Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાતની 15 બેઠકો માટે ભાજપે જાહેર કર્યા ઉમેદવાર, જાણો પ્રદેશ અધ્યક્ષ CR Patil એ શું કહ્યું ?

CR Patil : ભાજપે આજે લોકસભા ચૂંટણી (Lok Sabha Election) માટે પોતાના ઉમેદવારો (candidates) જાહેર કરવાનું શરૂ કરી દીધું છે. છેલ્લા ઘણા દિવસોથી લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીની યાદી (BJP's List) ની રાહ જોવાઈ રહી હતી. તાજેતરમાં પાર્ટી કાર્યાલયમાં કેન્દ્રીય...
ગુજરાતની 15 બેઠકો માટે ભાજપે જાહેર કર્યા ઉમેદવાર  જાણો પ્રદેશ અધ્યક્ષ cr patil એ શું કહ્યું
Advertisement

CR Patil : ભાજપે આજે લોકસભા ચૂંટણી (Lok Sabha Election) માટે પોતાના ઉમેદવારો (candidates) જાહેર કરવાનું શરૂ કરી દીધું છે. છેલ્લા ઘણા દિવસોથી લોકસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીની યાદી (BJP's List) ની રાહ જોવાઈ રહી હતી. તાજેતરમાં પાર્ટી કાર્યાલયમાં કેન્દ્રીય ચૂંટણી સમિતિની મેરેથોન બેઠક યોજાઈ હતી, આ બેઠક બાદ પ્રથમ યાદી તૈયાર કરવામાં આવી છે. પાર્ટીએ હાલમાં 195 બેઠકો માટે ઉમેદવારો (Candidates) ના નામની જાહેરાત કરી છે. જેમા વારાણસીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ચૂંટણી લડશે. ત્યારે જો ગુજરતની વાત કરીએ તો 15 જેટલા ઉમેદવારોની યાદી જાહેર કરવામા આવી છે. જેમા નવસારી બેઠક પરથી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ (BJP state president CR Patil) ના નામની જાહેરાત કરવામા આવી છે. જે બાદ તેમની પ્રતિક્રિયા સામે આવી છે.

Advertisement

જાણો ભાજપા અધ્યક્ષ CR Patil એ શું કહ્યું  ?

ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કહ્યું કે, વડાપ્રધાન મોદી, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ બધાએ મળીને આ નિર્ણય કર્યો છે. વળી ગુજરાત માટે આ એક યોગ્ય નિર્ણય છે. ગુજરાત માટે ભાજપાએ 15 ઉમેદવારોની યાદી જાહેર કરી છે અને 11 બેઠક માટે ઉમેદવારોની જાહેરાત કરવાની બાકી છે. સી આર પાટીલે (CR Patil) વધુમાં કહ્યું કે, ટૂંક સમયમાં બાકીના નામ પણ જાહેર થઈ જશે. તેમણે એ પણ કહ્યું કે, ગુજરાતની 26 બેઠકો પર ભાજપા 5 લાખથી વધુ મતોથી જીતશે. તેમણે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે પોતાની વાતને આગળ રજૂ કરતા કહ્યું કે, વડાપ્રધાન મોદીના સમયથી જ ગુજરાતમાં વાતાવરણ બન્યું છે. જ્યારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શહા વખતથી લોકો કામ કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીના કામોના કારણે લોકો પ્રભાવિત છે. લોકો PM મોદી પર ખૂબ જ વિશ્વાસ રાખે છે. CR Patil એ વધુમાં કહ્યું કે, આજે પણ લોકોને PM નરેન્દ્ર મોદી ઉપર વિશ્વાસ છે. યુવાઓને વિશ્વાસ છે કે, તેમના ટેલેન્ટને ઓળખી યોગ્ય તક તેમને આપવામાં આવશે. આજે મહિલાઓને વડાપ્રધાન મોદીના કારણે સુરક્ષાનો વિશ્વાસ જાગ્યો છે. તેઓ જાણે છે કે, PM મોદી છે જેમના કારણે અમે આજે સુરક્ષિત છીએ.

Advertisement

PM મોદીએ રામ મંદિર અને અન્ય વચનો પૂરા કરીને લોકોનું દિલ જીત્યું : CR patil

તેમણે આગળ PM મોદીના વખાણ કરતા કહ્યું કે, અત્યાર સુધી કોઇ સરકારે ખેડૂતો માટે યોજના ન બનાવી પણ વડાપ્રધાન મોદીએ યોજના બનાવી. કોઇ ગરીબ ઘર વગરનો ન રહે અને ગરીબીની રેખામાંથી બહાર આવે તેવા PM મોદીએ પ્રયાસો કર્યા છે. વડાપ્રધાન મોદી પર ગુજરાત અને દેશ જ નહીં પણ વિદેશમાં પણ તેમના પર લોકો વિશ્વાસ રાખે તેવું વાતાવરણ આજે જોવા મળે છે. PM મોદીએ રામ મંદિર અને અન્ય વચનો પૂરા કરીને લોકોનું દિલ જીત્યું છે. તેમણે આગળ કહ્યું કે, હવે કાર્યકર્તાઓને પોતાની કામગીરી શરૂ કરવાની છે. તેમણે કહ્યું કે, ગયા વખતે પણ મતદાતા ભાઈ બહેનોએ પોત પોતાના વિસ્તાર સંભાળી લેવાની જવાબદારી લીધી હતી. અંતમાં તેમણે કહ્યું કે, સરકારના અનુભવ અને લોકોના વિશ્વાસ પર અમે આ લોકસભાની ચૂંટણીમાં જીત મેળવીશું.

Advertisement

યાદીમાં 195 ઉમેદવારોનો સમાવેશ

ભાજપ દ્વારા બહાર પાડવામાં આવેલી આ પ્રથમ યાદીમાં 16 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોના 195 ઉમેદવારોના નામ સામેલ છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી, અમિત શાહ ગાંધીનગરથી અને રાજનાથસિંહ લખનૌથી ચૂંટણી લડશે. આ લિસ્ટમાં 34 કેન્દ્રીય મંત્રીઓના નામ પણ સામેલ છે. આ લિસ્ટમાં લોકસભા સ્પીકર ઓમ બિરલા અને 2 પૂર્વ મુખ્યમંત્રીઓના નામ પણ સામેલ છે. પ્રથમ યાદીમાં 28 મહિલા ઉમેદવારોના નામ છે. આ સાથે 50 વર્ષથી ઓછી ઉંમરના 47 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો - Lok Sabha Election 2024: ભાજપની પ્રથમ ઉમેદવાર યાદી જાહેર, જાણો ગુજરાતમાં કોને મળી ટિકિટ?

આ પણ વાંચો - Lok Sabha Election 2024: ભાજપની પહેલી ઉમેદવાર યાદી જાહેર! મોદી વારાણસીથી ચૂંટણી લડશે

Tags :
Advertisement

Trending News

.

×