Bharuch : મુક બધિર કિશોરની કાયમ માટે જતી આંખ ડોક્ટરોએ બચાવી
મુક બધીર બાળકને શરીરમાં શું થાય છે તેની જાણ કરવી તો કોને કરવી તે પ્રશ્ન ઉભો થતો હોય છે આવા જ એક મુક બધીર 12 વર્ષીય કિશોરની આંખ ત્રાસી થવા લાગતા તપાસ દરમિયાન આંખનો મોતિયો પાકી ગયો હોય અને ઓપરેશન ન થાય તો કાયમ માટે આંખ જઈ શકે તેવી સ્થિતિ હોવાના કારણે ભરુચના નિષ્ણાંત તબીબોએ તાબડતોબ મોતિયાનું ઓપરેશન કરી એક બાળકની આંખ બચાવી છે
મુક બધિર બાળકની આંખમાં તકલીફ
કહેવાય છે ને કે મુક બધિર એટલે બોલી અને સાંભળી ન શકે તેણે પોતાની વેદના કોઈને કહેવી હોય તો કેવી રીતે કહે આવો જ એક કિસ્સો મુક બધિર દયાદરા ગામનો 12 વર્ષીય કિશોર બલદેવ એસ. વસાવા કે જેઓ બોલી અને સાંભળી શકતો નથી તેને આંખમાં તકલીફ હતી પરંતુ તે કોને કહી શકે મુક બધીર કિશોરની એક આંખમાં ઓછું દેખાતું હતું પરંતુ તે પોતાના પરિવારને કહી શકતો ન હતો.
ઓપરેશનની જરૂર
મુક બધીર કિશોરની એક આંખ ત્રાસી થવા લાગી હોવાનું પિતાના ધ્યાને આવતા તેઓએ તાત્કાલિક ભરૂચના કોલેજ રોડ ઉપર આવેલ નારાયણ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે તપાસ અર્થે લઈ ગયા હતા. નારાયણ હોસ્પિટલમાં તપાસ દરમિયાન ડોક્ટર મિલન પંચાલ તથા આંખના નિષ્ણાંત તબીબોએ તપાસ કરતા મુક બધિરની એક આંખમાં મોતિયો હોય અને તે પાકી ગયો હોવાના કારણે તાત્કાલિક ઓપરેશન કરવાની જરૂર ઊભી થઈ હતી.
મુકબધિરની દ્રષ્ટિ બચાવી
લાંબા સમય સુધી મુક બધિર કિશોરને તપાસ સાથે હોસ્પિટલ ખાતે ન લવાયો હોત તો તેની આંખની જામણને નુકસાન થવાના કારણે તેણે કાયમ માટે પોતાની એક આ ગુમાવવાનો વારો આવી શકે તેવી સ્થિતિ હતી અને તાત્કાલિક ધોરણે આંખના નિષ્ણાંત તબીબોએ કિશોરનું ઓપરેશન કરી તેની કાયમ માટે જતી આંખને બચાવી માનવતા મહેકાવી છે.
નાની સ્ક્રિન બાળકોની આંખને નુંકસાન કરે છે
અત્રે ઉલ્લેખની આ બાબત એ પણ છે કે આંખના તબીબ ડોક્ટર મિલન પંચાલે આજના ડિજિટલ યુગમાં નાની ઉંમરમાંથી જ બાળકો મોબાઇલના રવાડે ચડી જતા હોય છે વધુ પ્રમાણમાં મોબાઈલ કે જે નાની સ્ક્રીન હોય છે અને સતત મોબાઇલમાં ધ્યાન રાખવાના કારણે આંખો ત્રાસી થવા લાગતી હોય છે શક્ય બને તેટલી પાંચ વર્ષના બાળક થાય ત્યારે તેની આંખની ચકાસણી બાદ તેને વધુ પ્રમાણમાં મોબાઈલ ઉપયોગ કરવા ન આપવા તેમજ શક્ય બને તેટલું તેમને ટીવીમાં એટલે કે મોટી સ્ક્રીન ઉપર મોબાઇલમાં રહેલી ડેપો જોઈ શકે તેવી ટેવ રાખવી જોઈએ વધુ પ્રમાણમાં નાની સ્ક્રીન વાળા મોબાઇલમાં સતત ધ્યાન રાખવાથી આખો ત્રાસી થવા સાથે ભવિષ્યમાં આંખને નુકસાન પણ કરી શકે તેમ હોય છે જેના કારણે આજના ડિજિટલ યુગમાં બાળકોને મોબાઇલથી અને વધુ પ્રમાણમાં મોબાઈલ ન આપવા માટે પણ ડોક્ટર મિલન પંચાલે અપીલ કરી છે.
અહેવાલ - દિનેશ મકવાણા, ભરૂચ
આ પણ વાંચો : બોટાદના કૃષ્ણસાગર તળાવમાં પાંચ યુવાનો ડૂબ્યા, ફાયર વિભાગે મૃતકોને બહાર કાઢ્યા