Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

લાભ પાંચમના દિવસે અંબાજી મંદિરમાંથી ચોર ઝડપાયો

અહેવાલ - શક્તિસિંહ રાજપુત,અંબાજી શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.હાલમાં દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે,ત્યારે વેકેશનને લઈને અને નવા વર્ષની ઉજવણી કરવા માટે દેશભરથી લોકો શક્તિપીઠ અંબાજી ખાતે આવી રહ્યા...
લાભ પાંચમના દિવસે અંબાજી મંદિરમાંથી ચોર ઝડપાયો
Advertisement

અહેવાલ - શક્તિસિંહ રાજપુત,અંબાજી

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.હાલમાં દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે,ત્યારે વેકેશનને લઈને અને નવા વર્ષની ઉજવણી કરવા માટે દેશભરથી લોકો શક્તિપીઠ અંબાજી ખાતે આવી રહ્યા છે. દિવાળીના તહેવારોને લઈને માં અંબાના ધામે અંબાજીમાં મોટી સંખ્યામાં યાત્રાળુઓનો ઘસારો જોવા મળી રહ્યો છે.હાલમાં અંબાજીમા માનવ મહેરામણ ઉમટી પડ્યું હોય તેવું લાગી રહ્યું છે.

Advertisement

7 લાખ જેટલા યાત્રાળુઓએ માં અંબાના દર્શન કરી ચૂક્યા છે

Advertisement

દિવાલીના પાંચ દિવસ દરમિયાન 7 લાખ જેટલા યાત્રાળુઓએ માં અંબાના દર્શન કરી ચૂક્યા છે. ત્યારે હજી પણ સતત યાત્રાળુઓનો ઘસારો અંબાજી મંદિરમાં જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં આવતા યાત્રાળુઓ વચ્ચે અનેકો અસામાજિક તત્વો પણ પોતાના મનસુબાઓને અંજામ આપતા હોય છે,ત્યારે અંબાજી મંદિરમાથી આજે ચોરને પકડી પાડવામાં આવ્યો હતો. લાભ પાંચમના દિવસે મોટી સંખ્યામાં આવતા યાત્રાળુઓના વચ્ચે અમુક અસમાજિક તત્વો પણ પોતાનો લાભ ઉઠાવવા માટે ઘૂસ્યા હતા.

સ્થાનિકો અને ગ્રાહક સુરક્ષા કેન્દ્રના વિપુલભાઈ ગૂર્જરે ચોરને પકડી પાડ્યો

આવા અસામાજિક તત્વો ચોરી કરવા માટે આવતા હોય છે અને ચોરીને અંજામ આપતા હતા. અંબાજીના સ્થાનિક લોકો અને ગ્રાહક સુરક્ષા કેન્દ્રના વિપુલભાઈ ગૂર્જરે એક ચોરને પકડી પાડ્યો હતો,ત્યારે તે ચોરે 2 મોબાઈલ અને 4000 રૂપિયા રોકડા ચોરી કરવાની કબૂલાત કરી હતી. ત્યારબાદ સ્થાનિક લોકોએ અને વિપુલભાઈ ગુર્જરે તે ચોરને અંબાજી પોલીસને હવાલે સોપ્યો હતો, અને ત્યારબાદ અંબાજી મંદીર સઘન સુરક્ષાનાં PSI તથા પોલીસ કર્મીઓ દ્વારા વધું તપાસ કરતા વઘુ એક મહીલાની ધરપકડ કરવામા આવી હતી, સાથે બે મોબાઈલને 1900 રૂપિયા રોકડાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરાઈ છે.

2 આરોપીઓને અંબાજી પોલીસ સ્ટેશનમાં લાવ્યા

અંબાજી મંદિરમાં ચોરી કરનાર 2 આરોપીઓને અંબાજી પોલીસ સ્ટેશનમાં લાવ્યા બાદ અંબાજી પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.આજે અંબાજી મંદિરમાંથી ચોરને સ્થાનિક લોકોએ પકડી પાડ્યો હતો અને તેનો વિડીયો ઉતાર્યો હતો ત્યારબાદ તે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.જોકે આ બંને આરોપીઓ અમદાવાદના છરાનગરના હોવાનું જાણવા મળ્યું હતુ. અંબાજી પોલીસ દ્વારા તહેવારોના સમય સતર્ક રહેવાની જરૂર છે.

આ પણ વાંચો - અંબાજીમાં વિદેશી ભક્તે ભારત વર્લ્ડકપ ફાઇનલમાં જીતે તેવી પ્રાર્થના કરી

Tags :
Advertisement

.

×