Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

AMBAJI : ભારતના સૌથી નાની ઉંમરના IPS સફીન હસને અંબાજી મંદિરમાં દર્શન કર્યા

 અહેવાલ - શક્તિસિંહ રાજપુત,અંબાજી શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર.દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ઉપર નાના મોટા 358 સૂવર્ણ કળશ લાગેલા છે, એટલે...
ambaji   ભારતના સૌથી નાની ઉંમરના ips સફીન હસને અંબાજી મંદિરમાં દર્શન કર્યા
 અહેવાલ - શક્તિસિંહ રાજપુત,અંબાજી
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર.દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ઉપર નાના મોટા 358 સૂવર્ણ કળશ લાગેલા છે, એટલે આ મંદિરને ગોલ્ડન ટેમ્પલ તરીકે ઓળખવામા આવે છે.
Image preview
અંબાજી મંદિરમાં વિવિધ નેતા, અભિનેતા અને વીઆઇપી લોકો દર્શન કરવા આવતા હોય છે, ત્યારે અંબાજી મંદિરમાં આજે શનિવારના રોજ ગુજરાતના બનાસકાંઠાના પનોતા પુત્ર અને દેશના સૌથી નાની ઉંમરના આઈપીએસ સફિન હસન અંબાજી મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતુ.
Image preview
અંબાજી મંદિરમાં તેમને માતાજીના દર્શન સામાન્ય ભક્તની જેમ કર્યા હતા. મંદીરના પૂજારી દ્વારા તેમને તિલક કરી પાવડી મુકવામાં આવી હતી,ત્યારબાદ તેમને માતાજીની ગાદીમાં દર્શન કર્યા હતા અને ભટ્ટજી મહારાજ પાસે રક્ષા કવચ બંધાવ્યું હતું અને પ્રસાદ ગ્રહણ કર્યો હતો. અંબાજી મંદિરમાં તેમને જણાવ્યું હતું કે, હું ત્રણ વર્ષ પહેલા જ્યારે મારુ ભાવનગર ખાતે પ્રથમ પોસ્ટિંગ થયું હતું ત્યારે તે અગાઉ માતાજીના દર્શન કરવા આવ્યો હતો અને ત્યારબાદ આજે ત્રણ વર્ષ બાદ આજે માતાજીના દર્શન કરવા આવ્યો છુ અને મને નવી ઊર્જા મળી છે અને દેશનો વિકાસ થાય તેવી મે માતાજી સમક્ષ પ્રાર્થના કરી છે. સફીન હસન  અંબાજી ખાતે આચાર્ય સંઘના કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા તે અગાઉ માતાજીના દર્શન કર્યા હતા.
Image preview
સફિન હસન પોતાનાં મોટીવેસનલ વીડિયોને કારણે સતત ચર્ચામા રહે છે, અને તેઓ બનાસકાંઠા જિલ્લાના વતની છે અને દેશનાં સૌથી નાની ઉંમરના આઈપીએસ અધિકારી બન્યા છે ત્યારે તેઓ તમામ શકિતપીઠના દર્શન કરી સુંદર નોકરી કરી રહ્યા છે અને લોકોને મેસેજ આપી રહ્યા છે.
Advertisement
Tags :
Advertisement

.