25 દિવસ બાદ આખરે ઘરે પરત ફર્યા સોઢી, કહ્યું - 'દુનિયાદારીથી ભરાઈ ગયું હતું મન'
Gurucharan Singh missing case: ગુરુચરણ સિંહ( Gurucharan Singh ) એટલે કે તારક મેહતા કા ઊલટા ચશ્માના રોશન સિંઘ સોઢીના કેસમાં નવો હવે નવો વળાંક આવ્યો છે. સૌના લાડીલા સોઢી હવે ઘરે પરત ફર્યા છે. ગુરુચરણ સિંહ ( Gurucharan Singh ) હવે 25 દિવસ બાદ પોતાના ઘરે હેમખેમ પાછા ફર્યા છે. 25 દિવસ બાદ સોઢી ઘરે પરત ફરતા હવે તેમના પરિવાર અને ફેન્સને હાશકારો થયો છે. આટલા દિવસ માટે ગુરુચરણ સિંહ કયા ગયા હતા, પોતે કેમ ગાયબ થયા હતા તે બાબત અંગે પણ હવે ખુલાસા થયા છે. ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત..
સાંસારિક જીવન છોડીને ધાર્મિક યાત્રા પર નીકળ્યા હતા સોઢી
Taarak Mehta Ka Ooltah Chashmah fame actor Gurucharan Singh has returned home on 17 May. He had gone missing on 22nd April. The Police have recorded his statement in the court. Gurucharan Singh said he had gone away from home on a spiritual journey: Delhi Police
(Pic source:… https://t.co/58EpY0ENVk pic.twitter.com/0YW3z9gWue
— ANI (@ANI) May 18, 2024
ગુરુચરણ સિંહ ( Gurucharan Singh ) એટલે કે આપણા તારક મેહતા ક ઉલ્ટા ચશ્માના રોશન સિંહ સોઢી ઘરે પરત ફરતા તેમના ગાયબ થયા પાછળના નવા ખુલાસા થયા છે. પોલીસ પૂછપરછમાં ઘણા ખુલાસા થયા છે. પોલીસ દ્વારા તેમણે પૂછવામાં આવ્યું હતું કે, તમે ક્યાં રહ્યા, શું કર્યું? તેના પર ખુલાસો કરતા ગુરુચરણએ કહ્યું કે, તે પોતાનું સાંસારિક જીવન છોડીને ધાર્મિક યાત્રા પર નીકળી ગયો હતો. તેઓ ઘણા દિવસો સુધી અમૃતસરમાં રહ્યા. અહીં રોકાયા બાદ તેઓ લુધિયાણા જેવા અનેક શહેરોના ગુરુદ્વારામાં રોકાયા હતા. આટલા દિવસ ધાર્મિક યાત્રા કર્યા બાદ તેમને પછી અહેસાસ થયો કે હવે તેણે તેના પિતા પાસે ઘરે પરત ફરવું જોઈએ. તેથી તે ઘરે પરત ફર્યો.
જલ્દી જ લગ્ન કરવા જઈ રહ્યા છે ગુરુચરણ સિંહ
ગુરુચરણ સિંહના ગુમ થવા મુદ્દે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સોઢી હવે જલ્દી લગ્ન કરવા જઈ રહ્યો છે. એટલું જ નહીં, પોલીસે એમ પણ કહ્યું કે, ગુરુચરણ સિંહ આર્થિક તંગીથી પીડાતો હતો અને ગુમ થતાં પહેલાં તેણે એટીએમમાંથી પૈસા પણ ઉપાડી લીધા હતા. આ સાથે પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, અભિનેતા બે ફોનનો ઉપયોગ કરતો હતો અને 25થી વધુ ઈમેલનો પણ ઉપયોગ કરતો હતો. આ ઉપરાંત અભિનેતાની તબિયત પણ સારી ન હતી.
4 દિવસ સુધી તે ન મળ્યા પછી ગુરુચરણ સિંહના વૃદ્ધ પિતાએ ફરિયાદ નોંધાવી હતી
ગુરુચરણ સિંહ છેલ્લે 22 એપ્રિલે દિલ્હી એરપોર્ટ પર જોવા મળ્યા હતા. ત્યાર બાદ તેઓ જોવા મળ્યા ન હતા, હવે તેઓ ઘરે પરત ફર્યા છે. ગુરુચરણ સિંહ મુંબઈ જવા માટે ઘરેથી નીકળ્યા હતા, પરંતુ તેઓ ન તો મુંબઈ પહોંચ્યા કે ન તો ઘરે પાછા ફર્યા. તેના ગુમ થવાના સમાચારે બધાને ચોંકાવી દીધા હતા. 4 દિવસ સુધી તે ન મળ્યા પછી, ગુરુચરણ સિંહના વૃદ્ધ પિતાએ દિલ્હીમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. તેમણે ફરિયાદ નોંધાવી હતી કે ‘મારો પુત્ર ગુરુચરણ સિંહ, ઉંમર: 50 વર્ષ, 22 મી એપ્રિલે સવારે 8:30 વાગ્યે મુંબઈ જવા નીકળ્યો હતો. તે ફ્લાઇટ પકડવા એરપોર્ટ ગયો હતો. તે ન તો મુંબઈ પહોંચ્યો ન તો ઘરે પાછો આવ્યો અને તેનો ફોન પણ બંધ આવતો હતો. હવે તેમના ઘરે પાછા મળતા સૌને હાશકારો થયો છે.
આ પણ વાંચો : Summer : આજથી ખાસ સાચવજો, ચેતવણી જાહેર…!