Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

'હું સાચું કહીશ તો તે તેનો ચહેરો બતાવવા લાયક રહેશે નહીં' ANURAG KASHYAP એ અભય દેઓલ માટે શા માટે કહી આ વાત!

ANURAG KASHYAP AND ABHAY DEOL : અનુરાગ કશ્યપ ભારતીય સિનેમા જગતના જાણીતા ડાઇરેક્ટર છે. તેઓ GANGS OF WASSEYPUR, DEV D, UGLY અને BLACK FRIDAY જેવી ફિલ્મો બનાવી છે. તેઓ અવાર નવાર ચર્ચાઓમાં રહેતા હોય છે. હવે તેઓ વધુ એક વખત...
 હું સાચું કહીશ તો તે તેનો ચહેરો બતાવવા લાયક રહેશે નહીં  anurag kashyap એ અભય દેઓલ માટે શા માટે કહી આ વાત

ANURAG KASHYAP AND ABHAY DEOL : અનુરાગ કશ્યપ ભારતીય સિનેમા જગતના જાણીતા ડાઇરેક્ટર છે. તેઓ GANGS OF WASSEYPUR, DEV D, UGLY અને BLACK FRIDAY જેવી ફિલ્મો બનાવી છે. તેઓ અવાર નવાર ચર્ચાઓમાં રહેતા હોય છે. હવે તેઓ વધુ એક વખત ચર્ચાનો વિષય બન્યા છે. આ સમયે તેઓ અભય દેઓલ ઉપર કરેલી ટિપ્પણીના કારણે ચર્ચામાં આવ્યા છે. અભય દેઓલ અને અનુરાગ કશ્યપ એકસાથે ફિલ્મોમાં કામ પણ કરી ચૂક્યા છે.

Advertisement

અનુરાગ કશ્યપ અને અભય દેઓલએ DEV D માં સાથે કામ કર્યું

અનુરાગ કશ્યપની એક સફળ ફિલ્મ DEV D માં અભય દેઓલ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી બંને વચ્ચે કોઈ કારણસર વાતચીત બંધ થઈ ગઈ છે. મળતી માહિતી અનુસાર, તાજેતરના ઈન્ટરવ્યુમાં અનુરાગ કશ્યપને પૂછવામાં આવ્યું કે તેને પોતાના સંબંધો જાળવી રાખવામાં મુશ્કેલીઓનો સામનો કેમ કરવો પડે છે. અભય દેઓલ અને પંકજ ઝા જેવા કલાકારો સાથેના તેમના સંબંધોનું ઉદાહરણ આપતા તેમને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આ પ્રશ્નનો જવાબ આપતા તેમણે કહ્યું હતું કે, તે સંબંધો જાળવવામાં ખરાબ નથી.

સાચું કહીશ તો તે તેનો ચહેરો બતાવવાના લાયક રહેશે નહીં - ANURAG KASHYAP

Advertisement

અભય વિશે વાત કરતાં તેણે કહ્યું કે DEV D ના શૂટિંગ પછી તેઓ એકબીજાને મળ્યા નથી, કારણ કે તે પ્રમોશન માટે પણ આવ્યો ન હતો. 'જો તે મને TOXIC કહેવા માંગે છે, તો સારું, તે વાર્તાની તેની છે', વધુમાં અનુરાગે કહ્યું કે, તે સાચું બોલી શક્યો નહીં કારણ કે જો તે સાચું કહેશે તો તે તેનો ચહેરો બતાવવાના લાયક રહેશે નહીં.

અનુરાગ કશ્યપ હાલમાં વિજય સેતુપતિની ફિલ્મ 'મહારાજ'માં જોવા મળ્યા હતા

અનુરાગ કશ્યપ હાલ તેમની વેબ સિરીજ 'Bad Cop' ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તેઓ તાજેતરમાં વિજય સેતુપતિની ફિલ્મ 'મહારાજ'માં જોવા મળ્યા હતા. એક ડાઇરેક્ટર તરીકે વાત કરીએ તો તેઓ એક થ્રિલર પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે, જેમાં બોબી દેઓલ, સાન્યા મલ્હોત્રા, સબા આઝાદ અને જોજુ જ્યોર્જ મુખ્ય ભૂમિકામાં છે.

Advertisement

આ પણ વાંચો : Actor Anupam Kher: અનુપમ ખેરની ઓફિસમાં થઈ ચોરી, અભિનેતાએ જાહેર કર્યો વિડીયો

Tags :
Advertisement

.