ગુજરાતના જિલ્લાઓ જળબંબાકાર,સૌથી વધુ આ જિલ્લામાં વરસાદ
રાજ્યભરમાં જુલાઈની શરુઆત સાથે જ મેઘરાજાએ જમાવટ કરી છે. રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરતા રેડ એલર્ટ આપ્યું છે.ઉત્તર ગુજરાતની વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. મહેસાણાના બહુચરાજીમાં 7 ઇંચ વરસાદથી હાહાકાર મચી ગયો છે. અહીં મહેસાણા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના આંકડા આપવામાં આવ્યા છે.
ચોમાસાની સિઝનમાં ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ 27 પોઈન્ટ 72 ટકા વરસાદ વરસ્યો. સૌથી વધુ કચ્છમાં સરેરાશ 87 પોઈન્ટ 33 ટકા વરસાદ થયો,.સૌરાષ્ટ્રમાં 41 પોઈન્ટ 18 ટકા અને ઉત્તર ગુજરાતમાં વરસ્યો 27 પોઈન્ટ 33 ટકા વરસાદ વરસ્યો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 200 તાલુકામાં વરસાદ વરસ્યો.
24 કલાકમાં રાજ્યના 200 તાલુકામાં વરસાદ
- સૌથી વધારે જુનાગઢના વિસાવદરમાં 16 ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં જામનગર શહેરમાં 11 ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં કચ્છના અંજારમાં 10 ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં નવસારીના ખેરગામમાં 9 ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં જૂનાગઢના ભેંસાણમાં 8 ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં અમરેલીના બગસરામાં 8 ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં બેચરાજી અને ધરમપુરમાં 7 ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં રાજુલા, ચીખલીમાં સાડા 6 ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં ડાંગ, વઘઈમાં છ ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં જુનાગઢ શહેરમાં 6 ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં વલસાડ અને વંથલીમાં 6 ઈંચ વરસાદ
- છેલ્લા 24 કલાકમાં જામકંડોરણા અને બરવાળામાં 5 ઈંચ વરસાદ
- વાપી, ગણદેવી અને અમરેલીમાં 5 ઈંચ વરસાદ
- જેતપુર અને વ્યારામાં 5-5 ઈંચ વરસાદ
- ગાંધીધામ, વડીયા, મેંદરડામાં સાડા ઈંચ વરસાદ
- ખાંભા, ગીર ગઢડા, લીલીયામાં સાડા ચાર ઈંચ વરસાદ
- મહુવા, ધંધુકા, સુબિરમાં ચાર ઈંચ વરસાદ
- જલાલપોર, પારડી, ડોલવણમાં ચાર ઈંચ વરસાદ
- નવસારી, જોડીયા, પ્રાંતિજમાં પોણા 4 ઈંચ વરસાદ
- વાલોડ, ધારી, જોટાણામાં સાડા 3 ઈંચ વરસાદ
- માંડવી, ધોરાજી, સાવરકુંડલામાં સાડા 3 ઈંચ વરસાદ
- તાલાલા, ઉપલેટા, સોનગઢમાં 3 ઈંચ વરસાદ
રાજ્યમાં અતિભારે વરસાદને લઈને એનડીઆરએફની અલગ અલગ છ ટીમો રાજ્યના અલગ અલગ શહેરોમાં ફાળવવામાં આવી છે. સૌરાષ્ટ્રના જુનાગઢ,જામનગર સહિતના વિસ્તારોમાં એનડીઆરએફની ટીમ પહોંચશે.
આપણ વાંચો -હજું પણ આ જિલ્લાઓમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ..! CM ની સ્થિતિ પર નજર