Banaskantha : દાંતામાં હીંચકે ઝૂલતા લાગ્યો કરંટ, ત્રણ પૈકી 2 માસૂમ બાળકીઓનાં મોત
બનાસકાંઠાના (Banaskantha) દાંતા તાલુકામાંથી એક હચમચાવે એવી ઘટના સામે આવી છે. દાંતા (Danta) તાલુકાની એક પ્રાથમિક શાળામાં હીંચકે ઝૂલતી 3 સગી બહેનોને અચાનક જોરદાર કરંટ લાગ્યો હતો, જે પૈકી 2 સગી બહેનોનાં કરૂણ મોત નીપજ્યાં છે. જ્યારે અન્ય એક બાળકીની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. આ મામલે પ્રાથમિક તપાસ મુજબ, ભોગ બનનાર બાળકીઓ શાળામાં અભ્યાસ કરતી નથી. પરંતુ, જ્યાં રોજ સેંકડો ભૂલકા હિંચકે ઝૂલે છે ત્યાં આ ઘોર બેદરકારી સામે આવી છે.
હીંચકે ઝૂલતા સમયે લાગ્યો કરંટ
બનાસકાંઠાના (Banaskantha) દાંતા તાલુકાના મોરડુંગરા (Mordungara) ગામે સાંધોશીથી એક પરિવાર સામાજીક પ્રસંગે આવ્યો હતો. દરમિયાન, આ પરિવારની ત્રણ માસૂમ દીકરીઓ 4 વર્ષીય કરણી ડાભી, 6 વર્ષીય દીવા ડાભી અને 8 વર્ષીય નમ્રતા ડાભી ગામની પ્રાથમિક શાળાના મેદાનમાં હીંચકો ઝૂલવા માટે ગઈ હતી. પરંતુ, લોખંડના હીંચકામાં અચાનક કરંટ આવતા ત્રણેય બાળકીઓને જોરદાર કરંટ લાગ્યો હતો. આ દુર્ઘટનામાં ત્રણ પૈકી બે માસૂમ બાળકીઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે એકની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે.
ઘોર બેદરકારી માટે જવાબદાર કોણ ?
આ ઘટનાની જાણ પરિવારને થતા પરિવારજનો પર આભ ફાટ્યું હતું. માહિતી મુજબ, મૃતક બે બાળકીઓના મૃતદેહને પીએમ માટે માંકડી સીએચસી (CHC) ખાતે ખસેડવામાં આવી છે. જ્યારે અન્ય એકની હાલ સારવાર ચાલી રહી છે. ઘટના અંગે સ્થાનિક પોલીસે તપાસ આદરી છે. પ્રાથમિક તપાસ મુજબ, લોખંડના હીંચકા નજીક પાણીના બૉર્ડનું સ્ટાર્ટર (water board starter) હોવાથી તેમાં કરંટ આવતા ઘટના બની હોવાનું હાલ મનાઈ રહ્યું છે. પરંતુ, સવાલ એ છે કે શાળાના ખુલ્લા મેદાનમાં આવેલા આ હીંચકા પર રોજ સેંકડો ભૂલકા ઝૂલે છે ત્યારે આવી ઘોર બેદરકારી કેવી રીતે દાખવી શકાય? આખરે આ ઘટના માટે જવાબદાર કોણ? બે માસૂમ બાળકીઓના મોત માટે જવાબદાર કોણ? આ ઘટના બાદ તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહેશે.
આ પણ વાંચો - Surat : મળસ્કે મોઢે રૂમાલ બાંધી આવેલા બે શખ્સે છરી મારી બુટલેગરની હત્યા કરી, ઘટના CCTV માં કેદ
આ પણ વાંચો - VADODARA : ઓનલાઇન જુગારની લતે ઘરમાં આર્થિક તંગી સર્જાઇ
આ પણ વાંચો - Gondal Accident : મોડીરાત્રે કમઢીયા ગામ પાસે ગોઝારો અકસ્માત, બાઈકસવાર બે મિત્રનાં મોત