Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot મનપામાં હજુ પણ તોડ કાંડ યથાવત...!

Rajkot Municipality : રાજકોટમાં આજે હોટેલ-રેસ્ટોરન્ટ સંચાલકો અને ખાણી પીણીના વેપારીઓએ રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipality) ની આડેધડ સિલિંગની કાર્યવાહી સામે રોષ વ્યક્ત કરીને બંધ પાળ્યો છે. રાજકોટના 800થી વધુ હોટલ રેસ્ટોરન્ટ સંચાલકો આ બંધમાં જોડાયા છે. બીજી તરફ હોટેલ સંચાલકોએ...
rajkot મનપામાં હજુ પણ તોડ કાંડ યથાવત

Rajkot Municipality : રાજકોટમાં આજે હોટેલ-રેસ્ટોરન્ટ સંચાલકો અને ખાણી પીણીના વેપારીઓએ રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipality) ની આડેધડ સિલિંગની કાર્યવાહી સામે રોષ વ્યક્ત કરીને બંધ પાળ્યો છે. રાજકોટના 800થી વધુ હોટલ રેસ્ટોરન્ટ સંચાલકો આ બંધમાં જોડાયા છે. બીજી તરફ હોટેલ સંચાલકોએ સનસનીખેજ આરોપ લગાવ્યો છે કે અત્યારે સિલિંગની કાર્યવાહી સમયે પણ નિમીષાબેન નામના એક અધિકારીએ સીલ ખોલવાની પ્રક્રિયામાં 5 લાખની ખંડણી માગી હતી.

Advertisement

આડેધડ સિલીંગની કાર્યવાહીના વિરોધમાં બંધનું એલાન

રાજકોટના હોટલ રેસ્ટોરન્ટ સંચાલકોએ આજે કોર્પોરેશન દ્વારા કરાઇ રહેલી આડેધડ સિલીંગની કાર્યવાહીના વિરોધમાં બંધનું એલાન કર્યું છે જેમાં હોટલ, રેસ્ટોરન્ટ અને કાફેના સંચાલકો જોડાયા છે. TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજકોટની 800 થી વધુ હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકો હડતાળમાં જોડાયા છે. ફાયર NOC અને અલગ અલગ મુદ્દે હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોએ હડતાળ પાડી છે. આ મામલે અગાઉ વેપારીઓએ મનપાને રજૂઆત પણ કરી હતી.

Advertisement

સિલ ખોલવા માટે 5 લાખ રૂપિયા માંગવામાં આવ્યા

બીજી તરફ રાજકોટના હોટલ સંચાલકોએ મનપા સામે સનસનીખેજ આરોપ લગાવ્યો છે. હોટલ સંચાલક મેહુલભાઇએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે હોટલોના સિલ ખોલવા માટે 5 લાખ રૂપિયા માંગવામાં આવ્યા હતા જેથી રાજકોટ મનપામાં હજુ પણ તોડ કાંડ યથાવત હોવાનું સામે આવ્યું છે. હોટેલ સંચાલકોએ કહ્યું કે મનપાને અત્યાર સુધી કેમ કોઇ નિયમો યાદ ના આવ્યા અને TRP ગેમ ઝોનમાં આગ લાગી તો નિયમ યાદ આવ્યા છે. રાજકોટમાં હાલ હોટલને લાગતી 600 જેટલી પ્રોપર્ટી સિલ હોવાનું સામે આવ્યું છે.

Advertisement

માત્ર ફાયર એનઓસીના કારણે સીલ કરી દેવાયા

રાજકોટ હોટલ સંચાલકોએ કહ્યું કે પાર્ટી પ્લોટ બેન્ક્વેટ હોલને પણ હેરાન કરવામાં આવે છે. અત્યાર સુધી શું કાયદો ન હતો. અત્યારે જે ચાલતું હતું તેમાં અધિકારીઓની ગેરનીતી હતી. અત્યારે પણ એક અધિકારીને ડિસ્ચાર્જ કર્યા છે તે 5 લાખ રુપીયા માગતા હતા તેમનું નામ નિમીષાબેન હતું. તેમણે સીલ ખોલવાની પ્રક્રિયામાં 5 લાખની ખંડણી માગી હતી. અત્યારે તે લોકોને કામ બતાવવું છે અને હેરાન પણ કરવા છે. અમે સ્વયંભૂ બંધનું એલાન કર્યું છે. અમારી માગ છે કે સીલ મારવાની પ્રક્રીયા ઇમરજન્સીમાં બંધ કરે. અત્યારે આરએમસીમાં જઇએ તો 1986નો કાયદો સમજાવે છે . ફાયર એનઓસી પાછળ તે પડ્યા છે. ફાયરના ઇક્વીપમેન્ટ અમારા બધા પાસે છે અને માત્ર ફાયર એનઓસીના કારણે સીલ કરી દેવાયા છે.

આ પણ વાંચો---- Rajkot : આજે ખાણી-પીણી સાથે સંકળાયેલા વેપારીઓ બંધ પાળશે, ઉગ્ર વિરોધ સાથે રોષ

Tags :
Advertisement

.