Chotaudepur: કમોસમી વરસાદે ખેડુતોને ચોધાર આંસુએ રડાવ્યા
અહેવાલ - તૌફીક શેખ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જીલ્લામાં બે દીવસ કમોસમી વરસાદના કારણે જિલ્લાનો મોટો ખેતી વિસ્તાર પ્રભાવિત થયો છે. અને ઈંટ ઊત્પાદક વેપારને પણ મોટો ઝાટકો લાગ્યો છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાનો ટ્રાન્સપોર્ટ વેપાર પણ કમોસમી વરસાદના પ્રકોપથી બચી શક્યો નથી.
મુશ્કેલીઓમાંથી પસાર થવાના વારા આવ્યા
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર પાસેના ભારજ નદી ઉપરનો પુલ કે જે નજીકના જ ભુતકાળમાં ક્ષતિગ્રસ્ત થતા વાહન ચાલકો માટે પારવાર મુશ્કેલીઓમાંથી પસાર થવાના વારા આવ્યા હતા.
વાહનોને ૨૦ કિલોમિટરનો વધુ ફેરો પડતો
જુલાઈ માસમાં ક્ષતિગ્રસ્ત પુલ બનતા અને ચોમાસુ ચાલતું હોઈ નદીમાંથી ડાઈવર્ઝન શકયના હોવાથી બોડેલી, વડોદરા તરફ જવા માટે રંગલી ચોકડી ફરીને જવો તેજ માત્ર એક વિકલ્પ બનતા વાહનોને ૨૦ કિલોમિટરનો વધુ ફેરો પડતો હતો. જેને લઇ નાણા તેમજ સમયનો વ્યય થતો હતો.
વાહન ચાલકોને આંશિક રાહત મળી હતી
જેને લઇ ચોમાસુ વિદાય લેવાના આરે હતું. અને તંત્ર તરફથી ડાયવર્ઝન બનાવવામાં આવે તે પહેલા જ વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓને લઈ જનતા ડાયવર્ઝન બનાવી દેવામાં આવ્યુ હતુ. જેને લઇ વાહન ચાલકોને આંશિક રાહત મળી હતી.
બોડેલી વડોદરા તરફ જવાના વારા આવી રહ્યા છે
પરંતુ હાલ જિલ્લામાં રવિવારના દિવસે કમોસમી વરસાદ વરસતા બનાવવામાં આવેલ જનતા ડ્રાઈવરજન બેસી જતા ફરી વાહન ચાલકોને ૨૦ કીલો મીટર લાંબો ફેરો ફરીને બોડેલી વડોદરા તરફ જવાના વારા આવી રહ્યા છે.
ક્યારે બનશે તેનો કોઈ નિશ્ચિત સમય નથી
જોકે, નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા લગભગ રૂપિયા ૨ કરોડના ઉપરાંતના ખર્ચે ડાયવર્ઝન બનાવવામાં આવનાર છે. પરંતુ હાલ એ પ્રક્રિયાનું કાર્ય પ્રગતિ હેઠળ હોવાનું જાણવા મળી આવેલ છે. પણ ક્યારે બનશે તેનો કોઈ નિશ્ચિત સમય નથી.
કમોસમી વરસાદે હાલત દયનીય બની
ચોમાસાની વિદાયને બબ્બે માસ થવા છતાં તંત્ર એ કોઈ પરિણામ મળે તે દીશામાં કામ નહિ કરી બલ્કિ મંથરગતિએ કામ કરવાની પદ્ધતિને લઇ હાલ વાહન ચાલકો આર્થિક ચક્કીના બે પાટમાં પીસાઈ રહ્યા છે. દિન પ્રતિદિન વધતા જતા ઈંધણના ભાવોનો સામનો કરી રહેલા ટ્રાન્સપોર્ટ વેપાર સામે હાલ કમોસમી વરસાદે વધુ એક આફત ઉભી કરાતા તેઓની હાલત દયનીય બની ગઈ છે.
કમોસમી વરસાદના કારણે જિલ્લાનો મોટો ખેતી વિસ્તાર પ્રભાવિત
તેવામાં કમોસમી વરસાદના કારણે જિલ્લાનો મોટો ખેતી વિસ્તાર પ્રભાવિત થયો છે. અને ઈટ ઊત્પાદન વેપારને પણ મોટો ઝાટકો લાગ્યો છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના ટ્રાન્સપોર્ટ વેપાર પણ બાકાત રહયો નથી. તે એક સત્ય હકીકત છે. ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે મજબુત ડાઇવર્સન બનાવવામાં આવે તેવી લોકમાંગ તેજ બની છે.
આ પણ વાંચો - સાણંદમાં સ્થપાયેલો માઈક્રોન કંપનીનો પ્લાન્ટ ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રને નવી દિશા આપશે