Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજુ સોલંકીની જયરાજસિંહ અને ગણેશ ગોંડલને ચેલેન્જ, કહ્યું- એક અઠવાડિયું તેઓ બજારમાં...

Raju Solanki Challenge : સમસ્ત મેઘવાળ સમાજ દ્વારા જુનાગઢથી ગોંડલ (Junagadh to Gondal) પ્રતિકાર બાઈક રેલી (Bike Railly) ના આયોજનને લઈ બહોળી સંખ્યામાં મેઘવાળ સમાજના લોકો ગોંડલ આવી પહોંચ્યા હતા અને અત્રેના ખટારા સ્ટેન્ડ ખાતે જાહેર સભા યોજાઈ હતી. ખટારા...
રાજુ સોલંકીની જયરાજસિંહ અને ગણેશ ગોંડલને ચેલેન્જ  કહ્યું  એક અઠવાડિયું તેઓ બજારમાં

Raju Solanki Challenge : સમસ્ત મેઘવાળ સમાજ દ્વારા જુનાગઢથી ગોંડલ (Junagadh to Gondal) પ્રતિકાર બાઈક રેલી (Bike Railly) ના આયોજનને લઈ બહોળી સંખ્યામાં મેઘવાળ સમાજના લોકો ગોંડલ આવી પહોંચ્યા હતા અને અત્રેના ખટારા સ્ટેન્ડ ખાતે જાહેર સભા યોજાઈ હતી. ખટારા સ્ટેન્ડ ખાતે યોજાયેલી જાહેર સભામાં ગોંડલ, રાજકોટ, જૂનાગઢ ઉપરાંત ઉપરાંત સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી બહોળી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો અને લોકો ઉમટી પડ્યા હતા. પોલીસતંત્ર દ્વારા કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

Advertisement

Raju Solanki Challenge

Raju Solanki Challenge

મુખ્ય સ્ટેજ પરથી જિલ્લા અનુ. જાતિ મહામંત્રી દેવદાનભાઈ મુછડીયા દ્વારા ગોંડલ એપીએમસીના ચેરમેન અલ્પેશ ઢોલરીયાની ઓડિયો ક્લિપ બહાર પાડવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે, પાટીદાર આગેવાન દ્વારા પાટીદાર યુવાનને ધમકાવવાનો આ પુરાવો છે. બાદમાં ક્રમશઃ મેઘવાળ સમાજના આગેવાન ભનુભાઈ ચૌહાણ, વશરામભાઈ સાગઠીયા, નિખીલભાઈ ચૌહાણ, નવચેતનભાઇ સોલંકી, અશોકભાઈ સિંધવ, જયંતીભાઈ રાઠોડ, વસંતભાઈ ચાવડા, અશોકભાઈ લીલાધર, યોગેશભાઈ ભાષા અને મનસુખભાઈ રાઠોડ રામોદ સહિતનાઓ દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું.

Advertisement

Raju Solanki Challenge

Raju Solanki Challenge

આખરે આ બનાવનાર મુખ્ય ફરિયાદી રાજુભાઈ સોલંકી દ્વારા જનસભાને સંબોધવામાં આવી હતી અને કહેવાયું હતું કે, અમે વટલાઈ ગયેલા છીએ. મારું અને જયરાજસિંહનું DNA ચેક કરવામાં આવે તો મારા DNA માં પણ ક્ષત્રિય જ આવે. વધુમાં જયરાજસિંહ જાડેજાને ખુલ્લી ચેલેન્જ આપતા રાજુભાઈ સોલંકી (Raju Solanki) એ કહ્યું હતું કે મારે ચાર દીકરા છે તારે એક દીકરો છે કોઈ ભૂલ કરતા નહીં. ગોંડલ શહેર અને તાલુકાના કોઈપણ જગ્યાએ અન્યાય થશે તો તેઓ જરૂરથી હાજર રહેશે. આ ઉપરાંત રાજુભાઈ સોલંકી (Raju Solanki) મોટી જાહેરાત કરતા કહ્યું હતું કે, જો જયરાજસિંહ અને તેનો દીકરો ગણેશ એક અઠવાડિયું ગોંડલની બજારમાં બોડી ગાર્ડ વગર ફરી બતાવે તો હું આ કેસમાં સમાધાન કરી લઈશ.

Advertisement

Bike Railly in Gondal

Bike Railly in Gondal

આ ઉપરાંત દલિત સમાજના ઠેર ઠેરથી આવેલા આગેવાનોએ સમાજના જ આગેવાનોને કટાક્ષ કરતાં કહ્યું હતું કે, આપણા જ સમાજના કેટલાક લોકો સમાજની વિરુદ્ધ જઈ લુખાઓના તલવા ચાટવા જાય છે આવા લોકોને ચમચો આપી સન્માન કરવાની ફરજ પડશે. એક તરફ દલિત સમાજ દ્વારા જુનાગઢથી બાઇક કરેલી યોજના ગોંડલમાં દબદબાભેર સભા સંબોધવામાં આવી હતી. તેની સામે અગાઉથી જાહેરાત કરાયા મુજબ ગોંડલ માર્કેટિંગ યાર્ડ, નાની મોટી બજાર, જેલ ચોક, કડીયાલાઈન સહિતના વિસ્તારો ધંધા રોજગારો સ્વયંભૂ બંધ રહ્યા હતા. દલિત સમાજના આગેવાનોએ જિલ્લા પોલીસવાળાને સંબોધીને કહ્યું હતું કે, આ કેસમાં હજુ અમારી વધુ ચાર માંગ છે, જેમાં મૂળ FIR માં ઉમેરો કરવો, ગુનાહિત કાવતરામાં 120 B ની કલમ ઉમેરવી, સ્પેશિયલ PP ની નિમણૂક કરવી તેમજ આ કેસ ફાસ્ટ ટ્રેકમાં લઇ 6 મહિના કે વર્ષમાં ચલાવી દેવો. વધુમાં દલિત સમાજ વિરુદ્ધ વીડિયો ક્લિપમાં બોલનાર સિધ્ધરાજસિંહ ઝાલા વિરુદ્ધ પોલીસ ફરિયાદ બાદ પોલીસ દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા ન હોય તે તુરંત લેવા માંગ કરવામાં આવી હતી.

અહેવાલ - વિશ્વાસ ભોજાણી

આ પણ વાંચો - Ganesh Gondal : દલિત સમાજની રેલી, સરકારને કરી આ માગ, ગણેશ ગોંડલના સમર્થનમાં 84 ગામ બંધ!

આ પણ વાંચો - દલિતકાંડ મામલે આખરે જયરાજસિંહ જાડેજાએ તોડ્યું મૌન, કહ્યું – મીડિયામાં એક તરફી બતાવવામાં આવ્યું

Tags :
Advertisement

.