Vapi : ભાજપના નેતાને ત્યાં AAP ના નેતાઓએ રચ્યું ધાડનું ષડયંત્ર
Vapi : વાપી( Vapi) ના કરવડ ગામના સરપંચ તથા વાપી તાલુકા સરપંચ સંઘના પ્રમુખ અને ભાજપ અગ્રણીને ત્યાં ત્રાટકેલા ધાડપાડુના મામલામાં વલસાડ પોલીસે ચોંકાવનારો પર્દાફાશ કર્યો છે. આ બનાવમાં આમ આદમી પાર્ટીના નેતાઓની ભૂંડી ભૂમિકા બહાર આવી છે. પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે આ બનાવમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અગ્રણી અને વલસાડ જિલ્લાના હોદ્દેદારોએ જ ટીપ આપી હતી. આપના નેતાઓએ દાહોદની ધાડપાડું ગેંગને બોલાવી ષડયંત્ર રચ્યું હતું. પોલીસે પોલીસે આમ આદમી પાર્ટીના અગ્રણીઓ સહિત 9 આરોપીઓની ધરપકડ કરી છે.
અડધી રાત્રે હથિયારો સાથે ધાડપાડુ ત્રાટક્યા
વાપીના કરવડના સરપંચને ત્યાં ધાડપાડુ ત્રાટક્યા હતા. અડધી રાત્રે હથિયારો સાથે ધાડપાડુ ત્રાટક્યા બાદ સીસી ટીવીમાં જોવા મળતાં સરપંચે ગામલોકો અને પોલીસને જાણ કરી હતી જેથી ગ્રામજનો અને પોલીસ સ્થળ પર પહોંચ્યા હતા અને ભાગી રહેલ 5 આરોપીને દબોચી લીધા હતા. ઉલ્લેખનિય છે કે સરપંચને ત્યાં ત્રણ માસમાં આ બીજી વખત ધાડપાડુ ટોળકી ત્રાટકી હતી. અગાઉ 1 કિલો ચાંદીની ચોરી કરી હતી.
ધાડપાડુઓને આપના નેતાઓએ જ ટીપ આપી હતી
ધાડપાડુઓને ઝડપી લીધા બાદ પોલીસે ઉંડી તપાસ કરતાં આમ આદમી પાર્ટીના નેતાઓની ભૂંડી ભૂમિકા બહાર આવી હતી. વલસાડ પોલીસની તપાસમાં ઘટસ્ફોટ થયો કે આ ધાડપાડુઓને આમ આદમી પાર્ટીના પ્રદેશ અગ્રણી અને વલસાડ જિલ્લાના હોદ્દેદારોએ જ ટીપ આપી હતી. આપના નેતાઓએ દાહોદની ધાડપાડું ગેંગને બોલાવી ષડયંત્ર રચ્યું હતું. પોલીસે સમગ્ર મામલામાં 9 આરોપીઓની ધરપકડ કરી હતી.
આપના નેતા કેતન પટેલ અને પ્રદીપ પટેલની ધરપકડ
આરોપીઓમાં 2022માં વલસાડની પારડી વિધાનસભા બેઠક પર આપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલા કેતન પટેલની પણ ધરપકડ કરાઇ છે તથા આપના વલસાડ જિલ્લા જોઇન્ટ સેક્રેટરી પ્રદીપ પટેલની પણ ધરપકડ કરાઇ છે. ભાજપ અગ્રણીને ત્યાં ધાડના પ્રયાસમાં આપના અગ્રણીઓનું નામ ખુલતા જ રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસ સમગ્ર મામલાની વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો------ UAE લઈ જવાતાં સિમ કાર્ડનો જથ્થો પોલીસે પકડ્યો પણ કેસ ના કર્યો
આ પણ વાંચો---- BHARUCH : ફિલ્મી સ્ટાઇલમાં પોલીસને ચકમો આપી “તીસ માર ખાન” ફરાર
આ પણ વાંચો---- Salman Khan : તાપીમાં છુપાયું છે ફાયરિંગનું રહસ્ય…!