રાજ્યમાં ફાસ્ટફૂડના વેપારીઓને ત્યાં GST વિભાગના દરોડા, 40 કરોડની ટેક્સ ચોરીનો પર્દાફાશ
- રાજ્યમાં ફાસ્ટફૂડના વેપારીને ત્યાં GST વિભાગના દરોડા
- અમદાવાદ, સુરત,રાજકોટમાં કરોડોની GSTની ચોરી
- 6.75 કરોડના ભજીયા વેંચી GST ભરતા વેપારીને ત્યાં દરોડા
- આઈસ્ક્રીમ પાર્લર,જ્યુસ સેન્ટરના 24 વેપારીઓને ત્યાં દરોડા
- દરોડા દરમિયાન 40 કરોડની ટેક્સ ચોરીનો પર્દાફાશ
રાજ્યમાં ફાસ્ટફૂડના વેપારીઓને ત્યાં GST વિભાગના દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર આ વેપારીઓએ અમદાવાદ, સુરત,રાજકોટમાં કરોડોની GSTની ચોરી કરી છે અને અંતે હવે તે ઝડપાઇ તંત્રની નજરમાં આવી ચડયા છે. 6.75 કરોડના ભજીયા વેંચી GST ભરતા વેપારીને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો..
GST વિભાગ દ્વારા હવે ફાસ્ટફૂડના વેપારીઓને સકંજામાં લેવામાં આવ્યા છે. જીએસટી વિભાગ દ્વારા આઈસ્ક્રીમ પાર્લર,જ્યુસ સેન્ટરના 24 વેપારીઓને ત્યાં દરોડા પાડવમાં આવ્યા છે. આ રેડમાં 40 કરોડની ટેક્સ ચોરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ વેપારીઓ બુક્સ ઓફ એકાઉન્ટ્સમાં નફો નહિ બતાવી ટેક્સની ચોરી કરી રહ્યા હોવાની વિગત હાલ સામે આવી રહી છે. વધુમાં આ વેપારીઓ કાચા માલની ખરીદીની નોંધ હિસાબી ચોપડે બતાવતા ન હતા અને રોકડેથી થતાં વેપારનો હિસાબ મહદ અંશે બતાવતા ન હતા. ઑનલાઇન આવતું પેમેન્ટ કર્મચારી, સગાઓના ખાતામાં જમાં થતું અને ઑનલાઇન આવતું પેમેન્ટ કર્મચારી, સગાઓના ખાતામાં જમાં થતું હતું. આ રીતે વ્યાપારીઓ ટેક્સની ચોરી કરતાં હતા. GST વિભાગના સુરતમાં દરોડામાં 100 કરોડથી વધુ બિન હિસાબી વ્યવહારો મળ્યા છે. બિસ્મિલ્લાહા બ્રાન્ડના ફ્રેન્ચાઈઝી કરાર વગર 29 આઉટલેટ બન્યા હોવાની બાબત પણ સમગ્ર ઘટનામાં સામે આવી છે.
આ પણ વાંચો : AHMEDABAD : વેપારીના ઘરને તસ્કરોએ બનાવ્યું નિશાન, કરી 15.14 લાખના મુદ્દામાલની ચોરી