Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad: એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે 7-અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકની મતગણતરી યોજાશે

Ahmedabad: સૌથી વધુ 26 રાઉન્ડમાં ગાંધીનગર દક્ષિણ વિધાનસભાની, તો સૌથી ઓછા 14 રાઉન્ડમાં બાપુનગર વિધાનસભાની મતગણતરી યોજાશે. નરોડા, વટવા, બાપુનગર, નિકોલ, ઠક્કરબાપાનગર, દહેગામ અને ગાંધીનગર દક્ષિણ, વિધાનસભા ક્ષેત્રોના કુલ 1814 મતદાન મથકોના મતદાનની મતગણતરી એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ (LD Engineering College)...
ahmedabad  એલ ડી  એન્જિનિયરિંગ કોલેજ ખાતે 7 અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકની મતગણતરી યોજાશે

Ahmedabad: સૌથી વધુ 26 રાઉન્ડમાં ગાંધીનગર દક્ષિણ વિધાનસભાની, તો સૌથી ઓછા 14 રાઉન્ડમાં બાપુનગર વિધાનસભાની મતગણતરી યોજાશે. નરોડા, વટવા, બાપુનગર, નિકોલ, ઠક્કરબાપાનગર, દહેગામ અને ગાંધીનગર દક્ષિણ, વિધાનસભા ક્ષેત્રોના કુલ 1814 મતદાન મથકોના મતદાનની મતગણતરી એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ (LD Engineering College) ખાતે યોજાશે.

Advertisement

પોસ્ટલ બેલેટની ગણતરી અલગ ખંડમાં યોજવામાં આવશે

દેશભરમાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની મત ગણતરી 4 જૂનના રોજ યોજાશે. અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ (LD Engineering College) ખાતે 7-અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકની મતગણતરી કરવામાં આવશે. 7-અમદાવાદ (Ahmedabad) પૂર્વ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ નરોડા, નિકોલ, બાપુનગર, ઠક્કરબાપાનગર, વટવા, દહેગામ અને ગાંધીનગર દક્ષિણ સહિતના કુલ 7 વિધાનસભા મતવિસ્તાર અનુસાર મતગણતરી યોજાશે. પોસ્ટલ બેલેટની ગણતરી અલગ ખંડમાં યોજવામાં આવશે. અમદાવાદ પૂર્વ બેઠકના સાત વિધાનસભા વિસ્તારોમાં 1814 મતદાન મથકો પર યોજાયેલા મતદાનની મતગણતરી એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે યોજાવાની છે.

દહેગામ વિધાનસભા વિસ્તારની મતગણતરી 18 રાઉન્ડમાં યોજાશે

વટવા વિધાનસભા વિસ્તારની મતગણતરી 25 રાઉન્ડમાં, નિકોલ વિધાનસભા વિસ્તારની મતગણતરી 17 રાઉન્ડમાં, નરોડા વિધાનસભા વિસ્તારની મત ગણતરી 18 રાઉન્ડમાં, બાપુનગર વિધાનસભા વિસ્તારની મત ગણતરી 14 રાઉન્ડમાં, ઠક્કરબાપાનગર વિધાનસભા વિસ્તારની મત ગણતરી 15 રાઉન્ડમાં, ગાંધીનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારની મતગણતરી 26 રાઉન્ડમાં અને દહેગામ વિધાનસભા વિસ્તારની મતગણતરી 18 રાઉન્ડમાં યોજાશે. આમ, ગાંધીનગર દક્ષિણ વિધાનસભાની મતગણતરી સૌથી વધુ રાઉન્ડમાં અને બાપુનગર વિધાનસભાની મતગણતરી સૌથી ઓછા રાઉન્ડમાં યોજાશે.

Advertisement

સૌથી ઓછા 14 રાઉન્ડમાં બાપુનગર વિધાનસભાની મતગણતરી યોજાશે

નોંધનીય છે કે, લોકસભા ચૂંટણીને લઈને કાલે મતગણતરી થવાની છે. જેને લઈને અત્યારે દરેક વિસ્તારમાં તૈયારીઓ પૂર્ણ કરીને પૂરતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આ સાથે સાથે મતગણતરીને લઈને અમદાવાદ (Ahmedabad) પૂર્વ બેઠકના સાત વિધાનસભા વિસ્તારોમાં 1814 મતદાન મથકો પર યોજાયેલા મતદાનની મતગણતરી એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ (LD Engineering College) ખાતે યોજાવાની છે.

અહેવાલઃ સંજય જોશી, અમદાવાદ

આ પણ વાંચો: AMRELI જિલ્લાના વાતાવરણમાં પલટો, અસહ્ય ગરમી વચ્ચે ગીરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ

આ પણ વાંચો: Surendranagar: લાંચિયો વકીલ હવે જેલના હવાલે! ACB એ રૂપિયા 7000ની લાંચ લેતા રંગે હાથે ઝડપ્યો

આ પણ વાંચો: Lok Sabha Election 2024: મત ગણતરીને લઇ દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ

Advertisement
Tags :
Advertisement

.