Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

TRP Gamezoneમાં ફાયર એનઓસી મુદ્દે કોઇને બચાવાના પ્રયાસ ?

Rajkot TRP Gamezone : રાજકોટ ટીઆરપી ગેમઝોન (Rajkot TRP Gamezone) માં લાગેલી આગમાં સંચાલકોએ ફાયર એનઓસી લીધી હતી કે કેમ તે મુદ્દે હવે શંકા થઇ રહી છે. એક તરફ પોલીસ કમિશનર કહે છે કે બુકીંગ લાયસન્સ લેવાયું છે અને ફાયર...
trp gamezoneમાં ફાયર એનઓસી મુદ્દે કોઇને બચાવાના પ્રયાસ

Rajkot TRP Gamezone : રાજકોટ ટીઆરપી ગેમઝોન (Rajkot TRP Gamezone) માં લાગેલી આગમાં સંચાલકોએ ફાયર એનઓસી લીધી હતી કે કેમ તે મુદ્દે હવે શંકા થઇ રહી છે. એક તરફ પોલીસ કમિશનર કહે છે કે બુકીંગ લાયસન્સ લેવાયું છે અને ફાયર સેફ્ટીના પુરાવા પણ રજૂ કરાયા હતા જ્યારે પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે ફાયર એનઓસી લેવાયું ન હતું. પોલીસ એફઆઇઆરમાં ખુદ ફાયરના અધિકારી જણાવી રહ્યા છે કે સંચાલકો દ્વારા અમારા વિભાગમાં ફાયર એનઓસી માટે અરજી ઇન્વર્ડ કરી નથી.

Advertisement

નવેમ્બર 2023માં બુકીંગ લાયસન્સ અપાયું હતું

પોલીસ કમિશનરે કહ્યું કે નવેમ્બર 2023માં બુકીંગ લાયસન્સ અપાયું હતું ત્યારબાદ એક વર્ષ માટે રિન્યુઅલ અપાયું હતું. આ માટે પરવાનગી આરએન્ડબી, મિકેલીકલ ડિપાર્ટમેન્ટમાંથી પણ લેવાઇ હતી. સંચાલકોએ ફાયર સેફ્ટીના પુરાવા પણ રજૂ કર્યા હતા અને ફાયર એનઓસીની કાર્યવાહી ચાલુ હતી.

Advertisement

ફાયર અધિકારી અલગ જ કહી રહ્યા છે

જ્યારે પોલીસ ફરિયાદમાં ફાયર અધિકારી ભીખાભાઇ ઠેબાએ નિવેદન આપ્યું છે કે ગેમ ઝોનમાં અસરકારક ફાયર સાધનો જોવા મળ્યા ન હતા અને ટીઆરપી ગેમ ઝોન દ્વારા અમારા વિભાગમાં અરજી ઇન્વર્ડ કરી નથી કે ફાયર ઓનઓસી મેળવેલી નથી.

ફરાર આરોપીઓની શોધખોળ

પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું કે ગેમીંગ ઝોનમાં 5.30 વાગે આગ લાગી હતી. સ્થળ પરથી 27 ડેડબોડી મળી હતી અને ડીએનએ મેચીંગની કામગિરી ગાંધીનગર એફએસએલમાં હાલ ચાલી રહી છે. આ મામલે તાલુકા પોલીસ સ્ટેશનમાં 6 આરોપી સામે ગુનો નોંધાયો છે, જેમાં 2 આરોપી પકડાયા છે. બાકીના 4 આરોપીની શોધખોળ કરી રહ્યા છીએ. ફરાર આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચની ટીમો શોધખોળ કરી રહી છે.

Advertisement

જલ્દી ચાર્જશીટ થાય તેવા પ્રયાસ

તેમણે કહ્યું કે એસઆઇટી તમામ મુદ્દાની તપાસ કરશે. ફાયર સેફ્ટીના સાધનના બિલ તેણે રજૂ કરેલા હતા પણ ત્યારબાદ કાર્યવાહી કરી નથી. ગેમઝોનના પાર્ટનર જેટલા છે તે તમામ સામે ગુનો નોંધ્યો છે. એફએસએલની મદદથી વૈજ્ઞાનિક પુરાવા એકત્રીત કરાઇ રહ્યા છે. જલ્દી ચાર્જશીટ થાય તેવા પ્રયાસ છે અને ઝડપી સુનાવણી માટે સ્પેશ્યલ પીપી માટે પણ કાર્યવાહી કરી છે.

આ 6 શખ્સ સામે નોંધાયો ગુનો

ઉલ્લેખનિય છે કે પોલીસે આ મામલે ધવલ ભરત ઠક્કર, અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, પ્રકાશચંદ કનૈયાલાલ હીરન, યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, રાહુલ લલીત રાઠોડ સહિતના શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

અગ્નિશમન વિભાગની ઓનઓસી કે પ્રમાણપત્ર મેળવ્યું ન હતું

જો કે બીજી તરફ ઘટસ્ફોટ થયો છે કે પોલીસ કમિશનર એક તરફ બુકીંગ લાયસન્સ અપાયું હોવાનું જણાવી રહ્યા છે તો બીજી તરફ પોલીસે નોંધેલી ફિરીયાદમાં નોંધાયેલું છે કે અસરકારક ફાયર ફાયટીંગના સાધનો રાખ્યા વગર ઉપરાંત અગ્નિશમન વિભાગની ઓનઓસી કે પ્રમાણપત્ર મેળવ્યા વગર આ જોખમ જગ્યામાં ગે ઝોન ચલાવામાં આવતો હતો.

સીપીના નિવેદનમાં અને પોલીસ ફરિયાદમાં વિરોધાભાસ

જેથી પોલીસ કમિશનરના નિવેદનમાં અને પોલીસે ખુદ નોંધેલી એફઆઇઆરમાં વિરોધાભાસ જોવા મળ્યો છે જેથી આ મામલે કોઇને છાવરવામાં આવી રહ્યા છે કે કેમ તેવી શંકા વ્યક્ત થઇ રહી છે.

આ પણ વાંચો--- શું ઐયાશીનો અડ્ડો હતું TRP Game zone? સંચાલકોની બેદરકારી 33 લોકોને ભરખી ગઈ

Tags :
Advertisement

.