માનવતા મરી પરવારી : મહુધામાં વ્યાજખોરે વ્યાજ વસૂલવા 10 વ્યકતિની કિડની કઢાવી લીધી હોવાનો ચોંકાવનારો આરોપ
ખેડા (kheda) જિલ્લાના મહુધા (mahudha) તાલુકામાં આવેલ ગામમાંથી ચોંકાવી દેનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં ગામના જ એક માથાભારે શખ્સે ગરીબોને 30 થી 50% ના વ્યાજ દરે રૂપિયા ઉછીના આપ્યા બાદ તે ગરીબો રૂપિયા સમયે પાછા ન આપી શકે તો...
ખેડા (kheda) જિલ્લાના મહુધા (mahudha) તાલુકામાં આવેલ ગામમાંથી ચોંકાવી દેનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં ગામના જ એક માથાભારે શખ્સે ગરીબોને 30 થી 50% ના વ્યાજ દરે રૂપિયા ઉછીના આપ્યા બાદ તે ગરીબો રૂપિયા સમયે પાછા ન આપી શકે તો તેવી વ્યક્તિઓને દિલ્હી લઈ જઈ તેમની કિડની કઢાવી લઈ વેચી નાખી રૂપિયા વસૂલ કરતો હતો. પરંતુ દિલ્હી હોસ્પિટલમાંથી એક વ્યક્તિ રાત્રે ભાગી જઈ ભૂમસમાં આવી જતા તેણે આ સમગ્ર કોભાંડ બાબતે ખેડા જિલ્લા એસ.પીને લેખિત ફરિયાદ કરતા માનવ અંગ તસ્કરીનો મામલો પ્રકાશમાં આવ્યો છે.
30 ટકા વ્યાજે રુપિયા લીધા હતા
ભુમસ ગામમાં રહેતા ગોપાલ કાભાઈ ભાઈ પરમારે ગામના જ માથાભારે ઈસમ અશોક અમરાભાઈ પરમાર પાસેથી ₹20,000 રુપિયા 30 ટકા વ્યાજે લીધા હતા જેનું સમયસર વ્યાજ આપવા છતાં અશોકે 20,000 ના 50,000 મૂડી કરીને 50000 નું વ્યાજ વસૂલવાનું શરૂ કર્યું જેથી ગોપાલે પોતાની સીએનજી રીક્ષા વેચી નાખી પરંતુ માત્ર વ્યાજની રકમ જ પૂરી થઈ.
કિડની કાઢવાની વાત કરતાં ગોપાલ ભાગ્યો
મૂડી ઊભી રહેતા અશોકે ગોપાલને દર મહિને 30,000 રૂપિયા પગારની નોકરી પશ્ચિમ બંગાળમાં કરવા કહ્યું અને ત્યાં લઈ પણ ગયો પરંતુ ત્યાં લઈ જતા પહેલા અમદાવાદમાં તેનું મેડિકલ ચેકઅપ કરાવી તેના બધા સરકારી કાગળો લઈ પશ્ચિમ બંગાળમાં સ્ટેમ્પ ઉપર સહીઓ કરાવી ત્યાંથી દિલ્હીની હોસ્પિટલમાં લઈ જઈ ત્યાં એક અઠવાડિયું રાખી દરેક ટેસ્ટ કરી રાત્રે ડોક્ટર ગોપાલભાઈને મળવા આવ્યા અને કહ્યું કે "તુંમ અપની મરજી સે કિડની ડોનેટ કર રહે હો..? અબ રાત કે બાદ પાની મત પીના ઓર કલ તુમ્હારા ઓપરેશન કર કે કિડની નિકાલ લેંગે" ત્યારે ગોપાલને ખબર પડી કે આ તો કિડની કાઢવાની તૈયારીઓ થાય છે ત્યારબાદ તે રાત્રે બાથરૂમ જવાના બહાને તેની ફાઈલના બધા જ કાગળો લઈ ત્યાંથી ભાગી ગયો અને ટ્રેનથી અમદાવાદ અને ત્યાંથી ભુમસ આવી ગયો હતો.
પોલીસને જાણ કરી
જેથી કિડની કાઢવાનો માસ્ટર માઈન્ડ અશોકને આ બાબતની જાણ થતા તેણે ગોપાલને મારવાનું અને રૂપિયાની સખત ઉઘરાણી શરૂ કરતાં ગોપાલ ડઘાઈ ગયો હતો. ગઈકાલે બપોરે અશોકે ગોપાલને છાતીના ભાગે મુક્કા મારી રૂપિયાની ઉઘરાણી કરી હતી અને જો રૂપિયા નહીં આપે તો તેને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા ગોપાલે મહુધા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને રૂપિયાની લેતી દેતીની વાત કરી હતી જેથી મહુધા પોલીસ વાન ગોપાલને ઘરે મૂકી આવીને કોઈ તકલીફ પડે તો પોલીસને જાણ કરવાનું જણાવ્યું હતું પરંતુ અશોક માથાભારે હોવાથી ગોપાલે આ બાબતે એસ.પી નડિયાદને લેખિત ફરિયાદ કરી તેની નકલો કલેકટર ખેડા ડીવાયએસપી કપડવંજ પી.આઇ મહુધા તેમજ ગૃહ મંત્રીને જાણ કરી પોતાની સુરક્ષા ની માંગણી કરી હકીકત જણાવી હતી.
આ પણ વાંચો----ધોરાજી તાલુકામાં દેશી દારૂની ભઠ્ઠીઓની રેલમછેલ
Advertisement