Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

RAJKOT ના ગેમઝોન અગ્નિકાંડ બાદ નાગરિકો અને તંત્ર બન્યું જાગૃત, ફાયર સેફટી યંત્રોની માંગ આસમાને

RAJKOT માં બનેલી ઘટનાએ લોકોના આઘાતમાં સરી પડ્યા છે. ત્યારે રાજકોટમાં બનેલી ઘટનાને ફરી પુન રાજ્યભરમાં ક્યાંય ના થાય તે માટેના પ્રયત્નો શરૂ થઈ ચૂક્યા છે. જેના ભાગરૂપે હવે ફાયર પ્રત્યેની જાગૃતિ લોકોની વધી છે, એટલા માટે ફાયર બોટલના વેચાણ...
rajkot ના ગેમઝોન અગ્નિકાંડ બાદ નાગરિકો અને તંત્ર બન્યું જાગૃત  ફાયર સેફટી યંત્રોની માંગ આસમાને

RAJKOT માં બનેલી ઘટનાએ લોકોના આઘાતમાં સરી પડ્યા છે. ત્યારે રાજકોટમાં બનેલી ઘટનાને ફરી પુન રાજ્યભરમાં ક્યાંય ના થાય તે માટેના પ્રયત્નો શરૂ થઈ ચૂક્યા છે. જેના ભાગરૂપે હવે ફાયર પ્રત્યેની જાગૃતિ લોકોની વધી છે, એટલા માટે ફાયર બોટલના વેચાણ અને ઇન્કવાયરીમાં પણ વધારો થયો છે.

Advertisement

રાજકોટના ગેમઝોન અગ્નિકાંડ બાદ નાગરિકો અને તંત્ર બન્યું જાગૃત

રાજકોટના ગેમઝોનમાં અગ્નિકાંડની ઘટનાનાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. RAJKOT ની ઘટના બાદ રાજ્યનું વહીવટી તંત્ર હોય કે નાગરિકો હોય જાગૃત બન્યું છે. જાગૃત બનેલા નાગરિકો હવે ફાયર સુવિધાની દરકરાર કરતા થયા છે. દર કરાર કરતા લોકો હવે ફાયર વિભાગની ચકાસણી કર્યા બાદ ઘર વપરાશ માટે લાગેલા ફાયરની બોટલ હોય કે કંપનીમાં લાગેલી ફાયરની બોટલો હોય તેમજ પેટ્રોલ પંપ કે મોટી બિલ્ડિંગમાં ફાયરની લાગેલી બોટલ હોય તેની ચકાસણી કરતા થયા છે. જો ફાયર બોટલમાં તારીખ વીતી ગઈ હોય કે પછી ફાયરની ઘટના બાદ જાગૃતી આવી છે.

50 થી 60 ટકા જેટલી ફાયર સેફટી બોટલોની માંગ વધી

RAJKOT અગ્નિકાંડ બાદ લોકોમાં જાગૃતિ આવી છે, જેના ભાગરૂપે ઇન્કવાયરીમાં વધારો થયો છે. જે અંગે ફાયર ક્ષેત્રમાં કામ કરતાં એરિયા મેનેજર રુદ્ર પાંડેએ જણાવ્યું હતું કે, રાજકોટની ઘટના બાદ ઇન્કવાયરીમાં વધારો થયો છે. ઇન્કવાયરીની સાથે સાથે 50 થી 60 ટકા જેટલી ફાયર સેફટી બોટલોની માંગ પણ વધી છે. એવરેજ અમારે ત્યાંથી પ્રતિદિન ફાયર સેફટીની 600 જેટલી બોટલો વેચાતી હતી.જેમાં છેલ્લા બે દિવસની અંદર 1000 જેટલી બોટલનું વેચાણ થયું છે.

Advertisement

રાજકોટની ઘટના બાદ લોકો જાગૃત થયા છે. અહી મહત્વનું છે કે, આખા દેશની અંદર 3000 કરોડનું માર્કેટમાં ડિમાન્ડ વેલ્યુ ફાયરની બોટલો અને ફાયર સુવિધા માટેની છે. જેની સામે ફક્ત 1200 કરોડનું વેચાણ થતું હોવાનું સામે આવી રહ્યું છે. ડિમાન્ડ મુજબ ગ્રાહકો ખરીદીની નીરસતા આગ જેવી ઘટનામાં કસૂરવાર બને છે. તેમજ તંત્રની રહેમ નજર તેમજ ફાયર પ્રત્યેની જાગૃતિના અભાવના કારણે લોકોની ખરીદીમાં અસર વર્તાઈ રહી છે.

Advertisement

સાથે સાથે જાગૃતિ અભાવના કારણે રિફિલિગ નહિ થવાના પ્રશ્નો ઉદભવી રહ્યા છે.આમ તો ફાયરની બોટલમાં નોમ્સ મુજબ ત્રણ વર્ષની અવધિ હોય છે. તેમાં પણ બોટલ રિફિલીંગ અને બોટલ હાઇડ્રો ટેસ્ટ 3 વર્ષની અવધિ હોય છે,જ્યારે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ માટે વપરાતા બોટલમાં 5 વર્ષની અવધિ હોય છે. તેમાં પણ ગુણવતા યુક્ત પાવડરના અભાવે બોટલ હોવા છતાં આગને કાબૂમાં કરવામાં વિલંબ થઈ રહ્યો છે. એક વાર ફાયર સુવિધા લગાવ્યા બાદ દરકાર ન રાખતા હોય તેવા કિસ્સા મોખરે હોય છે,જેથી આશા રાખીએ લોકો પણ જાગૃતિ કેળવે અને ફાયર માટેની દરકાર કરે.

અહેવાલ - કલ્પીન ત્રિવેદી

આ પણ વાંચો : Sports Club of Gujarat માં 10 કરોડનું કૌંભાંડ! સાત વર્ષે પણ પૈસા પરત નથી અપાયા

Tags :
Advertisement

.