Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Weather : સાવધાન,આજથી આકાશમાંથી અગનગોળા વરસશે

Weather : રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. રાજ્યના Weather News માં હવામાન વિભાગ દ્વારા આજથી સતત 5 દિવસ રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અમદાવાદમા આજનું તાપમાન 46 ડિગ્રીની પાર જવાની ધારણા છે. રાજ્યમાં રાત્રે પણ 41 ડિગ્રી તાપમાન...
weather   સાવધાન આજથી આકાશમાંથી અગનગોળા વરસશે

Weather : રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. રાજ્યના Weather News માં હવામાન વિભાગ દ્વારા આજથી સતત 5 દિવસ રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અમદાવાદમા આજનું તાપમાન 46 ડિગ્રીની પાર જવાની ધારણા છે. રાજ્યમાં રાત્રે પણ 41 ડિગ્રી તાપમાન રહે તેની સંભાવના છે. વોર્મ નાઇટની અસર અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત જેવા શહેરોમાં પણ જોવા મળશે.

Advertisement

  • ગુજરાતભરમાં સૂર્યનારાયણની અગનવર્ષા
  • અમદાવાદમાં આજથી 5 દિવસ રેડ એલર્ટ
  • વડોદરા અને ભાવનગરમાં યલો એલર્ટ
  • બપોરે 12થી 4 કંટ્રકશન સાઈટ પર કામ બંધ રાખવા તાકીદ
  • ગરમી સંબધિત બીમારીના 5000 જેટલા કેસ
  • ગાંધીનગર અને હિમ્મતનગરમાં 45 ડિગ્રી તાપમાન
  • અમદાવાદમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું

આજથી જાણે કે આકાશમાંથી અગનગોળા વરસશે

રાજ્યમાં આજથી જાણે કે આકાશમાંથી અગનગોળા વરસશે તેથી સાવધાની રાખવા તંત્ર દ્વારા નાગરિકોને અપિલ કરાઇ છે. પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનોથી રાજ્યમાં લોકોને કાળઝાળ ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. હીટવેવની અસરના કારણે બપોરે 12થી સાંજે 5 વાગ્યા સુધી ઘરની બહાર ના નિકળવા અપિલ કરાઇ છે. વોર્મ નાઇટની અસરના કારણે રાત્રે 9 વાગે પણ ગરમીની અસર જોવા મળશે. રાત્રે પણ ગરમ પવનની અસર અનુભવાશે.

Advertisement

આ શહેરોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ

અસહ્ય ગરમીના કારણે અમદાવાદમાં 5 દિવસ રેડ એલર્ટ અને વડોદરા અને ભાવનગરમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સુરત, વલસાડ, આણંદ અને સુરેન્દ્રનગર, પોરબંદર,જૂનાગઢ જિલ્લામાં રેડ અને ઓરેન્જ એલર્ટ અપાયું છે. ગરમીની અસરમાંથી આગામી 5 દિવસ લોકોને કોઇ જ રાહત મળવાની શક્યતા નથી.

Advertisement

રાજ્યમાં વીજ વપરાશ વધી ગયો

ભારે ગરમીના કારણે રાજ્યમાં વીજ વપરાશ વધી ગયો છે. ખાસ કરીને લોકો એસીનો સહારો લઇ રહ્યા છે જેના કારણે દિવસ દરમિયાન 24550 જેટવી વીજ ખપત રહી છે. જે સિઝનનો સૌથી વધુ વપરાશ છે.

હિટ સ્ટ્રોક અને લૂ લાગવાના કેસ વધ્યા

બીજી તરફ ગરમીના કારણે હિટ સ્ટ્રોક અને લૂ લાગવાના તથા હાર્ટ એટેકના કિસ્સાઓ પણ વધ્યા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. વડોદરા અને સૌરાષ્ટ્રમાં હાર્ટ એટેકના કારણે 2 વ્યક્તિના મોત થયા છે. વડોદરામાં લૂ લાગવાના કારણે 2 વ્યક્તિના મોત થયા હોવાનું જાણવા મળે છે.

આ પણ વાંચો----- Gujarat Heatwave : ગુજરાતમાં ગરમીનો પારો જશે આસમાને,બે જિલ્લામાં યલો એલર્ટ

આ પણ વાંચો---- Gujarat ATS : આત્મઘાતી હુમલાનું કાવતરું ઘડનારા 4 આંતકીને ATS એ દબોચ્યા, હર્ષ સંઘવીએ કહી આ વાત

આ પણ વાંચો---- VADODARA : સોની પરિવારને વ્યાજના વિષચક્રમાં ફસાવનાર ચાર ઝબ્બે

આ પણ વાંચો---- Gujarat ATS : સુસાઇડ બોમ્બર બની ખતરનાક ષડયંત્ર રચનારા 4 આંતકીઓને લઈ આવ્યા મોટા સમાચાર

Tags :
Advertisement

.