ભરૂચ: જંબુસર સબ ડિસ્ટિક્ટ હોસ્પિટલની ગંભીર બેદરકારી!
Bharuch: ભરૂચ (Bharuch) ના જંબુસર સબ ડિસ્ટિક્ટ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. ત્યારે આ હોસ્પિટલની ગંભીર બેદરકારીનો મામલો હવે પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટનામાં સગર્ભા મહિલાના ઓપરેશન દરમિયાન એક કાપડનો ટુકડો મહિલાના પેટમાં જ રહી ગયો હતો.
મહિલાને પેટમાં અસહ્ય દુખાવો યથાવત્ રહેતો
ઉલ્લેખનિય છે કે, સપ્ટેમ્બર માસમાં આ મહિલાનું સીઝર ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારે સિઝર ઓપરેશન દરમિયાન આ મહિલાના પેટમાં હોસ્પિટલની બેદરકારીના કારણે એક કાપડનો ટુકડો રહી ગયો હતો. ત્યારથી જ આ મહિલાને પેટમાં અસહ્ય દુખાવો યથાવત્ રહેતો હતો.
પેટમાં દુખાવો રહેતા સોનોગ્રાફી કરાવવામાં આવી
આ મહિલાને પેટમાં દુખાવો યથાવત્ રહેતા સોનોગ્રાફી કરાવવામાં આવી હતી. આ સોનોગ્રાફી રિપોર્ટમાં હોસ્પિટલની બેદરકારીના કારણે મહિલાના પેટમાં કપડાનો ટુકડો રહી ગયા હોવાનું સામે આવ્યું હતું. જેથી આ મહિલા દર્દીનું તાત્કાલિક ઓપરેશન કરાવી કપડાનો ટુકડો બહાર કાઢવામાં આવ્યો હતો.
હોસ્પિટલના તબીબ ડો.ચાર્મી આહીર વિરુદ્ધ નોંધાવી ફરિયાદ
સમગ્ર ઘટનાને પગલે આખરે આ મહિલા દર્દીના પતિ દ્વારા હોસ્પિટલ તંત્ર અને જંબુસરની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના તબીબ ડો.ચાર્મી આહીર વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, મહિલાને પેટમાં અસહ્ય દુઃખાવો રહેતા અને સાથે પેટ ફૂલી જતા સોનોગ્રાફીમાં આ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.
આ પણ વાંચો - HM Amit Shah: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દમણ અને દાદરાનગર હવેલીની મુલાકાતે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