Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

છોટાઉદેપુર જીલ્લામાં વન વિકાસ નિગમનું કૌભાંડ સામે આવ્યું

અહેવાલ - તૌફિક શેખ, છોટાઉદેપુર છોટાઉદેપુર જીલ્લામાં એક પછી એક કોભાંડ ઉપરથી પડદા ઉઠી રહ્યા હોઈ તેમ વધુ એક કૌભાંડ વન વિકાસ નિગમનું સામે આવ્યું છે. બે વર્ષ પહેલા મૃત્યુ પામેલા લાભાર્થી અને લાભાર્થીની જાણ બહાર લાભાર્થી બનાવીને કૌભાંડને અંજામ...
છોટાઉદેપુર જીલ્લામાં વન વિકાસ નિગમનું કૌભાંડ સામે આવ્યું

અહેવાલ - તૌફિક શેખ, છોટાઉદેપુર

Advertisement

છોટાઉદેપુર જીલ્લામાં એક પછી એક કોભાંડ ઉપરથી પડદા ઉઠી રહ્યા હોઈ તેમ વધુ એક કૌભાંડ વન વિકાસ નિગમનું સામે આવ્યું છે. બે વર્ષ પહેલા મૃત્યુ પામેલા લાભાર્થી અને લાભાર્થીની જાણ બહાર લાભાર્થી બનાવીને કૌભાંડને અંજામ આપ્યો છે.

અધિકાર અધિનિયમ હેઠળ માહિતી મેળવવામાં આવી

Advertisement

છોટાઉદેપુર જિલ્લાના એક જાગૃત નાગરિક દ્વારા તાજેતરમાં વન વિકાસ નિગમમાંથી માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી મેળવવામાં આવી હતી. છોટાઉદેપુર તાલુકાના ધોળી સામલ ગામમાં તપાસ કરતા બે વ્યક્તિઓ કે જે બે વર્ષ પહેલા મૃત્યુ પામ્યા છે. તેઓના નામ ઉપર પણ રૂપિયા ચૂકવીને કૌભાંડને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. વન વિકાસના જવાબદાર અધિકારી દ્વારા આડેધડ પોતાના મળતિયા કર્મચારીઓના માધ્યમથી લાભાર્થીઓના ડોક્યુમેન્ટ્સ મેળવીને કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યુ છે.

ચોકાવનારા ખુલાસા સામે આવ્યા

Advertisement

ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા છોટાઉદેપુર તાલુકાના ધોળીસામલ ગામના યાદીમાં દર્શાવેલ લાભાર્થીઓના પરિવારની મુલાકાત લીધી હતી. જેમાં ચોકાવનારા ખુલાસા સામે આવ્યા હતા. જેમાં એક લાભાર્થી સતીયાભાઈ ભજીડાભાઈ નાયકા કે જેઓ ૧૯/૧૨/૨૦૨૧ ના રોજ મૃત્યુ પામ્યા હતા. પરંતુ વન વિકાસના અધિકારીઓ દ્વારા મૈયત વ્યક્તિના નામે પણ રૂ.૧૩,૨૦૦/- ચેક દ્વારા તેમજ ધોળીસામલ ગામના જ અન્ય તેરસિંગભાઈ જીનિયાભાઈ રાઠવા કે જેઓ ૯/૯/૨૦૨૦ ના રોજ મૈયત થઈ ગયા છે.તેઓના નામ પર પણ રૂ.૧૦૨૩૦/- રૂપિયા ચૂકવી દીધા ની માહીતી સામે સામે આવી હતી.

કોઈપણ ગૌણ પેદાશ વેચાણ કરવામાં પણ નથી

ઉલ્લેખનીય એ છે કે આ બન્ને મૃતક વ્યક્તિઓના પરિવાર દ્વારા બે વર્ષથી વન વિકાસ નિગમને કોઈપણ ગૌણ પેદાશ વેચાણ કરવામાં પણ નથી. આવી છતાં વન વિકાસ નિગમ દ્વારા તેઓના નામે ચેક બનાવીને ચૂકવી દીધા હોવાનું જણાવાઈ રહ્યું છે. આટલું ઓછું હોય તેમ આ બન્ને મૃતક થયેલાં પરિજનોને એક પણ રૂપિયો વન વિકાસ નિગમ દ્વારા મળ્યો ન હોવાનો ખુલાસો સામે આવ્યો છે.

માહિતી અધિકાર હેઠળ માહિતી મેળવવામાં આવી

છોટા ઉદેપુર જીલ્લાના એક જાગૃત નાગરિક દ્વારા વન વિકાસ નિગમમાંથી માહિતી અધિકાર હેઠળ માહિતી મેળવવામાં આવી હતી, જેમાં વન વિકાસ નિગમ દ્વારા ગૌણ પેદાશોની ખરીદીમાં લાભાર્થીની જાણ બહાર લાભાર્થીના નામે રૂપિયા ચૂકવ્યા હોવાની માહિતી આપવામાં આવી હતી. પરંતુ માહિતી માંગનાર જાગૃત વ્યક્તિએ આવા અનેક લાભાર્થીઓને રૂબરૂ મળી તપાસ કરતા આ લાભાર્થીઓને રૂપિયા નહિ મળ્યાની ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા.

કરોડો રૂપિયાના ચુકવણા કરીને મસમોટું કૌભાંડ આચર્યું

છોટા ઉદેપુર જીલ્લાના વન વિકાસ નિગમ દ્વારા કરોડો રૂપિયાના ચુકવણા કરીને મસમોટું કૌભાંડ આચર્યું હોવાની ચર્ચા એ વેગ પકડતા ગુજરાત ફર્સ્ટ ની ટીમ દ્વારા વારંવાર જવાબદાર અધિકારીઓ નો સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ જવાબદાર અધિકારી સામે ઊભા થયેલા એનેક ગંભીર સવાલો સામે એક પણ જવાબ ના હોઈ તેમ કોઈ પ્રતિક્રિયા મેળવી શકાય ના હતી. ત્યારે તેમ કેહવુ કંઈ ખોટું નથી કે બહુ ચર્ચિત ગોઝારી ઘટના બાદ પણ વન વિકાસ નિગમના અધિકારીઓના પેટનું પાણી પણ હાલતું નથી.

આ પણ વાંચો - Botad: તાલુકા સેવા સદનના ગ્રાઉન્ડમાં યુવકની તીક્ષ્ણ હથિયારથી હત્યા

Tags :
Advertisement

.