રાજ્યમાં પ્રેમલગ્ન માટે વાલીની મંજૂરીને લઇ Rajkot લોહાણા સમાજ પ્રમુખ રાજુભાઈ સાથે ખાસ વાતચીત
મહેસાણામાં (Mahesana) સરદાર પટેલ સેવાદળ (Sardar Patel Sevedal) દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) ઉપસ્થિતિમાં ચોર્યાસી પાટીદાર સંકુલ ખાતે પાટીદાર સ્નેહ મિલન અને વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં પાટીદાર બહેન, દીકરીઓ અને મહિલાની મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીનું નિવેદન
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ રાજ્યમાં પ્રેમલગ્નમાં (Love Marriage) માતા-પિતાની સહમતિ માટેનો નિયમ બનાવવાની સરકાર વિચારણા કરી રહી હોવાના તેમજ બંધારણની મર્યાદામાં રહીને આવી વ્યવસ્થા ગોઠવી શકાય એમ છે કે કેમ તેનો અભ્યાસ કરીશું. તેમ જણાવ્યું હતું.
આ પછી પ્રેમલગ્નમાં (Love Marriage) વાલીની મંજુરી અનિવાર્ય કરવાની ચર્ચાએ વેગ પકડ્યો છે ત્યારે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા વિવિધ સમાજના પ્રમુખો અને અગ્રણી સાથે આ મુદ્દે અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો. રાજ્યમાં પ્રેમલગ્ન માટે વાલીની મંજૂરીને લઇ રાજકોટ (Rajkot) લોહાણા સમાજ (Lohana Community) પ્રમુખ રાજુભાઈ પોબારૂ (Rajubhai Pobaru) સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી.
સવાલ-1. તમારા માટે પ્રેમ લગ્ન કેમ અટકવા જોઇએ કે કેમ?
જવાબ :- પ્રેમલગ્નમાં (Love Marriage) મેચ્યોરિટિ હોય ત્યારે વાંધો નથી આવતો પણ જ્યારે નાની ઉમરમાં પ્રેમ થઈ જાય અને બંને ઈમેચ્યોર્ડ હોય અને જો પ્રેમલગ્ન થાય છે તો એ લાંબે ગાળે નુકસાન કરતા હોય છે.
સવાલ-2. પ્રેમલગ્ન થી શું-શું તકલીફ પડે છે?
જવાબ :- પ્રેમલગ્નમાં મેચ્યોરિટિનો અભાવ હોય, જ્યારે પણ સામાજીક રીતે જોઈએ તો જ્યારે માતા-પિતા એકબીજાને જોઈ વિચારીને સમજીને સગપણ કરાવતા હોય છે તો તેના માતા-પિતા, કુળ અને શિક્ષણ બધી જ વાતો તેમની પાસે હોય છે. જ્યારે છોકરા-છોકરી જાતે પરણે છે ત્યારે તેમની પાસે વિશેષ માહિતા ના હોય અને માત્ર શાળા, કોલેજ કે શિક્ષણમાં સાથે હોય છે ત્યારે ક્ષણિક, પ્રલોભન હોય તે હેતુથી તેઓ કરતા હોય છે પણ જો આ માટેની કંઈ પણ વાત કરીએ તો બાળપણથી આ હોય તો સારી રહેશે.
સવાલ-3. લગ્ન માટે માતા-પિતાની મંજુરી કેમ ફરજ્યાત હોવી જોઇએ?
જવાબ :- લગ્ન માટે માતા-પિતાની મંજુરી એટલા માટે હોવી જોઈએ કારણ કે, માતા-પિતાએ જન્મ આપ્યો છે. પોતાના બાળકને નાનેથી મોટો કર્યો હોય. લાડકોડથી ઉછેર કર્યો હોય. આવા સમયમાં જ્યારે બાળકો પુખ્ત વયના થાય ત્યારે માતા-પિતાની મંજુરી વિના તે વિવાહ કરે છે તો એ સદંતર ખોટું છે કારણ કે માતા-પિતાને એક આશા હોય કે દિકરો-દિકરી મોટા થશે તો સારી રીતે આપણે તેને પરણાવશું, આવી જ્યારે માતા-પિતાની લાગણી હોય અને છતાં પણ લોકો આવી રીતે નાસી-છૂટીને લગ્ન કરતા હોય છે જે વ્યાજબી નથી.
સવાલ-4. લવ જેહાદ કેવી રીતે અટકશે?
જવાબ :- આ માટેના તો સરકારશ્રીના ઘણા બધા પ્રયત્નો છે અને અત્યારે આ ઘણે બધે અંશે ઓછું પણ થઈ ગયું છે. માત્ર જુજ જ આવું જોવા મળે છે. બાકી અત્યારના સમયે આ જે થાય છે તે ખુબ રેર બને છે. બાકી પહેલા બનતું તેના કરતા પ્રમાણમાં રેશિયો ઘણો ઓછો છે.
સવાલ-5. પારિવારીક સંબધો સારા બને તે માટે શું કરવું જોઇએ?
જવાબ :- શિક્ષણથી જનરલ આ બધી ભણેલા-ગણેલા છોકરાઓ હોય છે ત્યારે આ બધી તકલીફ નથી થતી. શિક્ષણ તરફ ધ્યાન દે, માતા-પિતા પોતે પોતાની રીતે લાડકોડથી બાળકોની પરવરિશ કરે છે તેમાં થોડુંક કંટ્રોલ કરી થોડોક પોતાનો દાબ રાખે તે પણ જરૂરી છે.
