Gujarat University : તોડફોડ મામલે 2 આરોપીની ધરપકડ, અત્યાર સુધી 7 લોકોની ઓળખ કરાઈ
અમદાવાદમાં (Ahmedabad) આવેલી ગુજરાત યુનિવર્સિટીમાં (Gujarat University Case) તોડફોડ મામલે મોટા સમાચાર આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓની ધરપકડ કરી છે. માહિતી મુજબ, ક્રાઇમ બ્રાન્ચે (crime branch) અત્યાર સુધી 7 આરોપીઓની ઓળખ કરી છે અને 3 જેટલા આરોપીઓને રાઉન્ડઅપની કામગીરી હાથ ધરાઈ છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોબાઇલ વીડિયો અને બાઇકના નંબરના આધારે તપાસ હાથ ધરી છે. CCTV ફટેજના આધારે પણ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે.
વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે ઘર્ષણ
ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં (Gujarat University Hostel) ગત મોડી રાતે બોંયઝ હોસ્ટેલ (Boys Hostel) ના વિભાગ A અને B ના વિદ્યાર્થીઓ વચ્ચે તંગદિલીભરી (tense situation) સ્થિતિ સર્જાઈ હતી. અહેવાલ અનુસાર, ગુજરાત યુનિવર્સિટી (Gujarat University) ની પાછળની સાઈડમાં આવેલી બોંયઝ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે કોઇ કારણોસર ઘર્ષણ થયું હતું, જેમા હોસ્ટેલમાં આવીને અમુક અસામાજીક તત્વોએ વિદ્યાર્થીઓના પાર્ક કરેલ બાઈક તોડી નાખ્યા હતા અને પથ્થરમારો પણ કર્યો હતો. દરમિયાન, એક વિદ્યાર્થીએ આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતાર્યો હતો.
Ahmedabad : ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાનું નિવેદન । Gujarat First@gujuni1949 @NeerjaGuptaa #gujarat #ahmedabad #gujratuniversity #boyshostel #foreignstudents #gujaratfirst pic.twitter.com/Jcay4cdJTt
— Gujarat First (@GujaratFirst) March 17, 2024
2 આરોપીની ધરપકડ, 7 લોકોની ઓળખ
આ મામલો સામે આવતા શહેર પોલીસ (Ahmedabad Police) તંત્રે ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે અને મોબાઇલ વીડિયો, બાઇકના નંબર અને CCTV ફટેજના આધારે તપાસ હાથ ધરી છે. માહિતી મુજબ, આ મામલે ક્રાઇમ બ્રાન્ચે (crime branch) અત્યાર સુધી 2 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે 7 આરોપીઓની ઓળખ કરવામાં આવી છે. ઉપરાંત, 3 જેટલા આરોપીઓને રાઉન્ડઅપ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. રાઉન્ડઅપ કરેલા આરોપીઓ અને અન્ય આરોપીઓના મોબાઇલ પણ ટ્રેક કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અહેવાલ અનુસાર, આ કેસની ગંભીરતાને સમજી આરોપીઓને પકડવા માટે પોલીસે 9 ટીમની રચના કરી છે.
Ahmedabad : ગુજરાત યુનિવર્સિટી : પોલીસ કમિશનર ગુજરાત યુનિવર્સિટી પહોંચ્યા | Gujarat First@gujuni1949 @GujaratPolice #gujarat #ahmedabad #gujratuniversity #boyshostel #foreignstudents #gujaratfirst pic.twitter.com/75AAYURoxm
— Gujarat First (@GujaratFirst) March 17, 2024
9 ટીમ બનાવીને તપાસ કરાઈ રહી છે
અગાઉ આ મામલે અમદાવાદ પોલીસ કમિશનરે (Ahmedabad Police Commissioner) મીડિયાને જણાવ્યું હતું કે, ઘટનાની ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે. અત્યાર સુધી 20થી 25 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જ્યારે કુલ 9 ટીમ બનાવી તપાસ કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, ઘટના બન્યાની 5 મિનિટમાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ આદરી હતી. JCP ક્રાઇમના વડપણ હેઠળ તપાસ કરાશે. કેસની તપાસ માટે વિશેષ તપાસ ટીમ બનાવી છે. જણાવી દઈએ કે, 300 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીમાં (Gujarat University Case) અભ્યાસ કરે છે.
આ પણ વાંચો - ગુજરાત યુનિવર્સિટીની Boys Hostel માં ગત મોડી રાત્રે પથ્થરમારો અને તોડફોડ
આ પણ વાંચો - ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલ ઘટના બાદ રાજ્ય સરકાર એક્શન મોડમાં
આ પણ વાંચો - VADODARA : મળસ્કે રીક્ષા અને ઇકો કાર વચ્ચે અકસ્માત, ચાલક સારવાર હેઠળ