Bharuch: જાહેર માર્ગ પર આખલા તોફાને ચડતાં વાહનચાલકોના જીવ તાળવે ચોંટ્યા
Bharuch: ભરૂચ શહેરમાં જાહેર માર્ગો ઉપર આખલાઓ જ તોફાને ચડતા વાહન ચાલકોને પણ અકસ્માતનો ભય સતાવી રહ્યો છે ત્યારે ભરૂચ શહેરના બે વિસ્તારોમાં વાહનોથી ધમધમતા જાહેર માર્ગો ઉપર જ આંખલાઓ યુદ્ધે ચડ્યા હોવાના કારણે વાહનચાલકોને પણ ભારે ભયનો માહોલ ઊભો થયો હતો. પરંતુ તંત્ર દ્વારા રખડતા ઢોરોનું કાયમી ધોરણે દૂષણ દૂર કરવામાં આવે તે પણ જરૂરી છે. નોંધનીય છે કે, જાહેર માર્ગ પર આવી રીતે આખલાઓની યુદ્ધના કારણે લોકોમાં ભારે ભયનો માહોલ જોવા મળ્યો હતો.
આજુબાજુના વેપારીઓમાં પણ ભયનો માહોલ ઉભો થયો
ભરૂચના કસક ગરનાળા નજીક જાહેર માર્ગ ઉપર જ બે આંખલાઓ તોફાને ચડ્યા હતા જેના પગલે માર્ગો પરથી પસાર થતા વાહન ચાલકોએ પોતાના વાહનો ધીમે હંકારવા ની ફરજ પડી હતી અને તોફાને ચડેલા આખલાઓને છૂટા પાડવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા પરંતુ સતત જાહેર માર્ગ ઉપર આખલાઓના તોફાનથી વાહન ચાલકો અને આજુબાજુના વેપારીઓમાં પણ ભયનો માહોલ ઉભો થયો હતો.
યુદ્ધે ચડેલા આખલાઓને છુટા પાડવાના લોકોએ કર્યો પ્રયાસ
ભરૂચ શહેરના જ સ્ટેશન રોડથી પાંચ બત્તી તરફ જવાના માર્ગ ઉપર પટેલ સુપર માર્કેટ પાસે ઘીકોડિયા નજીક જ બે આંખલાઓ જાહેર માર્ગ ઉપર જ તોફાને ચડ્યા હતા. જેના પગલે વાહન ચાલકોએ પણ પોતાના વાહનો ઉભા કરી દીધા હતા. સ્થાનિકોએ બંને તોફાને ચડેલા આંખલઓને છૂટા પાડવા માટે પાણીનો મારો ચલાવવા સાથે લાકડીના ડંડા વડે છુટા પાડવાના પ્રયાસ કર્યા હતા. ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેર માર્ગો ઉપર ઓડીગો જમાવતા ઢોરોના કારણે વાહન ચાલકોને પણ અકસ્માતનો ભય સાથે ઘણા લોકો અકસ્માતનો ભોગ પણ બની રહ્યા છે. નોંધનીય છે કે, અત્યારે ભરૂચ શહેરના લોકો અને વેપારીઓ દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી છે કે, આ મામલે યોગ્ય નિકાલ લાવવામાં આવે.