  જુઓ આજના કાર્યક્રમની રૂપરેખા
  1. સવારે 9.45 કલાકે સૂર્ય ઘર વીજળી યોજનાના લાભાર્થી સાથે સંવાદ કરશે
  2. PMAYના 26 લાખ લાભાર્થીના ગૃહ પ્રવેશ ઉજવણીમાં જોડાશે
  3. PMAY-Gના 20 હજાર લાભાર્થીને મંજૂરીપત્રોનું વિતરણ કરશે

PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવેલા છે. આ જે તેમના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. આજના કાર્યક્રમની વાત કરવામાં આવે તો, પીએમ મોદી સવારે 9.45 કલાકે સૂર્ય ઘર વીજળી યોજનાના લાભાર્થી સાથે સંવાદ કરશે. નોંધનીય છે કે, PMAYના 26 લાખ લાભાર્થીના ગૃહ પ્રવેશ ઉજવણીમાં જોડાશે. આ સાથે PMAY-Gના 20 હજાર લાભાર્થીને મંજૂરીપત્રોનું વિતરણ કરવામાં આવશે.

Advertisement

10.30 કલાકે મહાત્મા મંદિરમાં પીએમ મોદી હાજરી આપશે

ત્યાર પછીના કાર્યક્રમની વાત કરવામાં આવે તો, આજે સવારે 10.30 કલાકે મહાત્મા મંદિરમાં કાર્યક્રમમાં PM Modi હાજરી આપવાના છે. અહીં PM નરેન્દ્ર મોદી મહાત્મા મંદિરમાં રિ-ઈન્વેસ્ટનું ઉદ્ધાટન કરશે. નોંધનીય છે કે, પ્રધાનમંત્રી ગુજરાતને હજારો કરોડના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપવાના છે. આ સાથે અમદાવાદ અને ગાંધીનગરને જોડતી અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનું બપોરે 1.30 કલાકે વડાપ્રધાન ઉદ્ધાટન કરવાના છે. એટલું જ નહીં પરંતુ સેક્શન-1 મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી મેટ્રો સવારી કરશે.

Advertisement

આ પણ વાંચો: Navratri 2024: નવરાત્રીને લઈને પોલીસની સૌથી મોટી હેલ્મેટ ડ્રાઇવ, હેલમેટ વિના નીકળ્યા તો 500નો દંડ

અમદાવાદમાં 8 હજાર કરોડના વિકાસકાર્યોની ભેટ

બપોર પછી અમદાવાદમાં એક મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિશાળ જનમેદનીને PM Modi સંબોધન કરવાના છે. બપોરે 3.30 કલાકે અમદાવાદમાં વિકાસકામોની ભેટ આપવાના છે. અમદાવાદમાં 8 હજાર કરોડના વિકાસકાર્યોની ભેટ આપશે.

Advertisement

આ પણ વાંચો: ‘સોમ-મંગળ બે દિવસ ફરજિયાત જનતાને સાંભળો’ તમામ પોલીસ અધિકારીઓને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આદેશ

Tags :
Advertisement

.