Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Dahod: એક કલાકમાં અઢી ઇંચ વરસાથી શહેર થયું જળબંબાકાર, દુકાનોમાં પાણી ભરાઈ જતાં લાખોનું નુકશાન

Dahod: દાહોદ શહેરમાં લાંબા વિરામ બાદ મોડી રાત્રે મેઘરાજાની તોફાની બેટીંગ જોવા મળી હતી. મધરાત્રે એક કલાકમાં અઢી ઇંચ જેટલો વરસાદ પડતા (Dahod) શહેરમાં જળબાબબકાર જેવી સ્થિતિ જોવા મળી હતી. શહેરના રસ્તાઓ પાણી પાણી થયા હતા અનેક સોસાયટીઓમાં પણ પાણી...
dahod  એક કલાકમાં અઢી ઇંચ વરસાથી શહેર થયું જળબંબાકાર  દુકાનોમાં પાણી ભરાઈ જતાં લાખોનું નુકશાન

Dahod: દાહોદ શહેરમાં લાંબા વિરામ બાદ મોડી રાત્રે મેઘરાજાની તોફાની બેટીંગ જોવા મળી હતી. મધરાત્રે એક કલાકમાં અઢી ઇંચ જેટલો વરસાદ પડતા (Dahod) શહેરમાં જળબાબબકાર જેવી સ્થિતિ જોવા મળી હતી. શહેરના રસ્તાઓ પાણી પાણી થયા હતા અનેક સોસાયટીઓમાં પણ પાણી ભરાયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં ઘૂટણસમા પાણી ભરાયા હતા અનેક લોકોના ઘર અને દુકાનમાં પાણી ભરાતા નુકશાન થયું હતું. પ્રથમ વરસાદમાં જ દાહોદ (Dahod)ના હાલ બેહાલ જોવા મળ્યું હતું, જેથી તંત્ર ની પોલ ખૂલી ગઈ હતી.

Advertisement

સોસાયટીમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા

સ્માર્ટસિટી દાહોદ (Dahod)માં જ્યારે રસ્તાની કામગીરી કરવામાં આવી તો જૂના રસ્તા ઉપર જ નવો રસ્તો બનાવતા લોકોના ઘરો અને દુકાનો નીચા થઈ ગયા છે. જેને પગલે હાલ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. Dahod શહેરના ભિલવાડા અને જલવિહાર સોસાયટીમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. તેમજ પાણી ઉતર્યા પછી પણ સોસાયટીઓમાં કાદવ કીચડનું સામ્રાજય જોવા મળી રહ્યું હતું. પાણીને પગલે પ્રિ-મોનસૂન કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. એક કલાકના વરસાદ બાદ મેઘરાજાએ વિરામ લેતા લોકોએ રાહતનો દમ લીધો હતો.

Advertisement

દુકાનોમાં છ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા

શહેરના આંબેડરર ચોક વિસ્તારમાં આવેલ બાબજી કોમ્પ્લેક્ષમાં બેસમેન્ટમાં આવેલી ઝેરોક્ષ, મોબાઈલ ઇલેક્ટ્રીક સહિતની છ જેટલી દુકાનોમાં છ ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા હતા. જેને પગલે કોમ્પ્યુટર, મોબાઈલ ક્ષેરોક્ષ મશીન સહિતની મશીનરીઓમાં નુકશાન થયું હતું. પાણીને પગલે અહીંના દુકાનદારોને લાખો રૂપિયાનું નુકશાન થવા પામ્યું હતું. વેપારીઓએ તત્ર ઉપર રોષ ઠાલવતાં કહ્યું હતું. સ્માર્ટ સિટી આંતરગ્ટા રસ્તાઓ ઊંચા બનાવી દેતા પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા નથી કરી જેના પગલે આજે પાણી ભરાવવાની સમસ્યા સર્જાઈ હતી.

Advertisement

વેપારીઓએ પાણી ખાલી કરવાનો પ્રયાસ શરૂ કર્યો

ઉલ્લેખનીય છે કે, વહેલી સવારથી જ વેપારીઓએ પાણી ખાલી કરવાનો પ્રયાસ કર્યો હતો. જેટ મશીન વડે કલાકોની જહેમત બાદ પાણી ખાલી થઈ શક્યું હતું. એક જ વરસાદમાં આ પરિસ્થિતી સર્જાઈ હતી તો ચોમાસામાં કેવી હાલત થશે? ભારે જહેમત બાદ પાણી ખાલી કરી દુકાનો ખોલતા અંદરનો સામાન પાણીમાં ગરકાવ જોવા મળ્યો હતો. વેપારીઓને લાખ્ખો રુપિયાનું નુકસાન થતાં કેટલાક વેપારીની આંખમાં આંસુ પણ આવી ગયા હતા.

અહેવાલઃ સાબીર ભાભોર, દાહોદ

આ પણ વાંચો: Bharuch : નેત્રંગ પંથકમાં જળબંબાકાર! પાણી ભરાતાં યુવક તાડનાં ઝાડ પણ ચઢ્યો

આ પણ વાંચો: Rain in Ahmedabad : અમદાવાદના વિવિધ વિસ્તારોમાં મેઘમહેર, શહેરીજનોની આતુરતાનો આવ્યો અંત!

આ પણ વાંચો: South Gujarat : ઉમરપાડામાં 4 કલાકમાં 10 ઇંચ વરસાદ…

Tags :
Advertisement

.