Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Bharuch News : ઝાડેશ્વર ચોકડીથી ઝનોર સુધીના જાહેર માર્ગ બિસ્માર બનતા ગ્રામજોનો મેદાને ઉતર્યા

ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલ ઝાડેશ્વર ચોકડીથી ઝનોર સુધીનો સમગ્ર જાહેર માર્ગ ચોમાસા પહેલા જ બિસ્માર હોવા છતાં માર્ગની મરામત કરવામાં આવી નહોતી. તાજેતરમાં જ વરસી રહેલા વરસાદમાં રસ્તાઓ પર ખાડામાં ભરાઈ રહેતા વરસાદી પાણી વાહન ચાલકોને નજરે ન પડતા...
bharuch news   ઝાડેશ્વર ચોકડીથી ઝનોર સુધીના જાહેર માર્ગ બિસ્માર બનતા ગ્રામજોનો મેદાને ઉતર્યા
Advertisement

ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલ ઝાડેશ્વર ચોકડીથી ઝનોર સુધીનો સમગ્ર જાહેર માર્ગ ચોમાસા પહેલા જ બિસ્માર હોવા છતાં માર્ગની મરામત કરવામાં આવી નહોતી. તાજેતરમાં જ વરસી રહેલા વરસાદમાં રસ્તાઓ પર ખાડામાં ભરાઈ રહેતા વરસાદી પાણી વાહન ચાલકોને નજરે ન પડતા અકસ્માતનો ભોગ બની રહ્યા છે. જેના પગલે તાત્કાલિક ધોરણે બિસ્માર બની ગયેલા માર્ગની મરામત સાથે સ્થાનિક ગ્રામજનો મેદાનમાં ઉતાર્યા છે. અને ધારાસભ્યોને રજૂઆત કરી રહ્યા છે.

ભરૂચ શહેરના ઝાડેશ્વર ચોકડીથી ઝનોર સુધીનો જાહેર માર્ગ 15 થી વધુ કિલોમીટરનો માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હતો. સ્થાનિક ગ્રામજનોની વારંવારની રજૂઆત બાદ પણ માર્ગની મરામત કરવામાં આવી નથી અને તાજેતરમાં જ ચોમાસાનું પ્રારંભ થતાં જ વરસી રહેલા વરસાદના કારણે સમગ્ર માર્ગ ઉપર મસ મોટા ખાડાઓ પડી જતા વરસાદી પાણીનો ભરાવો સર્જાઇ રહ્યો છે. જેના કારણે જાહેર માર્ગો ઉપરથી પસાર થતા વાહનચાલકોને વરસાદી પાણીમાં ખાડાઓ નજરે પડતા નથી.

Advertisement

Advertisement

મહત્વનું છે કે, વરસાદી પાણી ભરાઈ જતા ટુ વ્હીલર વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. વારંવારની રજૂઆત બાદ પણ જાડી ચામડીના અધિકારીઓના પેટનું પાણી ન હલતા આખરે ગ્રામજનો મેદાનમાં ઉતર્યા છે. કારણ કે આ માર્ગ ઉપર શાળા કોલેજ હોવાના કારણે વિદ્યાર્થીઓની પણ સતત અવરજવર રહેતી હોય છે અને બિસ્માર માર્ગના કારણે શાળા કોલેજના વિદ્યાર્થીઓ પણ અકસ્માતનો ભોગ બને છે.

ઝાડેશ્વર ચોકડીથી ઝનોર સુધી શાળાઓ અને કોલેજો આવેલી છે

ભરૂચ ઝાડેશ્વર ચોકડીથી ઝનોર ચોકડી સુધીનો સમગ્ર માર્ગ બિસ્માર બન્યો છે અને આ માર્ગ ઉપર નર્મદા કોલેજ તેમજ અને ગામોમાં શાળાઓ આવેલી છે. જેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાની સાઇકલ લઈને પણ જતા હોય છે પરંતુ બિસ્માર માર્ગના કારણે તેઓ અકસ્માતનો ભોગ બનતા હોય છે. પરંતુ માર્ગની મરામત માટે તંત્રનું રુવાડું ન ફળકતું હોય જેના કારણે કુંભકર્ણની નીંદરમાં રહેલા તંત્રના બહેરા કાને વાત નાખવા આખરે ગ્રામજનોએ મેદાનમાં ઉતારવું પડ્યું છે.

વિધાનસભાની ચૂંટણી ટાણે રસ્તો બનાવી આપવાનું વચન કરનાર ધારાસભ્યનો વિડીયો વાયરલ કરાયો

વાગરા મતવિસ્તારના ધારાસભ્ય વિધાનસભાની ચૂંટણી ટાણે પૂર્વ પટ્ટી વિસ્તારમાં ચૂંટણીના પ્રચાર અર્થે આવ્યા હતા ત્યારે તેઓએ 15 દિવસમાં જ ઝાડેશ્વર ચોકડીથી ઝનોર સુધીનો રસ્તો બનાવી દેવામાં આવશે અને ચૂંટણી પૂર્ણ થયા બાદ એક વર્ષ ઉપરાંત તો સમય થઈ ગયો છતાં ધારાસભ્ય એ પોતાના પ્રવચનમાં આપેલા વચન પુરા ન કરતા ચૂંટણી વેળાના સ્ટેજ ઉપરથી કરેલા 15 દિવસમાં રસ્તા બનાવવાનો વિડીયો પણ ગ્રામજનો એ સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી વિરોધ દર્શાવ્યો છે.

અહેવાલ : દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો : Kutch : હમીરસર તળાવના પાણીને વધાવશે ભુજ, જોડાયેલી છે વર્ષો જુની પરંપરા, જાણો

Tags :
Advertisement

.

×