Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gondal Eye Donation : થ્રેસરના વેક્યુમમાં 11 વર્ષની બાળકી ખેંચાઈ જતા મોત

Gondal Eye Donation : ગોંડલના નાગડકા રોડ પર આવેલી સાટોડીયા સોસાયટીમાં રહેતી 11 વર્ષની માસુમ બાળકી (Innocent baby girl) પોતાની વાડીએ અક્સ્માતે થ્રેસર મશીન (Thresher Machine) માં ખેચાઇ જતા તેનું કરુણ મોત (tragic death) નિપજ્યું હતું. સત્સંગી પરિવારે હેતવીની બન્ને...
gondal eye donation   થ્રેસરના વેક્યુમમાં 11 વર્ષની બાળકી ખેંચાઈ જતા મોત

Gondal Eye Donation : ગોંડલના નાગડકા રોડ પર આવેલી સાટોડીયા સોસાયટીમાં રહેતી 11 વર્ષની માસુમ બાળકી (Innocent baby girl) પોતાની વાડીએ અક્સ્માતે થ્રેસર મશીન (Thresher Machine) માં ખેચાઇ જતા તેનું કરુણ મોત (tragic death) નિપજ્યું હતું. સત્સંગી પરિવારે હેતવીની બન્ને આંખનું ચક્ષુદાન (eye donation) કર્યું હતું. પ્રાપ્ત વિગત મુજબ સાટોડીયા સોસાયટીમાં રહેતા જીતેન્દ્રભાઇ ધીરુભાઈ ગઢીયાની પુત્રી હેતવી રવિવારે સાંજે વાડીએ રમતી હતી. રમતા રમતા થ્રેશર પાસે પહોંચતા થ્રેસરના વેક્યુમે તેને ખેંચી લીધી હતી. જેને કારણે માથામાં ગંભીર ઇજા પહોંચતા તેનું મોત થયું હતું.

Advertisement

પરીવારે ચક્ષુદાનની ઇચ્છા વ્યક્ત કરી

મૃતક હેતવી ગુરુકુળમાં અભ્યાસ કરતી હતી. તેના માતા શિલ્પાબેન BAPS ગુરુકુલમાં શિક્ષીકા તરીકે ફરજ બજાવે છે. માસુમ હેતવીના પરીવારે ચક્ષુદાનની ઇચ્છા વ્યક્ત કરતા સામાજિક આગેવાન શિવમ સાર્વજનિક ટ્રસ્ટના દિનેશભાઈ માધડે જહાટકીયા આંખની હોસ્પિટલને જાણ કરતા હોસ્પિટલના ડોક્ટરો તરફથી સેવા આપાઇ હતી. ઘટનાની જાણ થતાં ટીમ ગણેશના સભ્યો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ત્યારબાદ ગોંડલ સિવિલ હોસ્પીટલથી શિવમ સાર્વજનિક ટ્રસ્ટની ટીમના સભ્યો જગાભાઈ બાંભવા, ગીરીશભાઈ ગોહેલ, જયભાઈ માધડ તેમજ નગરપાલિકાના સુધરાઈ સભ્ય હર્ષદભાઈ વાઘેલા દ્વારા ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફતે ચક્ષુદાન થયેલ આંખો રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી અને સેવાભાવી સંસ્થા શિવમ સાર્વજનિક ટ્રસ્ટ તેમજ ટીમ ગણેશ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. ગઢિયા પરિવાર પર આભ ફાટ્યું છતાં પરિવારે ચક્ષુદાનનો વિચાર કરી એક દાખલો બેસાડ્યો છે. જીતેન્દ્રભાઈને સંતાનમાં 2 દિકરી અને 1 દીકરો હતો. જેમાં હેતવી બીજા નંબરની દીકરી હતી.

અહેવાલ - વિશ્વાસ ભોજાણી

Advertisement

આ પણ વાંચો - Maulana : હેટ સ્પીચ કેસ બાદ જૂનાગઢમાં ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત

આ પણ વાંચો - Morbi Police : પેટ્રોલ-ડીઝલ ચોરીમાં પોલીસ ભાગીદાર, SMC ને તપાસ સોંપાઈ

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.