સવાલ-6. સંસ્કાર કેવા હોવા જોઇએ આ વિશે શું કહેશો તમે?
જવાબ :- માતા-પિતા જ સંસ્કારનું સિંચન કરતા હોય છે એટલે બાપ એવા બેટા વડ એવા ટેટા. એ બધી જે કહેવતો છે આપણાં સંસ્કાર આપણા દિકરા-દિકરીઓમાં આપણે જેવા હશું તેવું જ સિંચન કરી શકીશું તેવું મારું માનવું છે.
સવાલ-7. દેખા દેખીનો ખેલ કેવી રીતે અટકવો જરૂરી છે?
જવાબ :- આ બાબતે લોકોએ પોતાની સેલ્ફ ફાઈનાન્સ સ્થિતિ જોઈને આ બધુ કરવું જોઈએ. કોઈની પાસે મારૂતિ છે અને બીજાના પાસે મર્સિડિઝ છે તો એ જોઈને પોતાને પોતાનું જીવન છે કહેવત છે કે પછેડી હોય એવડી સોડ તણાય, એટલે સમાજમાં જે આ દેખાદેખી થઈ રહી છે તે સદંતર ખોટી છે. પોતાની સ્થિતિ પરથી બધુ કરવું જોઈએ.
સવાલ-8. દહેજ પ્રથા કેવી રીતે અટકશે?
જવાબ :- દહેજ પ્રથાની કુરિતી જુની પ્રણાલીકા હતા અત્યારના સમયમાં ઘણાં બધા સમાજમાં ચાંદલો પણ નથી લેવાતો, વધાવો પણ નથી લેવાતો અને સાસુ સાડલો પણ બંધ થઈ ગયો છે અત્યારે માત્રને માત્ર પહેરામણીની જે વાત હતી તે પણ ખુબ ઓછી જોવા મળે છે. સિવાય કે અન્ય જ્ઞાતિઓની મને ખબર નથી પણ અમારી લોહાણા જ્ઞાતિમાં ઘણાં બધા ફેરફાર થઈ ચુક્યા છે. જેમ અગાઉ મેં કિધુ તેમ ચાંદલો, ભેટ-સોગાદ લખીને મોકલીએ છીએ છતા પણ ના માને તો રિસેપ્શનના કાઉન્ટર પર જ ગિફ્ટો પરત લેવડાવી લઈએ છીએ અને અમે પોતે ખુદ તેમને ગુલદસ્તોને આપીએ છીએ અને કહીએ છીએ કે આ અમારા દિકરા દિકરીને આપો.
સવાલ-9. એક સારા સમાજમાં શું-શું નિયમ હોવા જોઇએ?
જવાબ :- સમસ્ત સમાજની વાત કરીએ તો દરેક કોમ્યુનિટિએ આ રીતના રિવાજોથી પર રહેવું જોઈએ. જુના જે કુરિવાજો છે તેને બંધ કરી દેવા જોઈએ અને દરેક સમાજને અપીલ કરું છું કે, આવા કુરિવાજોથી દુર રહી અને પોતાના દિકરા-દિકરીને જ્યારે પરણાવે ત્યારે ખુબ સારી રીતે તેમને જે સંસ્કારો આપેલા છે તે બાળકો અપનાવે છે તેવી અપીલ છે.
સવાલ-10. ક્યા ક્યા નિયમો એવા છે જે તમે તમારા સમાજમાં માટે ઉઠાવ્યા હશે?
જવાબ :- અમે લોકોએ ખાસ કરીને ઉઠાવેલા નિયમો છે કે જે જુના જે રિવાજો હતા અત્યારે અમારા સમાજમાં દિકરીઓ ડ્રેસ પહેરી બહાર હરેફરે છે, લાજ કાઢવાના જુના રિવાજ બંધ થઈ ગયા છે. અમારા સમાજમાં પુત્રવધુને પુત્રથી વધુ જ માનીએ જ છીએ પરંતુ અમે અમારા દિકરાની વહુને દિકરી તરીકે અપનાવીએ છીએ. આવું દરેક સમાજે કરવું જોઈએ.
સવાલ-11. છોકરા છોકરીઓ દ્વારા થતી ગેરકાયદે પ્રવૃતિઓને અટકાવવા શું કરવુ જોઇએ?
જવાબ :- સામાન્યરીતે આ વાત મેં તમને પહેલા જ કહ્યું કે માતા-પિતાના સંસ્કાર પર આધાર રાખે છે. માતા-પિતા ભલે લાડકોડમાં બાળકોને ઉછેરે, ભલે સોનાની થાળીમાં જમાડે પણ દિકરા-દિકરી તેના કંટ્રોલમાં હોવા જરૂરી છે. તેના માટે માતા-પિતાએ જ તેનું ધ્યાન રાખવું પડે. દિકરીનું ધ્યાન માતાએ અને દિકરાનું ધ્યાન પિતાએ રાખવું જોઈએ. આ જે આપણી જુની પ્રણાલિકા જે છે તે અપનાવશે તો આ બધા જ પ્રશ્નો સોલ્વ થઈ જશે.
આ પણ વાંચો : પ્રેમલગ્ન માટે આગામી સમયમાં જરૂરી બની શકે છે મા-બાપની સંમતિ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા સંકેત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.