Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બી અવેર ગોપાલભાઇ, હવે પછી કોઇ બોલશે તો... જાણો કોણે કહ્યું

આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના ગુજરાતના પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી માટે કરેલા શબ્દ પ્રયોગ બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ગુજરાત પ્રદેશ ભાજપ (BJP)ના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફીયા (Gordhan Zadfia)એ આજે પત્રકાર પરિષદ બોલાવીને આક્રમકરુપે કહ્યું કે બી અવેર ગોપાલભાઇ, હવે પછી તમારા  કોઇ નેતા આવુ રિપીટ કરશે તો ગુજરાતની જનતા જડબાતોડ જવાબ આપશે...શું કહ્યું ગોરધન ઝડફીયાએ ભાજપ પ્રદેશ ઉપàª
બી અવેર ગોપાલભાઇ  હવે પછી કોઇ બોલશે તો    જાણો કોણે કહ્યું
આમ આદમી પાર્ટી (Aam Aadmi Party)ના ગુજરાતના પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી માટે કરેલા શબ્દ પ્રયોગ બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ગુજરાત પ્રદેશ ભાજપ (BJP)ના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફીયા (Gordhan Zadfia)એ આજે પત્રકાર પરિષદ બોલાવીને આક્રમકરુપે કહ્યું કે બી અવેર ગોપાલભાઇ, હવે પછી તમારા  કોઇ નેતા આવુ રિપીટ કરશે તો ગુજરાતની જનતા જડબાતોડ જવાબ આપશે...
શું કહ્યું ગોરધન ઝડફીયાએ 
ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફીયાએ પત્રકાર પરિષદમાં કહ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ માટે જે શબ્દોનો પ્રયોગ થયો તે આમ આમ આદમી પાર્ટીની માનસિકતા છતી કરે છે.  ગોપાલ ઇટાલીયાએ દેશના પ્રધાનમંત્રી માટે જે શબ્દો વાપર્યા છે તેના લીધે અરવિંદ કેજરીવાલે ગોપાલ ઇટાલિયાં સામે પગલાં ભરવા જોઈએ. તેમણે કહ્યું કે રાજકીય મતમતાંતર હોઇ શકે, કાર્યપદ્ધતી અલગ હોઇ શકે પણ દેશના વડાપ્રધાન માટે પ્રદેશ પ્રમુખ આવું બોલે ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષે પણ તેની સંજ્ઞાન લેવી જોઇએ.
અમે તમારાથી ગભરાયા નથી
તેમણે કહ્યું કે  અમે તમારાથી ગભરાયા નથી પણ તમારા જુઠ્ઠાંણા સામે અમે કરેલા વિકાસની વાતો કરીએ છીએ. આપણે કામ કર્યા નથી અને જૂઠ્ઠાણાં ફેલાવી ભરમાવવામાં આવ્યા છે. ગોપાલ ઇટાલીયાના આજના અને ભુતકાળના શબ્દો ગુજરાત ચલાવી નહી લે..બી અવેર ગોપલભાઇ , હવે પછી કોઇ બોલશે તો ગુજરાતની જનતા જડબાતોડ જવાબ આપશે
ગુજરાતમાં લોકોને ભરમાવે છે
ગોરધન ઝડફીયાએ કહ્યું કે આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતમાં આવીને લોકોને ભરમાવે છે. આમ આદમી પાર્ટીના એક ડઝનથી વધુ મંત્રી અને ધારાસભ્યો જેલમાં ગયા છે. આપના નેતાઓ પ્રમાણિક્તાની ભ્રષ્ટાચારની વાતો કરે છે તો આ બધા જેલમાં કેમ છે તે જવાબ કેજરીવાલ આપે. તેઓ પારદર્શીતાની વાત કરે છે પણ તેમને કોઇ નૈતિક અધિકાર નથી. 
આપની કોઇ વિચારધારા નથી
ગોરધન ઝડફીયાએ વધુમાં કહ્યું કે આ રાજનીતિ નવા પ્રકારની છે જેની કોઇ વિચારધાર નથી. જૂઠ બોલો. જેએનયુ અને ટુકડે ટુકડે ગેંગ સાથે તેમને લગાવ છે. નાગરીક અધિકાર કાનૂન સામે વિરોધ કરવો, સેના જવાબ આપે તો શંકા વ્યક્ત કરવી અને સબૂતો માગે છે. તેના મુખીયા ખાલીસ્તાનની માનસિક્તાવાળા લોકોને મદદ કરે છે. 

પંજાબ અને દિલ્હીમાં પણ બેરોજગારી છે
તેમણે કહ્યું કે કેજરીવાલ.. મહેરબાની કરી ગુજરાતમાં આવી બેરોજગારીની વાત ના કરો.. બેરોજગારી પંજાબ અને દિલ્હીમાં પણ ઓછી નથી. અમે ઘણી બધી રાજનીતિ જોઈ છે પણ આવી ભાગલાવાદી રાજનીતિ અમે નથી જોઈ...
આવો ડિબેટ કરીએ
ગોરધન ઝડફીયાએ કહ્યું કે મહેરબાની કરીને આ વસ્તુ બંધ કરી દેવી જોઈએ કારણકે પ્રધાનમંત્રી દેશના હોય છે, કોઈ વ્યક્તિના નથી હોતા. તેમણે પડકાર ફેંક્યો હતો કે આવી જાઓ ડિબેટ કરી લઈએ કે 27 વર્ષમાં અમે શું કર્યું છે. 
ગોરધન ઝડફીયાએ કહ્યું કે દેશના પ્રધાનમંત્રી વિશેના જે શબ્દો તમે વાપર્યા છે તેને અમે અને ગુજરાતની જનતાએ ખૂબ જ ગંભીરતા દાખવી છે. હવે સાચવી ને રહેજો.. ગોપાલ ઇટાલિયા
Advertisement

Tags :
Advertisement

.