Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Dahod : બોગસ વોટિંગનું સો. મીડિયા પર LIVE કરી BJP નેતા પુત્રે કહ્યું- EVM મારા બાપનું છે...!

દાહોદ (Dahod) લોકસભા બેઠક પર બૂથ કેપ્ચરિંગ મામલે ગુજરાત ફર્સ્ટના (Gujarat First) અહેવાલની અસર જોવા મળી છે. મહિસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં ભાજપ (BJP) નેતાના પુત્રે બૂથ કેપ્ચરિંગ કરી બોગસ વોટિંગ (bogus voting) કર્યાંની ઘટનાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઇવ...
dahod   બોગસ વોટિંગનું સો  મીડિયા પર live કરી bjp નેતા પુત્રે કહ્યું  evm મારા બાપનું છે

દાહોદ (Dahod) લોકસભા બેઠક પર બૂથ કેપ્ચરિંગ મામલે ગુજરાત ફર્સ્ટના (Gujarat First) અહેવાલની અસર જોવા મળી છે. મહિસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં ભાજપ (BJP) નેતાના પુત્રે બૂથ કેપ્ચરિંગ કરી બોગસ વોટિંગ (bogus voting) કર્યાંની ઘટનાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઇવ કર્યું હતું. આ મામલે દાહોદ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ડો. પ્રભાબેન તાવિયાડે (Dr. Prabhaben Taviyad) કલેક્ટરને ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીએ આ મામલે તપાસ શરૂ કરી હતી. ત્યારે, હવે પોલીસે ભાજપ (BJP) નેતાના પુત્રની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે ગુજરાત ફર્સ્ટે અહેવાલ રજૂ કર્યો હતો.

Advertisement

EVM કેપ્ચર કરી બોગસ વોટિંગ પણ કર્યુ, સો. મીડિયા પર LIVE કર્યું

ગઈકાલે લોકસભા ચૂંટણી દરમિયાન દાહોદના (Dahod) સંતરામપુરના પરથમપુર ગામમાં બુથ કેપચેરિંગનો મામલો સામે આવ્યો હતો. આરોપ મુજબ, ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે ( Vijay Bhabhor) અન્ય લોકો સાથે મળી બૂથમાં ઘૂસી EVM કેપ્ચર કર્યું હતું અને ભાજપ ઉમેદવાર માટે બોગસ વોટિંગ પણ કર્યુ હતું. વિજય ભાભોરે પોતાના સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર આ આખી ઘટના લાઇવ પણ કરી હતી. માહિતી મુજબ, વિજય ભાભોરે બૂથના અધિકારી અને કર્મચારીઓને ગાળો પણ ભાંડી હતી અને EVM પોતાના સાથે લઇ જવાની પણ ધમકી આપી હતી. કાયદા કે ચૂંટણી પંચનો (Election Commission) જાણે કોઈ ખોફ જ હોય તેમ ભાજપ નેતાના પૂત્રે બુથને હાઇજેક કર્યું હતું.

કોંગ્રેસ ઉમેદવારની ફરિયાદ, નેતા પુત્રની ધરપકડ

જો કે, વીડિયો વાઇરલ થતાં વિજય ભાભોરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ડિલીટ કર્યો હતો. દાહોદ બેઠકના કોંગ્રેસ (Congress) ઉમેદવાર ડૉ. પ્રભાબેન તાવિયાડે (Dr. Prabhaben Taviyad) કલેકટરને ફરિયાદ કરતા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીએ તપાસ શરૂ કરી હતી. આ મામલે હવે ગુજરાત ફર્સ્ટના અહેવાલની અસર જોવા મળી છે. ફરિયાદ બાદ પોલીસે ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરની ધરપકડ કરી છે અને આગળની તપાસ હાથ ધરી છે. સમગ્ર મામલે રાજ્ય ચૂંટણી પંચે અધિકારી પાસે રિપોર્ટ પણ માગ્યો છે. બુથના ચૂંટણી અધિકારી સામે પણ પગલાં લેવાશે એવી માહિતી છે. જિલ્લા ચૂંટણી પંચના વિસ્તૃત રિપોર્ટના આધારે રાજ્ય ચૂંટણી પંચ નિર્ણય લેશે.

Advertisement

આ પણ વાંચો - Amreli : મતદાન કરી યુવકે કર્યું એવું કામ, થઈ ગઈ પોલીસ ફરિયાદ, જાણો શું છે સમગ્ર મામલો ?

Advertisement

આ પણ વાંચો - Gujarat Lok Sabha Election 2024: રાજ્યમાં બે સરકારી અધિકારીઓએ જાહેરનામાનો કર્યો ભંગ

આ પણ વાંચો - Gujarat Lok Sabha Election Day: એક મતદાન મથક પર કોંગ્રેસના બટન પર ફેવિક્વિક લગાડી દેવામાં આવી

Tags :
Advertisement

.