Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

CHANDIPURA વાયરસનો કહેર વકર્યો, અમદાવાદ અને ગોધરામાં બાળકોનો લીધો જીવ

CHANDIPURA VIRUS DEATH : ગુજરાત રાજ્યમાં CHANDIPURA વાયરસ એ દસ્તક આપી છે.આ વાયરસના કારણે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં બાળકોના મોત નિપજ્યા છે. હાલ ચોમાસાની સીઝનમાં સમગ્ર રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસ વધી રહ્યા છે. નાના બાળકો CHANDIPURA વાયરસથી સંક્રમિત થઈ રહ્યા છે...
chandipura વાયરસનો કહેર વકર્યો  અમદાવાદ અને ગોધરામાં બાળકોનો લીધો જીવ
Advertisement
CHANDIPURA VIRUS DEATH : ગુજરાત રાજ્યમાં CHANDIPURA વાયરસ એ દસ્તક આપી છે.આ વાયરસના કારણે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં બાળકોના મોત નિપજ્યા છે. હાલ ચોમાસાની સીઝનમાં સમગ્ર રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કેસ વધી રહ્યા છે. નાના બાળકો CHANDIPURA વાયરસથી સંક્રમિત થઈ રહ્યા છે અને બાળકોના મૃત્યુ પણ થઈ રહ્યા છે. જેને લઈ વાલીઓમાં ફફડાટ મચી જવા પામી છે. ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના કોટડા ગામમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કારણે ચાર વર્ષની બાળકીનો સારવાર દરમ્યાન મોત નીપજતા સ્થાનિક આરોગ્ય વિભાગના દોડધામ મચી જવા પામી છે. વધુમાં અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં પણ ચાંદીપુરા વાયરસના કારણે 1 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. ચાલો જાણીએ શું છે સમગ્ર કિસ્સો

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 1 વર્ષના બાળકનું મોત

ચાંદીપુરા વાયરસનો કહેર ગુજરાત ઉપર વરસી રહ્યો છે. હવે અમદાવાદ સિવિલમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના કારણે 1 વર્ષના બાળકનું મોત થયું છે. પ્રાપ્ત વિગતોના અનુસાર, આ બાળક મહેસાણાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ લવાયું હતું. 2 દિવસની ટૂંકી સારવાર બાદ જ બાળક જિંદગી સામે જંગ હારી ગયું છે. તે બાળકને તાવ અને ખેચ આવતા હોસ્પિટલ ખાતે દાખલ કરવામમાં આવ્યું હતુ.હાલ તબીબો દ્વારા તે બાળકનું સેમ્પલ પૂના ખાતે મોકલવામાં આવ્યું છે.

CHANDIPURA વાયરસને મુદ્દે સિવિસ સુપરિન્ટેન્ડેન્ટે આપી માહિતી

વધુમાં ચાંદીપુરમ વાયરસને મુદ્દે સિવિસ સુપરિન્ટેન્ડેન્ટે માહિતી આપતા જણાવ્યું છે કે શંકાસ્પદ કેસના તમામ સેમ્પલ પુણા મોકલાયા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ચાંદીપુરમથી ગભરાવાની જરૂર નથી અને નાના બાળકોને મચ્છરદાનીમાં જ રાખવાની જરૂર છે. બાળકના વાલીઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે બાળકને તાવ કે ખેંચ આવે તો તબીબનો સંપર્ક કરવો. અંતમાં તેમણે કહ્યું હતું કે - લોકો કાળજી રાખશે તો ચાંદીપુરમને ફેલાતો અટકાવી શકાશે.

ગોધરાના કોટડામાં ચાર વર્ષની બાળકી વાયરસનો ભોગ બની

ગોધરા તાલુકાના કોટડા ગામના બારીયા ફળિયાની ચાર વર્ષની બાળકીને તાવ આવતા પરિજનો દ્વારા ગોધરા સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં બાળકીની તબિયત વધુ ખરાબ થતા અને તેમાં ચાંદાપૂરી વાયરસના લક્ષણો દેખાતા વધુ સારવાર માટે વડોદરાના એસેસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. સારવાર દરમિયાન મોડી રાત્રીએ બાળકીનો મૃત્યુ નીપજ્યું છે. 

Advertisement

Advertisement

ગોધરાના કોટડા ગામની ચાર વર્ષીય બાળકીનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ થી મૃત્યુ નીપજ્યું છે જેને લઈને પરિવારમાં સહિત ગામમાં શોકની કાલિમા છવાઈ છે. બીજી તરફ જિલ્લાનો આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે અને આરોગ્ય વિભાગ દ્વારા કોટડા ગામના બારીયા ફળિયામાં સર્વેલન્સ શરૂ કર્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા ચાંદીપુરા વાયરસને ફેલાવવામાં જવાબદાર માનવામાં આવતી સેન્ડ ફ્લાય એટલે કે રેત માખીના સેમ્પલ એકત્રિત કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, એકત્રિત કરેલ સેન્ડ ફલાય એટલે કે રેત માખીના સેમ્પલ પુને ખાતે આવેલ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવશે.અસરગ્રસ્ત બાળકીના ઘરમાંથી અને આજુબાજુના મકાનોમાંથી પણ સેન્ડ ફ્લાય મળી આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા આગામી 14 દિવસ સુધી સર્વેલન્સ કામગીરી કરવામાં આવશે. સાથેજ આરોગ્ય વિભાગ દ્વારા ગામના રહીશોને તકેદારી રાખવા સહિતનીની સૂચના અને બાળકોમાં તાવ જેવા લક્ષણો દેખાય તો તરત સારવાર લેવા માટે સૂચના આપી દેવામાં આવી છે.
અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ 
Tags :
Advertisement

Trending News

.

×