Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગોંડલના ચર્ચિત બનેલા બન્ને પુલ લાઇટ વ્હિકલ માટે સક્ષમ, તંત્ર દ્વારા હવે હેવી વ્હીકલ માટે લોડ ટેસ્ટિંગ કરાશે

અહેવાલ - વિશ્વાસ ભોજાણી ગોંડલના રાજાશાહી સમયના 100 વર્ષથી પણ જુના ગોંડલી નદી પરના બન્ને પુલ જોખમી અને જર્જરીત હોવા અંગે કોંગ્રેસના યતિષભાઈ દેસાઈ દ્વારા હાઇકોર્ટમાં PIL દાખલ કરાયા બાદ હાઇકોર્ટે રાજય સરકારને ગોંડલના બન્ને પુલ અંગે ગંભીરતા દાખવવા કરાયેલી...
ગોંડલના ચર્ચિત બનેલા બન્ને પુલ લાઇટ વ્હિકલ માટે સક્ષમ  તંત્ર દ્વારા હવે હેવી વ્હીકલ માટે લોડ ટેસ્ટિંગ કરાશે

અહેવાલ - વિશ્વાસ ભોજાણી

Advertisement

ગોંડલના રાજાશાહી સમયના 100 વર્ષથી પણ જુના ગોંડલી નદી પરના બન્ને પુલ જોખમી અને જર્જરીત હોવા અંગે કોંગ્રેસના યતિષભાઈ દેસાઈ દ્વારા હાઇકોર્ટમાં PIL દાખલ કરાયા બાદ હાઇકોર્ટે રાજય સરકારને ગોંડલના બન્ને પુલ અંગે ગંભીરતા દાખવવા કરાયેલી ટકોરના પગલે તંત્ર દોડતું થયું હતું.

Advertisement

દરમિયાન નગરપાલીકા દ્વારા બન્ને પુલ પાંચ દિવસ બંધ રાખી મારવાડી યુનિવર્સલ લીમિટેડ દ્વારા આધુનિક પદ્ધતિથી લોડ ટેસ્ટિંગ કરાવાતા રિપોર્ટમાં બન્ને પુલ લાઇટ વ્હિકલ માટે સક્ષમ હોવાનું તથા આગામી વર્ષો સુધી કોઈ જોખમ નહીં હોવાનુ જણાવાયું છે. નગરપાલીકા દ્વારા હવે હેવી વ્હીકલ માટે લોડ ટેસ્ટિંગની તજવીજ હાથ ધરાઇ છે. નગરપાલીકા પ્રમુખ મનીષભાઈ ચનિયારા તથા કારોબારી અધ્યક્ષ રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યુ કે, નગરપાલીકા દ્વારા આર્કયોલોજી એક્સપર્ટ એજન્સી દ્વારા બન્ને પુલનું ઇન્પેકશન કરાવાયું હતું. જેના રિપોર્ટમાં પુલના ફાઉન્ડેશન બ્લેક સ્ટોનમાંથી બનેલા હોય ખુબ મજબુત હોવાનું તથા ફાઉન્ડેશન ઉપરના નાલાઓ લાઇમ સ્ટોનમાંથી બનેલા હોય તેની આયુષ્ય 500 વર્ષ ઉપરની હોય 100 વર્ષ બાદ તેની હાર્ડનેશમાં વધારો થતો હોય છે તેવું જણાવાયુ છે.

Advertisement

જેનો અર્થ છે કે, બન્ને પુલ કોઈ રીતે જોખમી નથી. તેમણે વધુમાં કહ્યું કે માર્ગ અને મકાન વિભાગ દ્વારા બન્ને પુલ અંગે ઉતાવળે માત્ર ફોટોગ્રાફના આધારે બન્ને પુલ ક્ષતિગ્રસ્ત હોવાનો અપાયેલો રિપોર્ટ યોગ્ય નથી. આર્કોલોજી એક્સપર્ટ દ્વારા ડિટેઇલ રિપોર્ટ આવ્યા બાદ હેરિટેઝ ઇમારતોનું સમારકામ કરાતું હોય તેવી આધુનિક પદ્ધતિ દ્વારા બન્ને પુલનું સમારકામ શરુ કરાશે તેવુ જણાવાયું હતું.

આ પણ વાંચો - અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર થેન્નારસને વિકલી રીવ્યુ મીટીંગમાં અધિકારીઓનો ઉધડો લીધો

આ પણ વાંચો - દ્વારકા સિરપકાંડ : આલ્કોહોલ માફિયાઓ સાથે નશાબંધી અધિકારીની ભાગીદારી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.