Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad Municipality સામે ઉભો થયો સવાલોનો પર્વત, લાખોના વૃક્ષનું થયું નિકંદન

Ahmedabad Municipality: પાંચ વર્ષમાં વિકાસના નામે 6,536 Tree નું નિકંદન Ahmedabad માં એક તરફ દર વર્ષે Tree રોપણના નામે કરવામાં આવે છે. તેમજ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. ત્યારે બીજી તરફ છેલ્લા પાંચ વર્ષમાં Ahmedabad માં 6,536 જેટલા Tree...
ahmedabad municipality સામે ઉભો થયો સવાલોનો પર્વત  લાખોના વૃક્ષનું થયું નિકંદન

Ahmedabad Municipality: પાંચ વર્ષમાં વિકાસના નામે 6,536 Tree નું નિકંદન Ahmedabad માં એક તરફ દર વર્ષે Tree રોપણના નામે કરવામાં આવે છે. તેમજ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. ત્યારે બીજી તરફ છેલ્લા પાંચ વર્ષમાં Ahmedabad માં 6,536 જેટલા Tree નું નિકંદન કરવામાં આવ્યું. ત્યારે અહીં સવાલ એ છે કે એક તરફ ટ્રી રી પ્લાન્ટેશન મશીન વિકસાવવામાં આવ્યું છે. તેમ છતાં પણ શહેરમાં આડેધડ Tree નું નિકંદન વિકાસના નામ પર થઈ રહ્યું છે.

Advertisement

  • કુલ 6,536 વૃક્ષ Ahmedabad મનપાએ કાપ્યા

  • Ahmedabad મનપાના નિર્ણયો સામે સવાલો

  • અત્યાર સુધીમાં 11,34,673 Tree વાવવામાં આવ્યા

Ahmedabad માં છેલ્લા 5 વર્ષ દરમિયાન અનેક જગ્યાઓ ઉપર બ્રિજ, પાર્ટી પ્લોટ, હોલ અને પબ્લિક ટોયલેટ બનાવવામાં આવ્યા છે. જેની પાછળ 6,534 જેટલા Tree કાપવામાં આવ્યા હતાં. ત્યારે વર્ષ 2019-20 માં 1,619, વર્ષ 2020-21 માં 838 વર્ષ 2021-22 માં 1463, વર્ષ 2022-23 માં 1200, વર્ષ 2023-24 માં 1416 એમ સમગ્ર શહેરમાં કુલ 6,536 Tree Ahmedabad મહાનગરપાલિકા દ્વાર કાપવામાં આવ્યા છે.

Ahmedabad મનપાના નિર્ણયો સામે સવાલો

ત્યારે બીજી તરફ દર વર્ષે Ahmedabad મહાનગરપાલિકા 10 લાખ, 15 લાખ, 20 લાખ અને ચાલુ વર્ષે તો 30 લાખ Tree વાવવાના લક્ષ્યાંક સાથે દર વર્ષે ચોમાસામાં મોટી મોટી જાહેરાતો કરે છે. પરંતુ બીજી તરફ આડેધડ Tree કાપવામાં આવી રહ્યા છે. આ 6,536 Tree તો Ahmedabad મહાનગરપાલિકાના ચોપડે નોંધાયા છે. ત્યારે બીજી તરફ શહેરમાં વાવાઝોડા તેમજ પવન સાથે વરસાદ દરમિયાન પણ મોટી સંખ્યામાં Tree પડવાની ઘટનાઓ બની રહી છે. ત્યારે આ પ્રકારની ઘટનાઓ Ahmedabad મનપાના નિર્ણયો સામે સવાલો ઉઠાવે છે.

Advertisement

અત્યાર સુધીમાં 11,34,673 Tree વાવવામાં આવ્યા

ચાલુ વર્ષે Ahmedabad મહાનગરપાલિકા એમ ટી એમ એટલે કે મિશન થ્રી મિલિયન ટ્રી એટલે 30 લાખ Tree વાવવાના લક્ષ્યાંક સાથે આગળ વધી રહ્યું છે. પાંચ જૂનથી શહેરમાં અત્યાર સુધીમાં 11,34,673 Tree વાવવામાં આવ્યા છે. તેમજ આવનારા સમયમાં હજુ પણ 18,65,327 જેટલા Tree સમગ્ર શહેરમાં Ahmedabad દ્વારા ઉછેરવામાં આવશે. ત્યારે ચાલુ વર્ષે Ahmedabad મહાનગરપાલિકા દ્વારા PPP ધોરણે તેમજ સોસાયટીઓમાં પણ Tree ઉછેરવાનું નિર્ણય કરાયો છે. જેથી આગામી સમયમાં શહેરને હરિયાળું બનાવી શકાય. ઉલ્લેખનીય છે કે દર વર્ષે ઉછેરવામાં આવતા રોપામાં માત્ર 60% Tree મોટા થાય છે.

અહેવાલ રીમા જોશી

Advertisement

આ પણ વાંચો: Dahod : લ્યો બોલો… બુટલેગરની મદદ પોલીસ કરતી હતી ? Dy. SP ના ડ્રાઈવર ની અટકાયત

Tags :
Advertisement

.