Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : પાર્ટ ટાઈમ પત્રકારની સોપારી આપી કોણે કરાવી હત્યા ?

Ahmedabad : પ્રિન્ટીંગ પ્રેસ ચલાવતા આધેડ વયના એક પાર્ટ ટાઈમ પત્રકાર પર હુમલો થતાં અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police) દોડતી થઈ ગઈ હતી. હૉસ્પિટલના બિછાને મોતને ભેટેલા મનિષ શાહના હત્યા કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે (Crime Branch Ahmedabad) ઝંપલાવતા એક...
ahmedabad   પાર્ટ ટાઈમ પત્રકારની સોપારી આપી કોણે કરાવી હત્યા

Ahmedabad : પ્રિન્ટીંગ પ્રેસ ચલાવતા આધેડ વયના એક પાર્ટ ટાઈમ પત્રકાર પર હુમલો થતાં અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police) દોડતી થઈ ગઈ હતી. હૉસ્પિટલના બિછાને મોતને ભેટેલા મનિષ શાહના હત્યા કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે (Crime Branch Ahmedabad) ઝંપલાવતા એક ફિલ્મી સ્ટોરી જેવી ઘટના સામે આવી છે. પાર્ટ ટાઈમ પત્રકાર મનિષ શાહની હત્યા કોણે અને કેમ કરાવી તે વાંચો આ અહેવાલમાં...

Advertisement

રિવરફ્રન્ટ પર અજાણ્યા શખ્સોએ કર્યો હુમલો

ગત 1 જૂનના રોજ સવારે છરા વડે મનિષ શાહ (રહે. વટવા) પર થયેલા હુમલાના કેસમાં રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસે (Riverfront East Police) અજાણ્યા બે શખ્સ સામે ગુનો નોંધ્યો હતો. મનિષ શાહે ફરિયાદમાં જણાવ્યું હતું કે, વટવા ખાતેથી દુધેશ્વર ખાતે આવેલી ઑફિસ જવા માટે મોટર સાયકલ લઈને દાણીલીમડા રિવરફ્રન્ટથી જઈ રહ્યા હતા. સવારે પોણા અગિયાર વાગ્યાના સુમારે મનિષ શાહ બાવા લવલવીની દરગાહ પાસેથી બાઈક પર પસાર થતા હતા. આ સમયે વાદળી રંગના ટુ વ્હીલર પર આવેલા બે શખ્સો પૈકી પાછળ બેસેલા અને મોંઢે રૂમાલ બાંધેલા શખ્સ પાસે છરો જોઈને મનિષ શાહ બાઈક મૂકીને ભાગ્યા હતા. જો કે, છરા સાથે દોડી આવેલા શખ્સે મનિષ શાહના બંને પગ પર ઉપરાછાપરી ત્રણ ઘા મારી દીધા હતા. પેટના ભાગે છરાનો ઘા મારવા જતાં મનિષ શાહે તેને હાથથી રોકી લેતા આંગળીના ભાગે નજીવી ઈજા પહોંચી હતી. બૂમાબૂમ થતાં બંને શખ્સો સ્થળ પરથી નાસી છૂટ્યા હતા અને મનિષ શાહને એમ્બુલન્સમાં સિવિલ હૉસ્પિટલ (Civil Hospital) ખાતે ખસેડાયા હતા. મનિષ શાહનું સારવાર દરમિયાન 3 જૂનના રોજ મોત નિપજતા પોલીસે હત્યાની કલમ ઉમેરી હતી.

રિવરફ્રન્ટ પર CCTV કેમેરા જ નથી

રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશન (Riverfront East Police Station) માં મનિષ શાહે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં પાર્ટ ટાઈમ પત્રકાર મનિષ શાહે જણાવ્યું હતું કે, ન્યૂઝ પેપર (News Paper) નું કામ કરતો હોય તેમજ માહિતીઓ માટે અરજી કરતો હોઈ કોઈએ દાઝ રાખીને હુમલો કરાવ્યો છે. પોલીસે ગુનો નોંધ્યા બાદ તપાસ શરૂ કરતાં ઘટનાસ્થળે કોઈ સીસીટીવી કેમરા (CCTV Camera) નહીં હોવાથી રિવરફ્રન્ટની બહાર નીકળવાના માર્ગે લાગેલા કેમેરાના ફૂટેજ તપાસવાની કામગીરી પોલીસે શરૂ કરી હતી. સ્થાનિક પોલીસે મહિપાલસિંહ ચંપાવત, મહિપાલનો મોટો ભાઇ યુવરાજ સહિત 3 શખ્સોને શંકાના આધારે તપાસ અર્થે લઈ આવી હતી. તડીપાર કરાયેલા યુવરાજસિંહના નાના ભાઇ મહિપાલનો રિવરફ્રન્ટ પોલીસે (Riverfront Police) કોલ ડેટા રેકોર્ડ (CDR) કઢાવ્યો હતો. દરમિયાનમાં હત્યા કેસની તપાસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઝંપલાવ્યું.

Advertisement

2 લાખમાં આપી હતી સોપારી

ક્રાઈમ બ્રાંચના એસીપી ભરત પટેલે (ACP Bharat Patel) પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, મનિષ શાહને સબક શિખવાડવાના ઈરાદે 2 લાખ રૂપિયાની સોપારી અપાઈ હતી. આ મામલામાં બે લાખની સોપારી આપનાર મહિપાલસિંહ ચંપાવત સહિત 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. મહિપાલસિંહે સાણંદના શક્તિસિંહ ચૌહાણને 2 લાખમાં મનિષ શાહના હાથ-પગ તોડવાની સોપારી આપી હતી. શક્તિસિંહે રિઢા ગુનેગાર અનિકેત ઓડ, આકાશ વાઘેલા ઉર્ફે અક્કુ અને વિકાસ ઓડ ઉર્ફે વિકુને અનુક્રમે 70 હજાર, 50 હજાર અને 50 હજારમાં આગળ સોપારી આપી હતી. મનિષનો ફોટો અને આવવા-જવાનો રૂટ મહિપાલે જણાવ્યો હતો. ક્રાઈમ બ્રાંચે એક્ટિવા ચાલક અનિકેત અને છરા વડે હુમલો કરનાર વિકાસની ધરપકડ કરી લીધી છે. સાથે સાથે મહિપાલ અને આકાશ ઉર્ફે અક્કુને પણ ઝડપી લીધા છે. જ્યારે શક્તિસિંહ ચૌહાણની શોધખોળ આરંભી છે.

મૃતકના પરિવારે નોંધાવેલી ફરિયાદો બની કારણભૂત

મનિષ શાહના પત્નીએ વર્ષ 2021માં પાડોશમાં રહેતાં યુવરાજસિંહ ચંપાવત સામે ગંભીર કલમ હેઠળ FIR નોંધાવી હતી. યુવરાજને જામીન મળ્યા બાદ અદાલતે તેને વટવા પોલીસ સ્ટેશનની હદમાં પ્રવેશ નહીં કરવાનો હુકમ કરી તડીપાર કર્યો હતો. યુવરાજના નાના ભાઇ મહિપાલસિંહ સામે પણ શાહ પરિવારે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ બંને પરિવારો વચ્ચે વટવા પોલીસ સ્ટેશન (Vatva Police Station) માં સામ-સામે આક્ષેપ કરતી અરજીઓ પણ થઈ હતી. જેથી મનિષ શાહને સબક શિખવાડવાનું મહિપાલે નક્કી કર્યું હતું.

Advertisement

Tags :
Advertisement

.