Jeniben Thummar: અમરેલી ભાજપમાં મોટો કકળાટ, નારણ કાછડીયાના નિવેદન બાદ જેનીબેન ઠુંમર આવ્યા મેદાનમાં
Jeniben Thummar: ગુજરાતમાં અત્યારે રાજકીય માહોલ જામેલો છે. તમને જણાવી દઈએ કે, દેશની સૌથી મોટી સહકારી સંસ્થા IFFCOમાં ચેરમેન પદ પર દિલીપ સંઘાણીની નિમણૂ કરવામાં આવી છે. નોંધનીય છે તેમની બિનહરીફ નિમણૂક કરવામાં આવી છે. ગઈ કાલે IFFCO ના ડિરેક્ટર પદની ચૂંટણી યોજાઈ હતી જેમાં જયેશ રાદડિયાની જીત થઈ હતી. આ બાદ સીઆર પાટીલનું એક નિવેદન સામે આવ્યું હતું. નોંધનીય છે કે, તે નિવેદન બાદ લિપીપ સંઘાણીએ પોતાનુ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસના નેતાઓને પદ આપે છે, તેનાથી કાર્યકર્તાઓમાં નારાજગી છે.
અમરેલીના પૂર્વ સાંસદે ભાજપ પર લગાવ્યો સનસનીખેજ આરોપ
નોંધનીય છે કે, ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઈને મતદાન પૂર્ણ થઈ ગયું છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં કકળાટ જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઇએ કે, અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડીયાએ ભાજપ પર ગંભીર આક્ષેપ લગાવ્યો છે કે, જેમને થેક્યુ પણ બોલતા નથી આવડતું તેવા ઉમેદવારોને ટિકિટ આપવાથી કાર્યકર્તાઓમાં રોષ જોવા મળ્યો છે.’ નોંધનીય છે કે, ઉમેદવાર ભરત સુતરીયા સામે તેમણે નારાજગી પ્રગટ કરી હતી. ભરત સુતરીયાની પસંદગીના મામલે તેમણે ભાજપ હાઇકમાન્ડને આડે હાથ લીધું હતું.
નારણભાઇને અભિનંદન પાઠવું છુંઃ જેનીબેન ઠુંમર
જેનીબેન ઠુંમરે કહ્યું કે, અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડીયાના નિવેદન અને રોશ વ્યક્ત કર્યો માટે નારણભાઇને અભિનંદન પાઠવું છું.’ તેમણે કહ્યું કે, નારણ કાછડીયાએ સત્ય હકીકત વાત કરી છે અને ભારતીય જનતા પાર્ટીની અત્યારે જે આંતરીક પરિસ્થિતિ શું છે? આ સાથે જેનીબેન ઠુંમરે દિલીપ સંઘાણીને અભિનંદન આપતા કહ્યું કે, તેમણે ભારતીય જનતા પાર્ટીથી ઉપર ઊઠીને જે સત્યનો સાથ આપવો જોઇએ તે આપ્યો છે. જેનીબેન ઠુંમરે કહ્યું કે, હાથના કર્યા હૈયે વાગ્યા જેવી સ્થિતિ પેદા થઈ છે.
ભારતીય જનતા પાર્ટીને લઇને જેનીબેન ઠુંમરનું નિવેનદ
નોંધનીય છે કે, જેનીબેન ઠુંમરે અત્યારેની ભારતીય જનતા પાર્ટીને લઇને પોતાનું નિવેનદ આપ્યું છે. વધુમાં જેનીબેન ઠુંમરે કહ્યું કે, હાથના કર્યા હૈયે વાગે એ જ ભારતીય જનતા પાર્ટી છે જેમને કોંગ્રેસ પક્ષને ભાંડવામાં કઈ બાકી નથી રાખ્યું. જેનીબેન ઠુંમરે કહ્યું કે, ‘અત્યારની ભારતીય જનતા પાર્ટીની પરિસ્થિતિ છે એના માટે એ જ પ્રકારના સ્ટેટમેન્ટ લોકોની સામે આવીને અને મીડિયાની સામે આપે એવો અનુરોધ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કરું છું’
કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુંમરએ પોતાની પ્રતિક્રિયા આપી
તમને જણાવી દઈએ કે, અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડીયાના નિવેદનને લઇ કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુંમર (Jeniben Thummar)એ પોતાની પ્રતિક્રિયા આપી છે. નોંધનીય છે કે, અમરેલીના પૂર્વ સાંસદ નારાયણ કાછડીયાએ ચૂંટણીના મતદાન બાદ બળાપો કાઢ્યો હતો. જેમાં કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ સામે નાના કાર્યકરની નારાજગી બહાર આવી છે તેવું જણાવ્યું હતું. આ સાથે પૂર્વ સાસંદ નારણ કાછડીયાએ કહ્યું હતું કે, ‘ગુજરાતીમાં thank you ના બોલી શકે તેવા ઉમેદવારને ટિકિટ આપી તે ભાજપના કાર્યકર સાથે ડ્રોહ કર્યો છે.’