Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

AHMEDABAD : રથયાત્રાની સુરક્ષા મુદ્દે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાઇ અગત્યની બેઠક

AHMEDABAD માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક ભગવાન જગન્નાથજીની રથયાત્રા ની સુરક્ષા મુદ્દે બેઠક રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થા સદર્ભે ચર્ચા થઈ રથયાત્રા સુરક્ષિત રીતે નીકળે તેની ચિંતા સરકારે કરી ગુજરાત વર્ષોથી ભક્તિમય રહ્યું છે.અમદાવાદમાં (AHMEDABAD) છેલ્લા કેટલાય વર્ષોથી ભગવાન જગન્નાથજીની...
ahmedabad   રથયાત્રાની સુરક્ષા મુદ્દે cm ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાઇ અગત્યની બેઠક
  • AHMEDABAD માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક
  • ભગવાન જગન્નાથજીની રથયાત્રા ની સુરક્ષા મુદ્દે બેઠક
  • રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થા સદર્ભે ચર્ચા થઈ
  • રથયાત્રા સુરક્ષિત રીતે નીકળે તેની ચિંતા સરકારે કરી

ગુજરાત વર્ષોથી ભક્તિમય રહ્યું છે.અમદાવાદમાં (AHMEDABAD) છેલ્લા કેટલાય વર્ષોથી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં યોજાય છે.  જેને લઈને રાજ્ય સહિત દેશભરમાંથી લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે. ભગવાન જગન્નાથજી આ રથયાત્રા દરમિયાન અમદાવાદ પોલીસની ખાસ ભાગીદારી રહેતી હોય છે. ગુજરાત પોલીસ દ્વારા રથયાત્રાને લઈને સજ્જડ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. હવે રથયાત્રાને જ્યારે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રાની સુરક્ષા મુદ્દે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી.

Advertisement

બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા

રથયાત્રાના દિવસે હજારોની સંખ્યામાં લોકો ભગવાનના રથના દર્શન માટે ઉમટતા હોય છે. ત્યારે રથયાત્રા સુરક્ષિત રીતે નીકળે તે માટે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી.અમદાવાદની ૧૪૭ મી જગન્નાથ રથયાત્રા શાંતિ-સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવા પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ અને પ્રતિબદ્ધ છે.CM ભૂપેન્દ્ર પટેલે પરંપરાગત રથયાત્રાની ૧૪૭ મી કડી સફળતાથી સાકાર થાય તે માટેના કાર્ય આયોજનની ઉચ્ચ સ્તરીય બેઠકમાં ઝીણવટ પૂર્વક સમીક્ષા કરી હતી .આ મહત્વની બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા.સુરક્ષા માટે આઇ.જી.કક્ષાના અધિકારીઓથી લઈને પોલીસકર્મીઓ સુધી મળી કુલ ૧૮,૭૮૪ સુરક્ષા કર્મીઓ રથયાત્રામાં ફરજ પર રહેશે.

Advertisement

રથયાત્રા સફળતાપૂર્વક કોઈ પણ અડચણ વિના પાર પડે તે માટે આ બેઠકમાં સુરક્ષાને લઈને કેટલાક મહત્વના પગલાં લેવામાં આવ્યા હતા

• સમગ્ર રથયાત્રા દરમિયાન મુવિંગ બંદોબસ્ત દ્વારા યાત્રારથ-ટ્રકો-અખાડા-ભજન મંડળીઓની સુરક્ષા માટે ૪૫૦૦થી વધુ પોલીસ કર્મીઓ તૈનાત રહેશે
• ટ્રાફિક નિયમન માટે ૧૯૩૧ કર્મીઓ ૧૬ જેટલી ક્રેઇનની વ્યવસ્થા
• ૪૭ લોકેશન્‍સ પરથી ૯૬ કેમેરા-૨૦ ડ્રોન-૧૭૩૩ બોડીવોર્ન કેમેરા દ્વારા લાઈવ મોનિટરિંગ થશે
• ૧૬ કિલોમીટરના સમગ્ર યાત્રા રૂટ પર ૧૪૦૦ જેટલા સી.સી.ટી.વી. કેમેરા
• યાત્રા દરમિયાન ભક્તો-શહેરીજનોની મદદ માટે ૧૭ જન સહાયતા કેન્દ્રો ઉભા કરાશે

Advertisement

આ પણ વાંચો : VADODARA : શેર માર્કેટમાં રોકાણના મોટા સ્કેમમાં સંડોવાયેલા બે ઝબ્બે

Tags :
Advertisement

.