Rajkot Gamezoneના આરોપી અશોકસિંહનો મેડિકલ રિપોર્ટ જોઇ પોલીસ ચોંકી
Rajkot Gamezone : Rajkot Gamezone અગ્નિકાંડને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. ગેમઝોનની જમીનના માલિક અને કેસના મુખ્ય આરોપી અશોકસિંહ જાડેજા પોલીસ સમક્ષ હાજર થયા બાદ તેનું મેડિકલ ચેકઅપ કરાયું હતું. મેડિકલ ચેકઅપમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. અશોકસિંહ જાડેજા પ્રજ્ઞાચક્ષુ અને તેને 50 ટકા બહેરાશ હોવાનું મેડિકલ તપાસમાં બહાર આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી છે. જો તે પ્રજ્ઞાચક્ષુ હોય તો તેને લઇને કોણ ફરાર થયું હતું તે દિશામાં પોલીસે તપાસ શરુ કરી હતી.
જમીનનો માલિક અશોકસિંહ જાડેજા
રાજકોટ અગ્નિકાંડની તપાસમાં બહાર આવ્યું કે જમીનનો માલિક અશોકસિંહ જાડેજા છે. પોલીસે તપાસ કરતાં તે ફરાર થઇ ગયેલો જણાયો હતો. જો કે ગત મોડી સાંજે તે પોલીસ સમક્ષ હાજર થતાં પોલીસે તેની ધરપકડ કરી હતી.
જાડેજા પ્રજ્ઞાચક્ષુ અને 50 ટકા બહેરાશ ધરાવે છે
પોલીસે અશોકસિંહ જાડેજાનું મેડિકલ પરિક્ષણ કરાવતાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. મેડિકલ તપાસમાં બહાર આવ્યું કે અશોકસિંહ જાડેજા પ્રજ્ઞાચક્ષુ અને 50 ટકા બહેરાશ ધરાવે છે. જો અશોકસિંહ પ્રજ્ઞાચક્ષુ હોય તો તેને લઇને કોણ ફરાર થઇ ગયું હતું તથા તેને ફરાર થવામાં કોણે મદદ કરી હતી તે સવાલો ઉભા થયા છે. પોલીસ આજે તેને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરશે અને ત્યારબાદ તપાસમાં આ કારણો બહાર આવશે તેમ પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.
અગાઉ આ અધિકારી પકડાયા હતા
ઉલ્લેખનિય છે કેરાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડમાંઆરોપી અને મનપા પૂર્વ TPO અધિકારી મનસુખ સાગઠિયા, ATPO મનસુખ મકવાણા, ATPO ગૌતમ જોશી અને ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરાની પણ પોલીસે ધરપકડ કરી હતી અને તમામના રિમાન્ડ મેળવ્યા હતા. આ વચ્ચે એક ચર્ચાએ જોર પકડ્યું છે કે માત્ર ભાજપ જ નહિ પણ કોંગ્રેસના (Congress) કેટલાક નેતા પણ આરોપી TPO અધિકારી સાગઠિયા સાથે સંકળાયેલા છે. જો કે, આરોપી અધિકારીઓએ કરેલા ખુલાસા અંગે રાજકોટ SIT દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી
જુદા - જુદા વિભાગના 90 થી વધુ લોકોના નિવેદનો નોંધ્યા
SIT દ્વારા હવે રાજકોટ મહાનગરપાલિકાના TP વિભાગના તમામ કર્મચારીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે RMCના TP વિભાગના કર્મચારીઓને સંબધિત ફાઈલ સાથે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. SIT દ્વારા TRP ગેમઝોન સંબંધિત કાગળો અને ફાઈલોનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવશે. TPO સાગઠિયાએ મિનિટ્સ નોટ બોગસ બનાવી તેમ અન્ય કોઈ દસ્તાવેજ ખોટી રીતે ઉભા નથી કરાયા ને? તેની પણ તપાસ થઇ રહી છે. અગાઉ, SITએ અગાઉ પોલીસ, PGVCL, માર્ગ મકાન, RMC, ફાયર સહિત જુદા - જુદા વિભાગના 90 થી વધુ લોકોના નિવેદનો નોંધ્યા છે. સમગ્ર તપાસમાં દસ્તાવેજી પુરાવા જ મહત્વના સાબિત થવાના હોવાથી એક એક કાગળને એકથી વધુ વખત વેરીફાઈ કરવામાં આવશે.
આ પણ વાંચો---- Private: Rajkot: 27 નો જીવ લીધા પણ પોલીસ કમિશ્નરનો પાવર નથી જતો, SIT ના અધિકારીને કહ્યું – તમે મારાથી જુનિયર છો પુછપરછ ન કરી શકો