Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

AMBAJI : કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી ભાગવત કરાડ આવ્યા અંબાજી મંદિરમાં માતાજીના દર્શને

અહેવાલ - શક્તિસિંહ રાજપુત શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિરમાં દેશ વિદેશમાંથી અલગઅલગ ભક્તો માતાજીનાં દર્શન કરવા આવી રહ્યા છે, ત્યારે અંબાજી મંદિરમાં પણ ભક્તોની સાથે સાથે વીઆઇપી...
ambaji   કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી ભાગવત કરાડ આવ્યા અંબાજી મંદિરમાં માતાજીના દર્શને
અહેવાલ - શક્તિસિંહ રાજપુત
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિરમાં દેશ વિદેશમાંથી અલગઅલગ ભક્તો માતાજીનાં દર્શન કરવા આવી રહ્યા છે, ત્યારે અંબાજી મંદિરમાં પણ ભક્તોની સાથે સાથે વીઆઇપી અને રાજકીય નેતાઓ અને મંત્રીઓ પણ દર્શન કરવા આવી રહ્યા છે.
કેન્દ્રીય નાણાં મંત્રી ભાગવત કરાડ આવ્યા માતાજીના દર્શને 
Image preview
અંબાજી મંદિરમાં આજે સવારે કેન્દ્રીય નાણાં મંત્રી ભાગવત કરાડ દર્શન કરવા આવ્યા હતા, અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. અંબાજી મંદિરમાં તેમને માતાજીનાં દર્શન કર્યા હતા અને પૂજારી દ્વારા તેમને ચૂંદડી ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું,મંત્રીએ સિદ્ધિ વિનાયક મંદિર અને માતાજીના ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા.
દારુની છુટ પર કહી આવી વાત 
Image preview
મિડીયા સાથેની વાતચીતમાં તેમણે અંબાજીના વિકાસ ઊપર ઘણી ચર્ચા કરી હતી અને આવનારા સમયમાં અંબાજી વિશ્વનું સૌથી મોટું શક્તિપીઠ બનશે સાથે સાથે ગિફ્ટ સિટી મા દારુની છુટ પર બોલ્યા કે મને આ બાબતે કંઈ ખબર નથી. તેમણે વધુમાં આ પણ જણાવ્યુ કે 2024 મા PM મોદી  ફરીથી 400 સીટ સાથે દેશનાં ત્રીજી વખત પ્રધાનમંત્રી બનશે અને ભારત વિશ્વ ગુરુ બનશે. અંબાજી મંદિરમાં આજે માઈ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી અને ક્રિસમસ વેકેશનના સમયે ભીડ જોવા મળી હતી.
Advertisement
Tags :
Advertisement

.