Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Chandrayaan 3 માટે મહત્વનું એક કમ્પોનન્ટ સુરતની એક કંપનીએ તૈયાર કર્યું

ઈસરોના Chandrayaan 3 ના મિશન પર સમગ્ર વિશ્વની નજર છે. ત્યારે Chandrayaan 3 મિશનમાં સુરતનો પણ સિંહ ફાળો છે તેવું કહી શકાય. આ કહેવાનું કારણ એવું છે કે ચંદ્રયાન ત્રણ માટે મહત્વનું એક કમ્પોનન્ટ સુરતમાં એક કંપનીમાં તૈયાર થયું છે....
chandrayaan 3 માટે મહત્વનું એક કમ્પોનન્ટ સુરતની એક કંપનીએ તૈયાર કર્યું

ઈસરોના Chandrayaan 3 ના મિશન પર સમગ્ર વિશ્વની નજર છે. ત્યારે Chandrayaan 3 મિશનમાં સુરતનો પણ સિંહ ફાળો છે તેવું કહી શકાય. આ કહેવાનું કારણ એવું છે કે ચંદ્રયાન ત્રણ માટે મહત્વનું એક કમ્પોનન્ટ સુરતમાં એક કંપનીમાં તૈયાર થયું છે. આ કમ્પોનન્ટનું નામ છે સ્કિવબ્સ.

Advertisement

સ્કિવબ્સ જ્યારે જ્યારે કોઈપણ રોકેટ લોન્ચ થાય છે ત્યારે ત્યારે તેનો ઉપયોગ થાય છે. મહત્વની વાત કહેવાય કે જ્યારે કોઈ રોકેટ ટેકનોલોજીથી કોઈપણ યાનને લોન્ચ કરવામાં આવે છે ત્યારે રોકેટની નીચેના ભાગમાં 3000 ડિગ્રી સેન્ટિગ્રેડ કરતાં પણ વધારે ગરમી ઉત્પન્ન થતી હોય છે અને આ ગરમીના કારણે રોકેટના કોઈ પણ વાયરને ડેમેજ ન થાય તે માટે સ્કિવબ્સ ઇગ્નિસનું એક આવરણ ચઢાવવામાં આવે છે. એટલે ચંદ્રયાન ત્રણમાં પણ સ્કિવબ્સ સુરતની જ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલો સીરામીક પાર્ટ સ્કિવબ્સ ઉપયોગમાં લેવામાં આવશે. સુરતની આ કંપનીનું નામ છે હિમસન સીરામીક. મહત્વની વાત એ છે કે ઇન્ડિયન ઓર્ગેનાઈઝેશનને આ કંપની 1994થી સ્કિવબ્સ તૈયાર કરીને મોકલવામાં આવે છે.

Advertisement

ચંદ્રયાન-2માં પણ આ સ્કિવબ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ કમ્પોનન્ટને એક ખાસ ટેકનોલોજીના માધ્યમથી તૈયાર કરવામાં આવે છે. સુરતની આ કંપની સેટેલાઈટ અને સ્પેશયાન આવશ્યક થાય તે પ્રકારના સીરામીક સ્કિવબ્સ બનાવે છે અને ઈસરોને સપ્લાય કરે છે. જોકે આ કમ્પોનન્ટ તૈયાર કરનાર નીતિન બચકાનીવાલાએ એવું પણ જણાવ્યું હતું કે, તેમની કંપની અગાઉ ટેક્સટાઇલ માટે કમ્પોનન્ટ તૈયાર કરતી હતી. પોખરણ દરમિયાન અનેક દેશો દ્વારા કમ્પોનન્ટ ખરીદવા માટે ભારતની કંપનીઓને બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી અને જે તે સમયે ઇસરો દ્વારા સુરતની આ હિમસંન સીરામીક નામની કંપનીનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમની કંપની આ કમ્પોનન્ટ તૈયાર કરે છે અને ઈસરોને સપ્લાય કરે છે. સ્કિવબ્સ એલ્યુમિનિયમ માંથી તૈયાર કરવામાં આવે છે.

Advertisement

અહેવાલ : આનંદ પટણી, સુરત

આ પણ વાંચો : ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર, કોંગ્રેસ-આપ સાથે મળીને કરશે આ કામ…!

Tags :
Advertisement

.