BHARUCH : લૂંટેરી દુલ્હનનો ભોગ બનેલા એક યુવકને જીવતો સળગાવી ફૂંકી માર્યો...
BHARUCH : ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં વસંતમિલની ચાલ જૂની વાડી વિસ્તારમાં રહેતા કિશન વસાવાને એક અજાણ્યા વ્યક્તિએ ભરબપોરે જીવતો સળગાવી રફુચક્કર થવાના મામલામાં ભરૂચ પોલીસે અજાણયા વ્યક્તિને શોધી નાંખતા દિલીપ રમેશ ઉર્ફે રામજી સોલંકીની ઘરપકડ કરવામાં આવતા કિશન વસાવાના ઘરમાં દુલ્હન તરીકે કંચન વસાવાને બતાવવામાં આવી હતી અને લગ્ન માટે 1.65 લાખ રૂપિયા લીધા બાદ કંચન આરોપી દિલીપ રમેશ ઉર્ફે રામજી સોલંકી સાથે જતી ન હોય જેના કારણે લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો હોય અને રૂપિયા પાછા ન મળતા કંચનના પરિવારના કોઈ સભ્યને જીવતો સળગાવી દેવાનું મન બનાવી નવસારીથી જ પ્લાન બનાવી ગુનાને અંજામ આપ્યો હોવાનો ભાંડો ફૂટ્યો હતો અને સમગ્ર પ્રકરણમાં લૂંટેરી દુલ્હનનો ભોગ બનેલ હત્યારાની ફરિયાદ પણ લીધી હતી.
લૂંટેરી દુલ્હન કંચન તથા લગ્ન કરાવનાર શીલા તથા અન્ય લોકો સામે ફરિયાદ દાખલ થતા જ પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી કરી હતી.પરંતુ લૂંટેરી દુલ્હન કંચને અત્યાર સુધીમાં કેટલાય લોકો સાથે લગ્ન કરી રૂપિયા પડાવ્યા છે. તેનો ભાંડો કંચનના પતિએ ફોડી નાખ્યો છે અને કંચનના પતિને પણ સસરાએ ભરબજારમાં જીવતો સળગાવી દેવાની ધમકી આપી હોય તે બાબતના ઓડિયો સાથે જમાઈએ પોલીસ ફરિયાદ આપી છે અને સાથે કંચને સંખ્યાબંધ લોકોને લગ્ન કરી છેતર્યા હોવાના ફોટા અને પુરાવા પણ જમાઈએ મીડિયા સમક્ષ રજુ કર્યા છે.
મારી દીકરીઓને પણ વેચી દેશે તેવી ધમકી આપી છે : લૂંટેરી દુલ્હનનો અસલી પતિ
કંચન રૂપિયા માટે ધણી જગ્યાએ કુંવારી બનીને ઘણા યુવકોને ફસાવ્યા છે અને રૂપિયા વસૂલ્યા છે અને હવે તો મારા સસરાએ મને જીવતો સળગાવી દેવાની ધમકી આપી છે અને મારી બંને છોકરીઓને વેચી દેવાની પણ ધમકી આપી છે.કંચન અને શીલા સાથે આખી ગેંગ કુંવારા પુરુષોને ભોગ બનાવી રહ્યા છે અને અત્યારે ભરૂચમાં જે નિર્દોષ યુવકનો ભોગ લેવાયો છે અને ત્યાર બાદ કંચન મારી પત્ની કેટલા લોકો સાથે લગ્ન કરી ચુકી છે તેની તપાસ કરતા તેના મોબાઈલ માંથી ઘણા પુરુષો સાથેના ફોટા અને કંચનના લીધે ભોગ બનેલા લોકોએ આપઘાત પણ કર્યો હોવાના વિડીયો પણ મળી આવ્યા છે અને મારી દીકરીઓને કંચનને તેની ગેંગ વેચી દેશે તેવી ધમકી આપતા માટે મીડિયાનો સહારો લેવો પડયો છે.
બી ડિવિઝન પોલીસ સાચી દિશામાં તપાસ કરી મારી દીકરીઓ મને સોંપે : એક પિતાની વેદના
કંચન મારી પત્ની લગ્ને લગ્ને કુંવારી છે અને મારી પત્નીએ એક નિર્દોષ પુરુષ સાથે લગ્ન કરી તેની સાથે છેતરપિંડી કરી અને છેતરાયેલા પુરુષે બદલો લેવા જે ઘરમાં મારી પત્નીને દુલ્હન તરીકે બતાવી હતી તેના ઘરના સભ્યને જીવતો સળગાવી તેની હત્યા કરી નાખી છે.કંચને મારા ઘરમાં આ કૃત્ય કર્યું હોત અને છેતરાયેલા પુરુષે મારી છોકરીઓને સળગાવી દીધી હોત તો કોણ બેલી.મારી દીકરીઓની સુરક્ષા માટે મીડિયાને શરણે છું હજુ ન્યાય નહિ મળે તો નામદાર કોર્ટના દ્વાર ખાખાવીશ પણ મારી દીકરીઓની જીંદગી બરબાદ નહિ થવા દઉં.કંચને કાઠિયાવાડ તરફ પણ એક પુરુષને ભોગ બનાવ્યો છે અને તેને આપઘાતની કોશિશ કરી હોવાના વિડીયો પણ મારી પાસે આવ્યા છે.
અહેવાલ : દિનેશ મકવાણા
આ પણ વાંચો : VADODARA : “મતવાળી મહેંદી”, આંગણવાડી કેન્દ્રોમાં યોજાઇ અનોખી સ્પર્ધા